તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Tuesday, 6th January 2026
ન્યારા સદ્ગુરૂદેવ ધ્યાન મંદિર ખાતે ચાલતી ભાગવત કથામાં ભગવાન મુરલી મનોહરના જયઘોષ
શ્રી કૃષ્ણના બાલચરિત્ર, માખણ ચોરના પ્રસંગે ગોવર્ધનધારી ઉપર ભકતજનોની પુષ્પવૃષ્ટિ : મીરાબેન ભટ્ટ અને શ્યામસુંદરદાસજી મહારાજ મધુર સંગીતમય શૈલીમાં સમુહપાઠ અને કથાવાણીનો અમૃત લાભ મેળવી ભકતજનો ઝુમી ઉઠયાઃ દરરોજ આરતી-પૂજન, સમુહ પ્રસાદનું ભવ્ય આયોજન

રાજકોટ, તા. ૬ : રાજકોટ શહેરની ભાગોળે આવેલ ન્યારા ગામે શ્રી સદ્્ગુરૂ ધ્યાનમંદિર ટ્રસ્ટ દ્વારા પરમપુજય શ્રી રણછોડદાસજી મહારાજની અસીમ કૃપાથી ગત તા. ૩૧ ડીસેમ્બરથી શ્રી રામ ચરિત માનસ સમુહ પાઠ અને ભાગવત કથાનું આયોજન કરવામાં આવેલ છે.
આ કાર્યક્રમમાં શ્રી રામચરિત માનસ સમુહ પાઠનું પઠન વ્યાસપીઠ ઉપરથી વિદ્વાન રામાયણી શ્રી શ્યામસુંદરદાસજી મહારાજની સંગીતમાં મધુરશૈલીમાં સમુહપાઠ કરી રહ્યા છે. જયારે શ્રીમદ ભાગવત કથાનું વ્યાસપીઠ ઉપરથી કથાકાર પુજયશ્રી મીરાબેન ભટ્ટની મધુરવાણીમાં કથાનું વાંચન થઇ રહ્યું છે.
કથાના એક જ મંડપ નીચે બે મહાન ગ્રંથોના શ્રવણનો લાભ શ્રોતાઓને મળી રહ્યો છે. શ્રી રામજન્મ સાથે કપિલ પ્રાગટયની ઉજવણી થયા બાદ ગઇકાલે કૃષ્ણ જન્મોત્સવ, નૃસિંહ પ્રાગટય વામન ભગવાનના પ્રાગટયોની ભવ્ય પ્રતિકૃતિઓ સાથે ઉજવણી કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં બપોરના રોજ મહાપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે. આ માટે શ્રી રાજુભાઇ માનસતા હરગોવિંદભાઇ બગડાઇ અને રમેશભાઇ પીપળીયા જહેમત ઉઠાવી રહ્યા છે. તેમજ તેઓની સાથે અન્ય ટ્રસ્ટીઓ રાજુભાઇ નથવાણી ભાવેશભાઇ, માનસાતા, ભાવેશભાઇ પાબારી ભાવેશભાઇ તન્ના, જતિનભાઇ માનસાતા તેમજ ન્યારાની સ્થાનિક સમિતિના સભ્યો જહેમત ઉઠાવી રહ્યા છે.
આ કથાની પૂર્ણાહુતિ તા. ૯ જાન્યુઆરીએ થનાર છે. દરમ્યાન દરરોજ ભકિતમય વાતાવરણમાં સમુહપાઠ અને કથાનું વાંચન થઇ રહ્યું છે. ન્યારા ગામ તેમજ આજુબાજુ ગામના લોકો આ ભકિતમય કાર્યક્રમનો મોટી સંખ્યામાં લાભ લઇ રહ્યા છે. શ્રી સદ્્ગુરૂ ધ્યાન મંદિર ટ્રસ્ટ- ન્યારા દ્વારા શ્રીમદ ભાગવત નવાન્હ પારાયણનું આયોજન કરેલ. તે અંતર્ગત ગઇકાલે શ્રી કૃષ્ણ ભગવાન બાલચરિત્રનું વર્ણન કથાકાર મીરાબેન ભટ્ટે કરેલ જેમાં માખણચોર ભગવાન મંદિર મુરલી મનોહરના જયઘોષ સાથે પુષ્ટિ વર્ષા કરવામાં આવેલ હતી. ત્યારબાદ ગીરધર ગોર્વધનધારી કૃષ્ણ ભગવાનનું વૃતાંત તેમજ રાધાજી રાસ-રમણ અદ્્ભૂત દર્શનનો લાભ ગુરૂભકતોને મળેલ હતો.
છેલ્લે સત્રના અંતે શ્રી કૃષ્ણ જન્મોત્સવ ભગવાન નંદલાલનો મહાઉત્સવ ‘‘નંદ ઘરે આનંદ ભયો જય કનૈયા લાલકી'' ના નાદ સાથે અને વકતા શ્રી મીરાબેન ભટ્ટ દ્વારા આનંદમયી વાણી તેમજ વાજીંત્રોના અને શંખ ધ્વનિના નાદ સાથે ભવ્યાતિ ભવ્ય રીતે ઉજવણી થયેલ.
ઉપરોકત ત્રણેય મહોત્સવ દરમ્યાન શ્રોતાગણ ભાવવિભોર થયેલ અને આનંદ સાથે રાસલીલા કરી અને મહોત્સવનો આસ્વાદ માણેલ હતો. પાંચમાં દિવસે પૂ. શ્યામસુંદર મહારાજશ્રીએ સંગીતભય શૈલીમાં રામાયણનું પઠન કરેલ. દરેક ભકતજનોએ ભાવવિભોર થઇને હર્ષોલ્લાસ સાથે પ્રસંગોની ઉજવણી કરી હતી તેમજ પૂ. જયરામદાસજી મહારાજ, તેમજ મીરાબેન ભટ્ટ ઉપર ગુરૂભકતજનોએ પુષ્ય વર્ષા કરી આશીર્વચન મેળવેલ હતા. શ્રી સદ્્ગુરૂ ધ્યાન મંદિર ટ્રસ્ટ - ન્યારા દ્વારા આયોજીત શ્રી રામ ચરિત માનસ સમુહ પઠન પુજય વકતા શ્રી શ્યામ સુંદરદાસજી મહારાજ દ્વારા સુમધૂર શૈલીમાં ભકતજનોને રસપાન કરાવેલ. તે અંતર્ગત શ્રી રામ અર્ચના પુજન મહોત્સવનું આયોજન કરેલ અને પૂજય શ્રી જયરામદાસજી મહારાજના સાનિધ્યમાં શ્રી રામ પ્રભુના જયઘોષ સાથે પૂજન વિધિ પવિત્ર બ્રાહ્મણો દ્વારા વિધિવત, શાષાોકત મંત્ર દ્વારા થયેલ અને પૂજય ગુરૂદેવ ત્થા ઇષ્ટદેવ શ્રી રામપ્રભુની આરતી કરી સમાપન કરેલ. (૯.૧૩)
(1:22 PM IST)










