તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 5th January 2026
નાયબ મુખ્યમંત્રી બન્યા બાદ પ્રથમ વખત રાજકોટ આવતા હર્ષ સંઘવીનું ઉષ્માભર્યું સ્વાગત
કૃષિમંત્રી જીતુભાઇ વાઘાણી, પ્રદેશ નવનિયુકત ઉપાધ્યક્ષ અને પુર્વ સાંસદ રમેશભાઇ ધડકુ, પ્રદેશ નવનિયુકત સહકોષાધ્યક્ષ અને પૂર્વ સાંસદ મોહનભાઇ કુંડરીયાની ઉપસ્થિતિમાં રાજકોટ ભાજપના આગેવાનો દ્વારા ભાવભર્યો આવકાર

રાજકોટ : ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજયના મંત્રીઓની ફેર નિયુકિત બાદ નાયબ મુખ્યમંત્રી તરીકે હર્ષભાઇ સંઘવીની નિયુકિત થતાં તેઓએ પ્રથમવાર નાયબ મુખ્યમંત્રી તરીકે રાજકોટ શહેરની શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ તકે કૃષિમંત્રી જીતુભાઇ વાઘાણી, પ્રદેશ નવનિયુકત ઉપાધ્યક્ષ અને પુર્વ સાંસદ રમેશભાઇ ધડકુ, પ્રદેશ નવનિયુકત સહકોષાધ્યક્ષ અને પૂર્વ સાંસદ મોહનભાઇ કુંડરીયાની ઉપસ્થિતિમા રાજકોટ શહેર પ્રમુખ ડો. માધવ દવે, રાજકોટ જીલ્લા પ્રમુખ અલ્પેશભાઇ ઢોલરીયા, સૌરાષ્ટ્ર ભાજપ પ્રવકતા રાજુભાઇ ધ્રુવ, ધારાસભ્ય ઉદયભાઇ કાનગડ, ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહ, ધારાસભ્ય રમેશભાઇ ટીલાળા, પૂર્વ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયા, મેયર નયનાબેન પેઢડીયા, જીલ્લા પ્રમુખ પ્રવિણાબેન રંગાણી સહિતનાએ બુકે આપી સ્વાગત કરવામાં આવલ હતું. આ તકે પૂર્વ પ્રમુખ મુકેશભાઇ દોશી, કમલેશભાઇ મીરાણી, ધનસુખભાઇ ભંડેરી, શહેર મહામંત્રી અશ્વિનભાઇ મોલીયા, શિક્ષણ સમિતિના ચેરમેન વિક્રમભાઇ પૂજારા, ડે. મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન જયમીનભાઇ ઠાકર, દંડક નેતા મનીષભાઇ રાડીયા, શાસક પક્ષ નેતા લીલુબને જાદવ સહિતનાએ હર્ષભાઇ સંઘવીનું રાજકોટના સરકીટ હાઉસ ખાતે બુકે આપી સ્વાગત કરવામાં આવેલ હતું.
(4:10 PM IST)










