<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 5th January 2026

નાગેશ્વર બસ સ્‍ટોપ પાસે ‘હિટ એન્‍ડ રન': એલઆઇસી એજન્‍ટ પુજાબેનને ગંભીર ઇજા

ડમ્‍પરનો ચાલક એક્‍ટીવાને ઉલાળી ભાગી ગયોઃ પુજાબેનનો હાથ ભાંગી ગયો, આંખ ઉપર અને પગમાં પણ ઇજાઃ ડમ્‍પર પાછળ ‘આહિર' લખેલું હતું: ગાંધીગ્રામ પોલીસે તપાસ હાથ ધરી

રાજકોટ તા. ૫: શહેરના જામનગર રોડ પર નાગેશ્વર બસ સ્‍ટોપ પાસે  હિટ એન્‍ડ રનની ઘટના બની હતી. આ અકસ્‍માતમાં બ્‍લોક નં. ૮૯, પ્રમુખ સ્‍વામિ પાર્ક, રેલનગર ખાતે રહેતા અને એલઆઇસી એજન્‍ટ તરીકે કામ કરતા ૩૦ વર્ષીય પુજાબેન કળણાલભાઈ સરવૈયાને ઇજાઓ થઇ છે. અકસ્‍માત બાદ નાશી છુટેલા ડમ્‍પરચાલક સામે ગુનો દાખલ થયો છે.

 જાણવા મળ્‍યા મુજબ પુજાબેન  તા.૩ના બપોરે આશરે સવા બારેક વાગ્‍યે પોતાનું એક્‍ટિવા નં. જીજે૦૩પીએચ-૭૧૧૮ લઈને નાગેશ્વર વિસ્‍તારથી પોતાના ઘરે જઈ રહ્યા હતા. આ દરમિયાન નાગેશ્વર બસ સ્‍ટોપ પાસે પાછળથી પૂરઝડપે અને ગફલતભરી રીતે આવી રહેલા એક ડમ્‍પર ચાલકે એક્‍ટિવાને પાછળના ભાગે ટક્કર મારી હતી. આથી પુજાબેન એક્‍ટિવા સાથે રોડ પર પટકાયા હતા અને ડમ્‍પર ચાલક તેમને જમણી બાજુએ ઘસીને નાસી છૂટયો હતો. પુજાબેનને જમણા હાથની કોણીના ભાગે ફેક્‍ચર થઇ ગયું હતું. તેમજ જમણી આંખની ઉપર અને જમણા પગના પંજાના ભાગે પણ ઈજાઓ પહોંચી છે. અકસ્‍માત બાદ રાહદારીઓએ ૧૦૮ એમ્‍બ્‍યુલન્‍સને જાણ કરતા તેમને તાત્‍કાલિક સિવિલ હોસ્‍પિટલના ઇમરજન્‍સી વોર્ડમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્‍યા હતા.

ઘટના સ્‍થળે હાજર એક જાગળત નાગરિકે ભાગી રહેલા ડમ્‍પરનો ફોટો પાડી લીધો હતો. ફરિયાદમાં જણાવ્‍યા મુજબ, આ ડમ્‍પર પર પાછળના ભાગે ગુજરાતીમાં ‘આહિર' લખેલું છે અને તેના પર કોઈ નંબર પ્‍લેટ લાગેલી નહોતી. ગાંધીગ્રામના હેડકોન્‍સ. મિહીરસિંહ બારડે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે

(3:09 PM IST)