<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 5th January 2026

ખોખડદળ પાસે સ્‍ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા કાર પલટી ખાઇ રીક્ષા ઉપર પડીઃ ચાલકને ઇજા

રીક્ષા ચાલક અશ્વીનભાઇ લીંબાણીને ખાનગી હોસ્‍પિટલમાં ખસેડાયાઃ આજીડેમ પોલીસે તપાસ હાથધરી

રાજકોટઃ કોઠારીયા ગામમાં આવેલી ગોવિંદગ્રીન સોસાયટીમાં રહેતા અશ્વીનભાઇ વલ્લભભાઇ લીંબાણી (ઉ.વ.૫૭) ગઇકાલે સાંજે પોતાની રીક્ષાલઇને લોઠડાથી પોતાના ઘરે જતા હતા. ત્‍યારે ખોખડદળ ગામ નજીક  આવેલા એચપીના પેટ્રોલપંપ પાસે સામે લોઠડા તરફ પુરઝડપે જતી કારના ચાલકે સ્‍ટીપરીંગ પરનો કાબુગુમાવતા કાર પલ્‍ટી  ખાઇ રીક્ષ ઉપર પડતા અકસ્‍માત સર્જાયો હતો. જયારે રીક્ષા ચાલક અશ્વીનભાઇને માથાના ભાગે તથા હાથ અને પગના ભાગે ઇજા થઇ હતી. અકસ્‍માતમાં બંને વાહનોનો બુક્‍ડો બોલી ગયા હતા. બાદ કોઇએ ૧૦૮માં જણા કરતા ૧૦૮ની ટીમે સ્‍થળપર પહોંચી ઇજાગ્રસ્‍ત અશ્વીનભાઇને સારવાર માટે દોશી હોસ્‍પિટલમાં ખસેડાયા હતા બનાવની જાણ થતા આજીડેમ  પોલીસ મથકના હેડકોન્‍સ હેમંતભાઇ ધરજીયા તથા રાઇટર જયપાલ ભાઇએ સ્‍થળપર અને હોસ્‍પિટલે પહોંચી રીક્ષાચાલકનું નીવેદન લેવાની કાર્યવાહી કરી હતી આ મામલે ઇજાગ્રસ્‍ત રીક્ષાચાલકે ફરીયાદ ન કરવા અંગે પોલીસને જણાવ્‍યું હતું. (તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)

(3:50 PM IST)