<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 3rd January 2026

ટાઈપ-૧ ડાયાબિટીસગ્રસ્‍ત બાળકો માટે કાલે મોટીવેશનલ કાર્યક્રમ

રાષ્‍ટ્રસંત નમ્રમુનિ અને અપૂર્વમુનિ સ્‍વામીજીના સાનિધ્‍યમાં બી.એ.પી.એસ. સ્‍વામિનારાયણ મંદિરના સભાગૃહમાં આયોજન : બાળકોને ૨૫૦૦ રૂપિયાની કીટ ભેટ અપાશે

રાજકોટ : જુવેનાઈલ ડાયાબિટીસ ફાઉન્‍ડેશન (જેડીએફ) - રાજકોટ દ્વારા ટાઈપ-૧ ડાયાબિટીસથી પીડિત બાળકો અને તેમના પરિવાર માટે આવતી કાલે તા. ૪ ના સવારે ૧૦ વાગ્‍યે એક વિશેષ ‘મોટિવેશનલ કાર્યક્રમ'નું આયોજન કરવામાં આવ્‍યું છે.

કાલાવડ રોડ સ્‍થિત બી.એ.પી.એસ. સ્‍વામિનારાયણ મંદિરના મુખ્‍ય સભાગળહમાં યોજાનાર આ કાર્યક્રમમાં રાષ્‍ટ્રસંત પૂ. ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ આશીર્વચન પાઠવશે. તેમજ પૂ. અપૂર્વમુનિ સ્‍વામીજી બાળકો અને વાલીઓની હતાશા દૂર કરવા પ્રેરણાત્‍મક ઉદબોધન આપશે.

કાર્યક્રમમાં આવનાર તમામ બાળકોને ટાઈપ-૧ ડાયાબિટીસમાં ઉપયોગી અંદાજે ૨૫૦૦ રૂપિયાની કીટ ભેટ અપાશે અને ભોજનની વ્‍યવસ્‍થા પણ રખાઈ છે.

ઉલ્લેખનીય છે કે, ૨૦૦૪થી કાર્યરત આ સંસ્‍થામાં ૨૨૫૦ બાળકો નોંધાયેલા છે, જેમાં ૮૦૦થી વધુ જરૂરિયાતમંદ બાળકોને નિઃશુલ્‍ક સારવાર અપાય છે.

આ કાર્યક્રમમાં વી.એસ. દામાણી, કિરીટભાઈ સંઘવી, પરાક્રમસિંહ જાડેજા (જ્‍યોતિ સીએનસી), મનસુખભાઈ પાણ, મુકેશભાઈ શેઠ, સર્વાનંદભાઈ સોનવાણી, કમલનયનભાઈ સોજીત્રા, જીતેન્‍દ્રભાઈ બેનાણી, હરીશભાઈ લાખાણી, ચંદ્રકાન્‍તભાઈ શેઠ, પ્રવિણભાઈ કોઠારી, મધુભાઈ ખંધાર, જગતસિંહ જાડેજા, દિનેશભાઈ પારેખ, કમલેશભાઈ શાહ, ભાવેશભાઈ શેઠ, અજયભાઈ શેઠ, શિરીશભાઈ રવાણી, દેવાંગભાઈ માંકડ, મયુરભાઈ શાહ, સુજીતભાઈ ઉદાણી, મિત્તલભાઈ ખેતાણી, પ્રતિકભાઈ સંઘવી, દિલીપભાઈ સંઘવી, અમીશભાઈ દેસાઈ, નિલેશભાઈ શેઠ, મેહુલભાઈ મણિયાર, વિજયભાઈ હાંસલપરા, હીનાબેન મહેતા હીરેનભાઈ, પ્રકાશભાઈ, આનંદભાઈ, નિલેશભાઈ દોશી, નિલયભાઈ દોશી, ડો. પી. જે. જોશી, જીતુભાઈ દેસાઈ, ડો. મોનાલી માકડીયા, ડી. વી. મહેતા, સંજયભાઈ શેઠ, વિરેનભાઈ શેઠ, જેનીશભાઈ અજમેરા, શૈલેષભાઈ માઉં, કેતનભાઈ શેઠ, દિપકભાઈ કોઠારી, હેમલભાઈ મહેતા, રાજુભાઈ પોબારૂ, મનોજભાઈ ડેલીવાળા, વિપુલભાઈ દત્તાણી ખાસ ઉપસ્‍થિત રહેશે.

તબીબી સેવા આપનાર નિષ્‍ણાતો કાર્યક્રમમાં એન્‍ડોક્રાઈનોલોજિસ્‍ટ ડો. નિલેશ દેત્રોજા, ડો. સાગર બરાસરા, ડો. પંકજ પટેલ, ડો. કૌશલ શેઠ, ડો. હર્ષ દુર્ગીયા, ડો. બ્રિજ તૈલી, ડો. તપન પારેખ તેમજ પિડિયાટ્રિક એન્‍ડોક્રાઈનોલોજિસ્‍ટ ડો. ઝલક શાહ ઉપાધ્‍યાય અને ડો. ચેતન દવે ઉપસ્‍થિત રહેશે.

આ કાર્યને સફળ બનાવવા સંસ્‍થાના મેનેજીંગ ટ્રસ્‍ટી અપુલ દોશી તથા અનીશ શાહ, રોહિત કાનાબાર, હરિકળષ્‍ણ પંડયા, અમિત દોશી અને મિતેષ ગણાત્રા જહેમત ઉઠાવી રહ્યા છે.

(4:04 PM IST)