તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Sunday, 4th January 2026
રાજકોટમાં કુખ્યાત ‘બાટલી ગેંગ’ની હવા કાઢતી રાજકોટ પોલીસ: ૧૪ સાગરીતો સામે ગુજસીટોક: ૯ની ધરપકડ, સાવન ઉર્ફે લાલી પાસા હેઠળ છે જેલમાં
પોલીસ કમિશનર બ્રાજેશકુમાર ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયાની સૂચના મુજબ ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, એસીપી ભરત બસિયા અને પીઆઇ ગોંડલીયા, પીઆઇ ડામોર, પીઆઇ જાદવની ટીમની કાર્યવાહી : આ કેસની આગળની તપાસ એસીપી વી.બી. જાડેજા ચલાવી રહ્યા છે

રાજકોટ: શહેરના રણછોડનગર અને રેલનગર વિસ્તારમાં આતંક મચાવતી કુખ્યાત ‘બાટલી ગેંગ’ વિરુદ્ધ રાજકોટ શહેર પોલીસે લાલ આંખ કરી છે. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા અને એડિશનલ પોલીસ કમિશનર મહેન્દ્ર બગડિયાની કડક સૂચના બાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આ ગેંગ વિરુદ્ધ ગુજસીટોક હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
૫૭ થી વધુ ગંભીર ગુનાઓનો ઈતિહાસ
આ ગેંગના સભ્યો છેલ્લા ૧૦ વર્ષથી શહેરમાં સંગઠિત રીતે ગુનાખોરી કરી રહ્યા હતા. તેમની સામે ખૂન, ખૂનની કોશિશ, લૂંટ, ગેરકાયદે મંડળી રચવી, પોલીસ ઉપર હુમલા અને NDPS (નશાકારક દ્રવ્યો)ના વેચાણ સહિત કુલ ૫૭થી વધુ ગંભીર ગુનાઓ નોંધાયેલા છે.
પકડાયેલ આરોપીઓમાં (૧) સરફરાજ ઉર્ફે ઇડો આરીફભાઇ આરીફભાઈ કાદરી રહે.રૂખડીયાપરા નળલંગ પરા શેરી નં ૦૪ સેન્ટ્રલ જેલની પાછળ રાજકોટ શહેર (૨) કમલેશ ઉર્ફે લાલુ કાળુભાઈ પરમાર રહે.વાલ્મીકીવાડી શેરી નં ૨ કીરીટીભાઈ વાઘેલાના મકાનમા ભાડેથી જામનગર રોડ રાજકોટ શહેર (૩) સમીર ઉર્ફે ધમો બસીરભાઇ ઇસ્માઇલભાઇ શેખ રહે.સેન્ટ્રલ જેલની પાછળ રૂખડીયાપરા શેરી નં.૦૫ રાજકોટ શહેર (૪) ઇશોભા રીજવાન દલ રહે. હુડકો ક્વાર્ટર ક્વાર્ટર નંબર ૭૧ જામનગર રોડ રાજકોટ શહેર (૫) મીરખાન રહીશભાઇ દલ રહે. હુડકો કવા શેરી નંબર ૬ જામનગર રોડ રાજકોટ (૬) અસલમ ઉર્ફે સર્કીટ બસીરભાઇ ઇસ્માઇલભાઇ શેખ રહે. સેન્ટ્રલ જેલની પાછળ, રૂખડીયાપરા શેરી નં.૦૫ રાજકોટ શહેર (૭) સુલેમાન નિઝામભાઇ દલ રહે. જંગલેશ્વર હુશેની ચોક શેરી નંબર ૬ હુશેની ડેરી પાસે રાજકોટ (૮) ઇરફાન ખમીશભાઇ ભાણુ રહે. સેન્ટ્રલજેલ પાછળ રૂખડીયાપરા શેરી નં ૩ રાજકોટ શહેર (૯) સાહીલ ઉર્ફે ભુરો મુકેશભાઈ પાટડીયા ઝાલા રહે. સંજરી મસ્જીદની સામે વાલ્મીકી વાડી વસંતબેનના મકાનમા રાજકોટ શહેર સામેલ છે.
હાલ પાસા હેઠળનો આરોપીમાં સાવન ઉર્ફે લાલી સંજયભાઈ વાઘેલા રહે. વાલ્મીકી વાડી શેરી નં ૦૩ કનૈયા હોટલ વાળી જામનગર રોડ રાજકોટ શહેર વાળો હાલ પાસા હેઠળ વડોદરા જેલ ખાતે છે જેનો કબ્જો મેળવી ધરપકડ કરવામા આવશે.
મુખ્ય આરોપીઓ અને ધરપકડની વિગત આપતા ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી જગદીશ બાંગરવાએ જણાવ્યું કે આ ટોળકીમાં કુલ ૧૪ સભ્યો સામેલ છે. ગેંગનો લીડર સાવન ઉર્ફે લાલી હાલ જેલમાં છે. આ ઉપરાંત સમીર ઈસ્માઈલ શેખ, ઈશુબ આરિઝવાન દલ, મીરખાન દલ અને અસલમ શેખ સહિતના ૧૧ સભ્યો પોલીસ કસ્ટડીમાં છે. જ્યારે અન્ય ૩ ફરાર આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
નાયબ પોલીસ કમિશ્નર (ક્રાઇમ & સ્પેશયલ) જગદીશ બાંગરવાની સુચના હેઠળ રાજકોટ શહેરના મદદનીશ પોલીસ કમિશનર (ક્રાઇમ) ભરત.બી.બસીયા તથા ડી.સી.બી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર એમ.આર.ગોંડલીયા, એમ.એલ.ડામોર, સી.એચ.જાદવ,તથા પો.સબ.ઇન્સ સી.બી.જાડેજા, વી.ડી.ડોડીયા, એ.એન.પરમાર, આર.કે.ગોહિલ, ડી.પી.ઝાલા, એસ.વી.ચુડાસમા તથા એ.એસ.આઇ જનકભાઇ કુગસીયા પોલીસ હેડ કોન્સ પ્રતીકસિંહ રાઠોડ, તથા ટીમના માણસો વિગેરે દ્વારા દરખાસ્ત તૈયાર કરવામાં મહત્વની કામગીરી કરેલ છે.
(2:42 PM IST)










