તા. ૧૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૧ શનિવાર
News of Monday, 5th January 2026
રાજકોટ રૂરલ એલસીબીએ ઘોળા દિ'એ મકાનને નિશાન બનાવતી તસ્કર ત્રિપુટીને ઝડપી લીધી
વિંછીયા, બાબરા, ઢસા અને ધંધુકા પંથકમાં ચોરી કર્યાની કબુલાતઃ પ લાખનો મુદ્દામાલ કબ્જે : એક સાગ્રીતની શોધખોળ પકડાયેલ તસ્કર ભરત સામે અગાઉ રર મુકેશ સામે ર૬ તથા રાજેશ સામે ૧૧ ગુન્હાઓ નોંધાયા છે તસ્વીરમાં પકડાયેલ તસ્કર ત્રિપુટી નજરે પડે છે.

રાજકોટ, તા. પ : રાજકોટ જીલ્લાના વિંછીયા, બાબરા, ઢસા તથા ધંધુધા પંથકમાં ધોળા દિવસે બંધ મકાનને નિશાન બનાવતી તસ્કર ત્રિપુટીને રુરલ એલ.સી.બી.એ પ લાખના મુદ્દામાલ સાથે ઝડપી લઇ આ ટોળકીના અન્ય એક સાગ્રીતની શોધખોળ હાથ ધરી છે.
રાજકોટ ગ્રામ્ય જિલ્લાના પોલીસ અધિક્ષક વિજય સિંહ ગુર્જર દ્વારા જિલ્લામાં વણશોધાયેલ ચોરી, લુંટ, ધાડના ગુનાઓ સત્વરે શોધી કાઢી આરોપીઓને પકડી પાડવા સુચના અને માર્ગદર્શન આપવામાં આવેલ હોય જે અન્વયે રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી.ના પોલીસ ઇન્સ્પેક્ટર વી.વી.ઓડેદરાના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. રાજકોટ ગ્રામ્યના પોલીસ સબ ઇન્સ્પેકટર એચ.સી.ગોહીલ તથા પોલીસ સબ ઇન્સ્પેકટર આર.વી.ભીમાણી સ્ટાફ સાથે ગુનાની તપાસમાં હતા. જે દરમ્યાન વિંછીયા પો.સ્ટે.ના વણશોધાયેલ ઘરફોડ ચોરીનો ગુનો શોધી કાઢવા સારૂ બનાવ સ્થળ આજુબાજુના તેમજ હાઇવે રોડ વિસ્તારના સી.સી.ટી.વી. ફુટેજ ચેક કરી, ખાનગીરાહે મળેલ હકિકત આધારે આ ગુન્હામાં સંડોવાયેલ આરોપીઓ પૈકી ત્રણ ઇસમોને (૧) ભરત ઉર્ફે પશુ સ.ઓ. મનુભાઇ જસમતભાઈ વાઘેલા, ઉ.વ.૨૩, ધંધો.ભગાર વીણવાનો, રહે. નવાણીયા ગામ તા.વલ્લભીપુર, (૨) મુકેશ ઉર્ફે કાબલી ઉર્ફે ભોપો સ.ઓ. રમેશભાઇ દેવજીભાઇ સોલંકી, ઉ.વ.૩૨, ધંધો.લલાકડા કાપવાની મજુરી, રહે. ચોગઠ, તા.ઉમરાળા (૩) રાજેશભાઇ સ/ઓ ભુપતભાઇ હિફાભાઇ પરમાર, (વેડવા), ઉ.વ.૨૭, ધંધો. મજુરી, રહે. નાની પાણીયાળી ગામ (શેત્રુંજી ડેમ) તા.પાલીતાણા ને સોનાનો ઢાળીયો તથા એક નાનો ટુકડો આશરે ૫૩ ગ્રામ ૮૮૦ મી.ગ્રામ કિ.રૂ.૨,૬૯,૩૫૦, રોકડા રૂપીયા = ૧,૩૦,૦૦૦/-, ધરફોડ ચોરીમા ઉપયોગમા લીધેલ સાધનો પાનુ/ડીસમીસ/ક્ટર કિ.રૂ.૨૫૦/-, મોબાઇલ ફોન નંગ-૦૨ કિ.રૂ.૧૫,૦૦૦/- તથા મોટર સાયકલ નંગ-૦૧ કિ.રૂ.૯૦,૦૦૦/- મળી કુલ મુદામાલ કિ.રૂ. ૫,૦૪,૬૦૦/- સાથે ઝડપી લીધા હતા.
પકડાયેલા આરોપીઓએ આજથી આશરે દોઢેક મહીના પહેલા બાબરાના નાની કુંડળ ગામની વાડી સીમમાં આવેલ એક મકાનમાં દીવશ ના બપોરના સમયે દરવાજાના નકુચા તોડી ઘરમાં રાખેલ કબાટ ની તીજોરી તોડી તેમાંથી સોનાના દાગીના તથા રોકડા રૂપિયાની ચોરી કરેલ હોવાનું જણાવેલ છે. (જે સબંધે ખરાઇ કરતા બાબરા પો.સ્ટે. ગુનો નોંધાયેલ છે. તથા
આજથી આશરે વિશેક દિવસ પહેલા ધંધુકાના આંકરૂ ગામે એક બંધ મકાન માં રૂમનું તાળુ તોડી મકાનમાં રુમમાં રાખેલ તીજોરીનો લોક તોડી તેમાંથી સોનાના દાગીના રોકડા રૂપિયા ની ચોરી કરેલ હોવાનું જણાવેલ છે. (જે સબંધે ખરાઇ કરતા ધંધુકા પો.સ્ટે. માં ગુનો નોંધાયેલ છે. તથા
આજથી આશરે દશેક દિવસ પહેલા ઢસાના સીતાપર ગામ તથા લીંબડીયા ગામ ગયેલ હતા અને બે મકાનના તાળા તોડી તેમાંથી ચોરી કરેલ હોવાની હકિકત જણાવેલ છે.
પકડાયેલ ભરત વાઘેલા અગાઉ રર મુકેશ સામે ર૬ તથા રાજેશ સામે ૧૧ ગુન્હાઓ નોંધાયા છે. જયારેઆ ટોળકીના સાગ્રીત જેને પકડવાનો બાકી છે.
સંજય ઉર્ફે સી.જે મનુભાઈ વાઘેલ રહે.નવાણીયા તા.વલ્લભીપુર જિ.ભાવનગર વાળા વિરૂધ્ધ ત્રણ ગુન્હાઓ નોંધાયા છે.
આ કાર્યવાહીમાં રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી.ના એલ.સી.બી. શાખાના સ્ટાફના માણસો AST બાલકળષ્ણ ત્રિવેદી, AST અમીતસિંહ જાડેજા, AST અમીતભાઈ કનેરીયા, ASI અનિલભાઇ ગુજરાતી. ASI ઇન્દ્રસિંહ જાડેજા, ASI જયવિરસિંહ રાણા, ASI વિજયસિંહ જાડેજા, ASI રવિદેવભાઇ બારડ, AST બ્રીજરાજસિંહ જાડેજા, AST વકારભાઇ અરબ, AST રોહિતભાઈ બકોત્રા, AST શકિતસિંહ જાડેજા, વાઘાભાઈ આલ. પ્રણયભાઈ સાવરીયા, HC ધર્મેશભાઇ બાવળીયા, HC ભગીરથસિંહ જાડેજા, IIC મનોજભાઇ બાયલ, IICC રસીકભાઈ જમોડ, II ઘનશ્યામસિંહ જાડેજા, IIC નિલેશભાઇ ડાંગર, HC દિવ્યેશભાઈ સુવા, HC રાજુભાઈ શામળા, HC હરેશભાઇ પરમાર, HC કૌશિકભાઇ જોષી, PC મેહુલભાઇ સોનરાજ, PC મહિપાલસિંહ ચુડાસમા, PC અબ્બાસભાઇ ભારમલ, PC ભાવેશભાઈ મકવાણા. IPC વિજયભાઈ સિંહાર, PC પ્રકાશભાઇ પરમાર, તથા ડ્રાઇવર દિલીપસિંહ જાડેજા, ડ્રાઇવર PCC અનિરૂધ્ધિસંહ જાડેજા વિગેરે જોડાયેલ હતા.
(12:40 PM IST)










