તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 5th January 2026
પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાના નામે બબ્બે ફેક ફેસબૂક એકાઉન્ટ બની ગયા!
અલગ અલગ લોકોને ફ્રેન્ડ રિક્વેસ્ટ મળીઃ ડીસીપી ક્રાઇમ દ્વારા તપાસ શરૂ થઇ

રાજકોટ તા. ૫: સાયબર ગઠીયાઓ ગમે તેના નામે સોશિયલ મિડીયા એકાઉન્ટ બનાવી નાખતા હોય છે. દરમિયાન રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રિજેશકુમાર ઝાના નામે નકલી ફેસબૂક એકાઉન્ટ બન્યું છે. આવુ એક નહિ પણ બબ્બે ફેસબૂક એકાઉન્ટ બની જતાં તપાસ શરૂ થઇ છે. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાએ આ અંગે લોકોને સાવચેત રહેવા અનુરોધ કર્યો છે. અલગ અલગ લોકોને આ નકલી ફેસબૂક એકાઉન્ટમાંથી ફ્રેન્ડ રીક્વેસ્ટ મળી હતી.
બબ્બે નકલી ફેસબૂક એકાઉન્ટ બન્યાની જાણ પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાને થતાં સાયબર ક્રાઇમને જાણ કરી હતી. તેમણે જેને પણ આવી ફ્રેન્ડ રીક્વેસ્ટ તેમના નામે મળે તે એક્સેપ્ટ નહિ કરવા જણાવ્યું છે. સાયબર ક્રાઇમ પોલીસ તપાસ કરી રહી છે. ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવાએ ફેક આઇડીની વિગતો મંગાવી તપાસ શરૂ કરાવી છે.
(4:37 PM IST)










