News of Tuesday, 6th January 2026
રાજકોટમાં ૧૧.૪ ડીગ્રી : ઠારના લીધે ઠંડીની અસર વધુ
શહેરીજનો ઠંડીમાં ઠુઠવાયા, આ અઠવાડીયે પણ ઠંડીમાં વધઘટ રહેશે : હવામાન ખાતુ

રાજકોટ : આ વખતે જોઇએ તેવી ઠંડીનો માહોલ જામ્યો નથી. ગત અઠવાડીયે બે દીવસ તાપમાન સિંગલ ડીજીટમાં નોંધાયેલ. દર વખતે ડીસેમ્બરના મધ્યથી અને તેના આખરી દિવસોમાં ઠંડી ભુક્કા કાઢપી હોય છે. પણ ગત થર્ટીફર્સ્ટના પણ સામાન્ય ઠંડીનો અહેસાસ થતો હતો.
રાજકોટ શહેરમાં આજે ૧૧.૪ ડીગ્રી તાપમાન નોંધાયેલ છે. ઠાર અને ફૂંકાતા ઠંડા પવનના કારણે ઠંડીની અસર વધુ વર્તાઇ રહી છે. લોકો ગરમવષાોમાં જ જોવા મળી રહ્યા છે. ખાસ કરીને સવારે અને રાત્રીના ઠંડીની અસર વધુ જોવા મળી રહી છે. કડકડતી ઠંડીના પગલે વ્હેલી સવારે શાળાએ જતાં વિદ્યાર્થીઓ અને ધંધાદારીઓને ભારે પરેશાનીનો સામનો કરવો પડયો હતો.
હવામાન ખાતાના સુત્રો જણાવે છે કે વેસ્ટર્ન ડિસ્ટબેન્સની અસરથી પહાડી વિસ્તારોમાં થયેલ હિમવર્ષાના પગલે તેના ઠંડા પવનો ગુજરાત ઉપરથી પસાર થઇ રહ્યા હોય ઠંડીમાં વધારો થયો છે. આ અઠવાડીયામાં પણ ઠંડીમાં વધઘટ રહેશે.(૪૧.૨)
(10:59 AM IST)










