<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 3rd January 2026

પ્રકાશ સ્‍ટોર્સ અને જેકે બેગ્‍સ રાજકોટ દ્વારા આયોજીત એકઝીબીશન ધ બેગ્‍સ લોન્‍જનો કાલે છેલ્લો દિવસ

આજે અને આવતિકાલે મહાવીર હોલ, માલવીયા ચોક ખાતે લગેઝ ક્ષેત્રની નામાંકિત બ્રાન્‍ડ એક જગ્‍યાએ ઉપલબ્‍ધ બનશે

રાજકોટ : ધર્મેન્‍દ્ર રોડ ઉપર વર્ષોથી ગ્રાહકોનો વિશ્વાસ મેળવી ચુકેલ પ્રકાશ સ્‍ટોર્સ અને સહયોગી પેઢી જે.કે. બેગ્‍સ, રાજકોટ અને જામનગર દ્વારા સમગ્ર સૌરાષ્‍ટ્ર સૌપ્રથમવાર લગેઝ ક્ષેત્રમાં સૌથી મોટુ ધ બેગ્‍સ લોન્‍જ નામે એકઝીબીશન કમ સેલનો પ્રારંભ થઈ ચુકયો છે, અને પ્રથમ દિવસે જ શહેરીજનો બહોળી સંખ્‍યામાં ઉમટી પડયા હતા. તેમ અખબારી યાદીમાં જણાવ્‍યું છે.

લગેજ ક્ષેત્રે વિશ્વની અનેક નામાંકિત બાન્‍ડ જેવી કે અમેરીકન ટુરીસ્‍ટર, કાર્ટલોન, સ્‍વીઝ મીલીટ્રી, નાસેર માઈલ્‍સ, સફારી, વી.આ.પી., સ્‍કાયબેગ, કેમેલીયન્‍ટ, વાઈલ્‍ડ ક્રાફ્‌ટ, એરીસ્‍ટોકેટ જેવી બાન્‍ડ એક જગ્‍યાએ પોતાના વિવિધ અને આકર્ષક મોડલ સાથે અને ગેરેંટી સાથે એક સ્‍થળે ઉપલબ્‍ધ હોય તેવું પહેલી વાર રાજકોટમાં બનેલ છે.

ટ્રોલી બેગમાં સીંગલ, ડબલ અને કમ્‍બાઈન્‍ડ સેટ પણ આકર્ષક ભાવ સાથે આ એકઝીબીશનમાં ઉપલબ્‍ધ છે, એમ.આર.પી. કરતા ૬૦ થી ૭૦ ટકા ઓછી કિંમતે અહીં ઉપલબ્‍ધ હોવાથી શહેરીજનો માટે આ ખાસ આકર્ષણનું કેન્‍દ્ર બની ગયેલ છે.

આ એકઝીબીશન આગામી તા.૨ શુક્ર,૩ શનિ અને ૪ રવિવારનાં રોજ શ્રી મહાવીર હોલ, માલવીયા ચોક, ગોંડલ રોડ, રાજકોટ ખાતે યોજવામાં આવેલ હોવાનું યાદીના અંતમાં જણાવાયું છે.

(4:10 PM IST)