<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 5th January 2026

રાજયમાં દરરોજ હવે ૪પ૦ ઉદ્યોગકારોને સબસીડી અપાય છે : હર્ષ સંઘવી

વાયબ્રન્‍ટ ગુજરાત સંદર્ભે કલેકટર કચેરી ખાતે ઉદ્યોગકારો સાથે બેઠક : સરકાર હંમેશા ઉદ્યોગની સાથે ઉભી રહેશે : ખાત્રી આપી ઉદ્યોગકારોને ૯પ૬ કરોડની સબસીડી તથા ૬૬૧ કરોડના મંજુરી પત્રોનું વિતરણ : વાયબ્રન્‍ટ સૌરાષ્‍ટ્રથી ઉદ્યોગોને વધુ મોટુ પ્‍લેટફોર્મ મળશે આખુ ઔદ્યોગિક ડીપાર્ટમેન્‍ટ સચિવો-હાઇલેવલ અધિકારીઓ ઉદ્યોગપતિઓના પ્રશ્‍નો સાંભળવા રાજકોટ આવ્‍યા તે પ્રથમ ઘટના

રાજકોટ, તા., ૫ : નાયબ મુખ્‍યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ આજે રાજકોટ ખાતે સૌરાષ્‍ટ્ર-કચ્‍છના અગ્રણી ઉદ્યોગકારો સાથે સંવાદ કર્યો હતો. જેમાં તેમણે રાજ્‍યના સર્વાંગી વિકાસના હેતુસર મુખ્‍યમંત્રી શ્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલના નેતળત્‍વમાં ગુજરાત સરકાર હંમેશા ઉદ્યોગોની સાથે ઊભી હોવાની ખાતરી આપી હતી.

નાયબ મુખ્‍યમંત્રીશ્રીએ આ તકે વાઇબ્રન્‍ટ ગુજરાત રિજનલ કોન્‍ફરન્‍સ જેવા પ્‍લેટફોર્મ થકી રાજ્‍યમાં રોકાણ વધારવા અને ગુજરાતના વિકાસને પાંખો આપવા ઉદ્યોગકારોને આહવાન કર્યું હતું.

રાજકોટ જિલ્લા ક્‍લેક્‍ટર કચેરી ખાતે સંવાદ કાર્યક્રમમાં શ્રી હર્ષભાઈ સંઘવીએ ઉદ્યોગકારોને સંબોધતા કહ્યું હતું કે, રાજ્‍યના ઉદ્યોગકારો સાહસ અને રોકાણ કરીને હજારો, લાખો યુવાનોના સપના સાકાર કરે છે, ત્‍યારે રાજ્‍ય સરકાર પણ ઉદ્યોગકારોના પ્રશ્નો હલ કરીને, તેઓ સરળતાથી રોકાણ, ઉત્‍પાદન કરીને ઉદ્યોગ ધંધાનો વિકાસ કરી શકે તે દિશામાં આગવા અભિગમ સાથે પ્રયત્‍નશીલ છે.

તેમણે કહ્યું હતું કે, રાજકોટ એ ગુજરાતનું ગ્રોથ એન્‍જિન છે જ. રાજકોટ હાલ રોકાણ, ઈન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર સહિતના મુદ્દે રોકેટ ગતિએ ઊડી રહ્યું છે. આગામી દિવસોમાં વાઇબ્રન્‍ટ ગુજરાત રિજનલ કોન્‍ફરન્‍સ રાજકોટમાં થવા જઈ રહી છે અને ૧૧મી જાન્‍યુઆરીએ વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદી તેનો પ્રારંભ કરાવવાના છે. આ કોન્‍ફરન્‍સથી રાજકોટ અને સૌરાષ્‍ટ્ર-કચ્‍છના ઉદ્યોગોને બહુ મોટું પ્‍લેટફોર્મ અને બુસ્‍ટ મળશે.

ઉદ્યોગોના હિત માટે રાજ્‍યના ઉદ્યોગ વિભાગ દ્વારા થઈ રહેલી કામગીરીને બિરદાવતા તેમણે કહ્યું હતું કે, અગાઉ રોજ ૨૨૫ જેટલા ઉદ્યોગકારોને સબસીડી અપાતી, હવે રોજ ૪૫૦ સબસીડી મંજૂર કરાય છે અને આગામી દિવસોમાં રોજની ૭૦૦ સબસીડીની મંજૂરી સુધી પહોંચવાનો લક્ષ્યાંક છે.

આ બેઠકનો ધ્‍યેય સ્‍પષ્ટ કરતા તેમણે કહ્યું હતું કે, ઉદ્યોગકારોને તેમના પ્રશ્નો કે રજૂઆતો માટે ગાંધીનગર સુધી આવવું ના પડે, તેમના નાના મોટા પ્રશ્નો તત્‍કાલ નિકાલ કરી શકાય તે માટે સરકાર વિવિધ વિભાગો સાથે તમારે દ્વાર આવી છે.

આ તકે રાજકોટના પ્રભારી મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ સંબોધન કરતા જણાવ્‍યું હતું કે, રાજકોટ એ રાજ્‍યનો અત્‍યંત મહત્‍વનો ઔદ્યોગિક ગઢ છે. સ્‍થાનિક ધારાસભ્‍યો અને લોકપ્રતિનિધિઓ ઉદ્યોગ જગતના નાના-મોટા પ્રશ્નોના નિરાકરણ માટે મુખ્‍યમંત્રીશ્રી અને સરકાર સમક્ષ સતત જાગળત રહી રજૂઆતો કરતા રહે છે, જે રાજકોટની વિકાસયાત્રાને વેગ આપી રહી છે. મંત્રીશ્રીએ નાયબ મુખ્‍યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીનો આભાર વ્‍યક્‍ત કરતા ઉમેર્યું હતું કે, આ કદાચ પ્રથમ એવી ઘટના છે જ્‍યારે આખું ઇન્‍ડસ્‍ટ્રી ડિપાર્ટમેન્‍ટ, તેના ઉચ્‍ચ સચિવો અને તમામ વરિષ્ઠ અધિકારીગણ સૌરાષ્‍ટ્ર કચ્‍છ સહિત રાજકોટના ઉદ્યોગપતિઓના પ્રશ્નોને રૂબરૂ સાંભળવા અને સ્‍થળ પર જ નિરાકરણ લાવવા માટે ઉપસ્‍થિત રહ્યા છે. જે સરકારની ઉદ્યોગો પ્રત્‍યેની સંવેદનશીલતા અને સકારાત્‍મક અભિગમ દર્શાવે છે.

ઉદ્યોગ અને ખાણ વિભાગના અધિક મુખ્‍ય સચિવ સુશ્રી મમતા વર્મા દ્વારા શાબ્‍દિક સ્‍વાગત સાથે કાર્યક્રમની વિસ્‍તળત રૂપરેખા રજૂ કરી હતી. જ્‍યારે રાજકોટ જિલ્લા કલેકટરશ્રી ડો.ઓમ પ્રકાશે આભારવિધિ કરી હતી.

જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી પ્રવિણાબેન રંગાણી, સાંસદ શ્રી કેસરીદેવસિંહ ઝાલા, ધારાસભ્‍યો સર્વશ્રી ઉદયભાઈ કાનગડ, શ્રી રમેશભાઈ ટીલાળા, ડો. મહેન્‍દ્રભાઈ પાડલીયા, શ્રીમતી ભાનુબેન બાબરીયા, ડો. દર્શિતાબેન શાહ, શ્રી દુર્લભજીભાઈ દેથરીયા, પૂર્વ સાંસદ શ્રી રમેશભાઈ ધડુક, શ્રી માધવભાઈ દવે સહિતના અગ્રણીઓ, મહેસૂલ વિભાગના અધિક મુખ્‍ય સચિવ સુશ્રી જયંતિ રવિ, ઉદ્યોગ કમિશનર શ્રી પી.સ્‍વરૂપ, રેન્‍જ આઈ.જી. શ્રી અશોક યાદવ, સૂક્ષ્મ, લઘુ અને મધ્‍યમ ઉદ્યોગ કમિશનર શ્રી સંદીપ સાંગલે, જિઓલોજી અને માઈનિંગ કમિશનરશ્રી, જીઆઈડીસીના એમ.ડી. સુશ્રી પ્રવિણા ડી.કે. , સેટલમેન્‍ટ કમિશનર શ્રી બિજલ શાહ, મ્‍યુનિસિપલ કમિશનર શ્રી તુષાર સુમેરા, જી.પી.સી.બી. કમિશનરશ્રી, ઈન્‍ડેક્‍સબી એમ.ડી. શ્રી કે.સી. સંપટ, જિલ્લા કલેકટર શ્રી ડો. ઓમપ્રકાશ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી અનંદુ સુરેશ ગોવિંદ સહિતના વરિષ્ઠ અધિકારીશ્રીઓ તેમજ સૌરાષ્‍ટ્ર કચ્‍છના અગ્રગણ્‍ય ઉદ્યોગકારો મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા.

(4:08 PM IST)