તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 5th January 2026
સપ્તસંગીતિઃ ‘આફતાબ-એ-સિતાર'
ઉસ્તાદ શુજાત ખાનના સિતારના સુરોએ શ્રોતાઓને અલૌકિક દુનિયાની સફર કરાવી

રાજકોટઃ સપ્તસંગીતિ કાર્યક્રમના ત્રીજા દિવસે પ્રથમ સેશનમાં રાજકોટની આશાસ્પદ યુવા ગાયિકા ઈશિતા ઉમરાણીયા દ્વારા રજૂ કરાયેલી શાષાીય ગાયનની પ્રસ્તુતિ શ્રોતાઓ માટે એક યાદગાર સંગીતીય અનુભવ બની રહી હતી. ઈશિતાજીએ રાગના આલાપથી માંડીને બંદિશ સુધી સુવ્યવસ્થિત અને ભાવસભર ગાયન રજૂ કર્યું હતું. કાર્યક્રમની શરુઆત ત્રીજા દિવસના પેટ્રન પ્રશાંત કાસ્ટેક પ્રા. લિ. ના નરોત્તમભાઈ, ગોવિગભાઈ અને પ્રશાંતભાઈ પરસાણા, તેમજ રોલેક્સ રિગ્સના મનીષભાઈ મદેકા અને શુભેચ્છક સ્થાને ડો. સલોની અને ડો. નિર્ભય શાહના શુભ હસ્તે દિપ પ્રાગટયથી કરવામાં આવી હતી.
પ્રથમ ચરણમાં ઈશિતા ઉમરાણીયા એ રાગ મારુ બિહાગની રસિયા મોરા બંદીશ વિલંબિત ઝુમરામાં રજૂ કરી હતી. સ્વરની શુદ્ધતા, લયની સમજ અને ભાવ અભિવ્યક્તિમાં તેમના રિયાઝની પરિપક્વતા શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી ગઈ હતી. તેમની સાથે યશ પંડયાએ તબલામાં સંગત આપી હતી. લયકારીઓમાં તેમની ચોકસાઈ, નાજુક બોલોની સમજ અને ગાયનની ભાવ ધારાને અનુરૂપ પ્રતિભાવ પ્રસ્તુતિ રહી હતી. ખાસ કરીને દ્રુત લયના ભાગોમાં તબલાની ચુસ્ત સંગતે ગાયનને મજબૂત આધાર પૂરો પાડ્યો હતો. હાર્મોનિયમ પર સંદીપ વ્યાસની સંગત મીઠાશ અને સંતુલનથી ભરપૂર રહી. જેમાં તાનપુરા સંગત પ્રિયંકા શુક્લ એ કરી હતી. ઈશિતા ઉમરાણીયાની આગેવાની હેઠળ યશ પંડયા અને સંદીપ વ્યાસની સંગત સાથે થયેલી આ શાષાીય ગાયન પ્રસ્તુતિ રાજકોટના સંગીતરસિકો માટે ગુણવત્તાસભર અને પ્રેરણાદાયી સાબિત થઈ. યુવા કલાકારોની આવી પરિપક્વ અને શિસ્તબદ્ધ રજૂઆત શાષીય સંગીતના ઉજ્જવળ ભવિષ્યની આશા જગાવે છે.
કાર્યક્રમના બીજા ચરણમાં ભારતીય શાષીય સંગીતના આકાશમાં આફતાબ-એ-સિતાર ના ખિતાબથી વિભૂષિત ઉસ્તાદ શુજાત ખાનની સિતાર પ્રસ્તુતિ એક એવી સંગીતમય યાત્રા બની, જ્યાં રાગ, ભાવ અને લય ત્રિવેણી સંગમ સમાન વહેતા રહ્યા. પં. સુજાત ખાને પ્રથમ રાગ ઝિઝોટી પ્રસ્તુત કર્યો. ભારતીય શાષાીય સંગીતનો સુંદર અને લોકપ્રિય રાગ જે સામાન્ય રીતે શાંતિ, પ્રેમ અને ભક્તિનો ભાવ દર્શાવે છે. આલાપના પ્રથમ સ્પર્શથી જ સિતારના તારથી વહેતા મીંડ, કરુણ ગમક અને સૂક્ષ્મ અલંકારો મનને મંત્રમુગ્ધ કરી દેતા હતા. ત્યારબાદ 'ઝિદગી સે બડી સજા નહિ'' ગઝલ કંઠ આપી સિતાર ઉપર રજુ કરી. સિતારવાદનની પછીની પેશકશમાં બહોત દિન બીતે, ઓ પાલન હારે, છાપ તિલક સબ છીની તેસે નૈના મિલાયકે જેવી રચનાઓ વણી શ્રોતાગણને પુલકિત કર્યા હતા. પરંપરા અને સાધના- સંવેદનાનું અનોખું સંમિશ્રણ ધરાવતા ઉસ્તાદજીના સિતારના તારોએ શ્રોતાઓને ક્ષણભરમાં જ રાગલોકમાં લઈ ગયા. દરેક સ્વર જાણે સૂર્યકિરણ સમાન ઉજાસ ફેલાવતો અને દરેક તાન સંગીતપ્રેમીઓના હૃદયમાં નવી ઊર્જા જગાવતી હતી. રાગવિસ્તાર દરમિયાન ઉસ્તાદ શુજાત ખાનની કલાત્મક સંયમતા અને અભિવ્યક્તિપૂર્ણ સ્વચ્છંદતા સ્પષ્ટ રીતે અનુભવાતી હતી. તેમના સિતારવાદનમાં ચલણચાલા, લયકારી યુક્ત બાટ, રેલા, ઉપજઅંગ તિહાઈઓ વિશેષ આકર્ષણનું કેન્દ્ર રહ્યા હતા.
આ સંગીતમય સંવાદને વધુ ગહનતા અને ગતિ આપવાનું કાર્ય તબલાવાદક સપન અંજારીયા અને શારીક મુસ્તફાએ બખૂબી નિભાવ્યું હતું. તેમની તબલાની બોલબાંધણી, લયકારી અને તાલની સૂક્ષ્મ સમજણ સિતાર સાથે સુમેળભર્યો સંવાદ રચતી હતી. આ કાર્યક્રમ માત્ર એક સંગીત પ્રસ્તુતિ નહીં, પરંતુ ભારતીય શાષીય સંગીતની જીવંત પરંપરા, સાધના અને સર્જનાત્મકતાનું ઉજ્જવળ ઉત્સવ સાબિત થયો હતો. શ્રોતાઓ લાંબા સમય સુધી આ સંગીતરસના મીઠા સ્વરોને હૃદયમાં સંભાળીને રાખે તેવો સ્મરણિય સંગીતાનુભવ બની રહ્યો હતો.
દિવસ ૦૪ તાઃ ૦૫ જાન્યુઆરી ૨૦૨૬ - સોમવારના કલાકારોનો સંક્ષિપ્ત પરિચય
સેશન ૦૧: તાલ ત્રિવેણી (પર્કયુશન ગ્રુપ):
મહાદેવ પુરોહિત (તબલા): તાલ ત્રિવેણી ગ્રુપના મુખ્ય કલાકાર માધવ પુરોહિત મુળ જામનગરના રહેવાસી અને પં. યોગેશ સમસીજીના શિષ્ય છે. તેમણે અનેક ગાયક નૃત્યના કલાકારો સાથે તબલા સંગત કરી અને સોલો તબલાવાદન પણ રજુ કરેલ છે. અંકુર મદની (ડી-જેમ્બે): સૌરાષ્ટ્રના અને હાલમાં સુરત સ્થાયી થએલા અંકુર મદની તાલ ત્રિવેણી ગ્રુપના ડી-જેમ્બે કલાકાર છે. તેઓ પં. તૌફિક કુરેશીના શિષ્ય છે. તેઓ શાષાીય, રોક, પોપ, જાઝ જેવી સંગીતની વિવિધ શૈલીઓથી પરિચિત છે. ધવલ મિષાી (પખાવજ): ભારતના વરિષ્ઠ પખાવજવાદકોમાં નામના ધરાવતા પં. માણેક મુંડેજીના શિષ્ય છે. તેઓ બરોડામાં સ્થાયી થયેલા અને પેઢીઓથી વાજીંત્રો બનાવવાની પરંપરા સાથે જોડાયેલા છે. જયેશ મકવાણા (હાર્મોનિયમ): તાલ ત્રિવેણી ગ્રુપના કલાકારોમાં રાજકોટના જયેશ મકવાણા હાર્મોનિયમ વાદક છે.
સેશન ૦૨: કલાકારોઃ
પં. રિતેશ અને પં. રજાનિશ રાજન મિશ્રા (ગાયન): પં. રિતેશ મિશ્રા અને પં. રજનીશ મિશ્રા એ બનારસ ઘરાનાના દિગ્ગજ, પદ્મ ભૂષણ પિતા સ્વ. પંડિત રાજન મિશ્રા અને કાકા પંડિત સાજન મિશ્રાના માર્ગદર્શન હેઠળ ગાયકીની તાલીમ કરી છે. તેઓ મહાન સંગીતકારોના પરિવારની છઠ્ઠી પેઢીમાંથી આવતા અને જોડીમાં કલા પ્રસ્તુત કરનાર આ બન્ને કલાકારોનું ભારતીય રાગનું સમૃદ્ધ જ્ઞાન ધરાવે છે. તેઓ ગ્રેમિ એવોર્ડ માટે પણ નોમિનેટેડ થયેલા છે. યુવાનોમાં સંગીતનો પ્રચાર અને પ્રસાર થાય તે માટે સ્પિકમેકે જેવી સંસ્થા સાથે જોડાયેલા છે. નિરજ ધોળકિયા (તબલા): રાજકોટના જાણીતા કલાકાર નિરજ ધોળકિયા પં. યોગેશ સમસીજીની પરંપરામાં શ્રી ચંદ્રશેખર ગાંધી પાસે તબલાની તાલીમ લઈ રહ્યા છે. છેલ્લા ૨૦ વર્ષથી રાજકોટ ખાતે તાલીમ આપી રહ્યા છે. તેમણે રાજન મિશ્રાજી, આચાર્ય ગોકુલોત્સવજી, પદ્મભુષણ પં. કલારામનાથ જેવા મૂર્ધન્ય કલાકારો સાથે સંગત કરી ચુક્યા છે. પલાશ ધોળકિયા (હાર્મોનિયમ): રાજકોટમાં સંગીત ક્ષેત્રે ખુબ કાર્યરત એવા પલાશ ધોળકિયા હાલમાં પં. અજય ચક્રવર્તીજી પાસે ગાયનની તાલીમ લઈ રહ્યા છે. સંગીતના પ્રસાર પ્રચાર માટે છેલ્લા ૧૦ વર્ષથી વધારે સમયથી રાજકોટ ખાતે અનેક વિધાર્થીઓ ને શાષાીય ગાયન ની તાલીમ આપી રહ્યા છે.
(2:46 PM IST)










