<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 5th January 2026

ભગવતીપરામાં ૨૫ વર્ષના હિરેન ગોહેલનો ફાંસો ખાઇ આપઘાત

સવારે મોડે સુધી ન જાગતાં દરવાજો તોડીને જોતાં લટકતો મળ્‍યોઃ હોસ્‍પિટલમાં મૃતદેહ જ પહોંચ્‍યોઃ કારણ જાણવા તપાસ યથાવત

રાજકોટ તા. ૫: આત્‍મહત્‍યાના વધુ એક બનાવમાં ભગવતીપરામાં રહેતાં અને વર્કશોપમાં કામ કરતાં  યુવાને ગળાફાંસો ખાઇ મોત મેળવી લેતાં પરિવારમાં ગમગીની છવાઇ ગઇ છે.

જાણવા મળ્‍યા મુજબ ભગવતપીરા શેરી નં. ૧૦માં રહેતાં હિરેનભાઇ જગદીશભાઇ ગોહેલ (ઉ.વ.૨૫) નામના યુવાને સવારે ઘરે મફલર વડે ગળાફાંસો ખાઇ લેતાં બેભાન હાલતમાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયેલ. પરંતુ અહિ મૃતદેહ જ પહોંચ્‍યાનું તબિબે જાહેર કરતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે બી-ડિવીઝન પોલીસને જાણ કરતાં એએસઆઇ કુલદીપસિંહ ગોહિલે જરૂરી કાર્યવાહી કરી હતી.

પોલીસ તપાસમાં ખુલ્‍યા મુજબ આપઘાત કરનાર હિરેનભાઇ રાતે પોતાના રૂમમાં સુવા ગયો હતો. મોડી સવાર સુધી નહિ જાગતાં પરિવારજનોએ દરવાજો વારંવાર ખખડાવ્‍યો હતો. પરંતુ દરવાજો નહિ ખોલતાં તોડીને જોતાં તે લટકતી હાલતમાં મળતાં અરેરાટી વ્‍યાપી ગઇ હતી. તેને બેભાન હાલતમાં હોસ્‍પિટલમાં ખસેડયો હતો. પરંતુ અહિ મૃતદેહ જ પહોંચ્‍યો હતો.

આપઘાત કરનાર હિરેનભાઇ બે ભાઇમાં નાનો અને અપરિણીત હતો. તે સુઝુકીના વર્કશોપમાં કામ કરતો હતો. પરિવારજનો પણ હાલ કારણ જાણતાં ન હોઇ પોલીસે તપાસ યથાવત રાખી છે. મૃતકના મોબાઇલ ફોનને આધારે પણ તપાસ કરવામાં આવશે. આ બનાવથી પરિાવરમાં શોક છવાઇ ગયો છે

(4:00 PM IST)