News of Tuesday, 6th January 2026
રાજકોટ યાર્ડમાં મગફળીની વધુ ૧.૭૧ લાખ મણની આવક

રાજકોટઃ રાજકોટ યાર્ડમાં આજે મગફળીની વધુ ૧.૭૧ લાખ મણની જંગી આવક થઇ હતી. યાર્ડમાં વિવિધ જણસી ભરેલા ૧રપ૦ થી વાહનોની યાર્ડ પાસે કતારો લાગી હતી. મગફળી ઉપરાંત કપાસની ૮પ૦૦ મણ, સોયાબીન ૩પ૦૦ મણ, અડદ ૧૯૦૦ મણ, ઘઉં ૭ર૦૦ મણ, ચણા પ૮૦૦ મણ, મગ ૩૪૦૦ મણ, લસણ ૪૩૦૦ મણ, શિંગફાડા પ૦૦૦ મણ, સફેદ તલ ૪૦૦૦ મણ, જીરૂ ૩૦૦૦ મણ તથા કાળા તલની ૪૦૦ મણની આવક થઇ હતી. યાર્ડના ચેરમેન જયેશભાઇ બોઘરા, વા. ચેરમેન, ડીરેકટરો તથા યાર્ડના સ્ટાફ દ્વારા ઉતરાઇની વ્યવસ્થા કરવામાં આવી હતી. તસ્વીરમાં મગફળી અને કપાસના ઢગલા નજરે પડે છે
(1:58 PM IST)










