તા. ૧૦ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ - ૯, રવિવાર
News of Tuesday, 6th January 2026
રાજકોટમાં ૧૦ થી ર૦ જાન્યુ. સુધી કરૂણા અભિયાનઃ કુલ ૩૦ કલેકશન સેન્ટર-સારવાર કેન્દ્રોઃ ૬૧ ડોકટરો ખડેપગે રહેશે
પ૦ જેટલા વન કર્મચારીઓ જોડાશેઃ પક્ષીઓનો જીવ બચાવવા એડી. કલેકટરની તમામને ખાસ અપીલ ચાઇનીઝ દોરાનો ઉપયોગ-સંગ્રહ-વેચાણ કરનારાઓ ઉપર દરોડા પાડવા આદેશો

રાજકોટ તા. ૬ :.. ઉત્તરાયણના પર્વ પર પતંગના દોરાથી ઘવાયેલા પક્ષીઓને બચાવવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં રાજ્યભરમાં ૧૦ થી ૨૦ જાન્યુઆરી સુધી કરુણા અભિયાન કાર્યરત થશે. જે અંતર્ગત રાજકોટ નિવાસી અધિક કલેક્ટરશ્રી એન.કે.મુછારના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી. આ તકે અધિક જિલ્લા કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે, તમામ એમ્બ્યુલન્સમાં જરૂરી સામગ્રી રાખવામાં આવે. આપણી દોરી અને આપણી મજા અબોલ પક્ષીઓ માટે સજારૂપ ન બને તેની ખાસ તકેદારી રાખવી જોઈએ. સારવાર કરતા સંભાળ ભલી હોય છે. રાતના સમયે ફોડવામાં આવતા ફટાકડાથી પણ પક્ષીઓ અસર પામતા હોય છે. ‘વસુધૈવ કુટુંબકમ'ની ભાવના સાથે તમામ વિભાગોને આ મુદ્દે સંવેદનાસભર કામગીરી કરવા તેમણે અનુરોધ કર્યો હતો. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ચાઈનીઝ દોરાનો ઉપયોગ કે સંગ્રહ કરવો પ્રતિબંધિત છે. જો કોઈ વ્યક્તિ કે દુકાનદાર ચાઈનીઝ જેવા દોરાનો ઉપયોગ, સંગ્રહ કે વેચાણ કરતા જણાશે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરાશે. તંત્ર દ્વારા આ માટે આગામી સમયમાં ખાસ ડ્રાઇવ પણ યોજાશે.ઉત્તરાયણ પછી પણ ઝાડ કે વીજ વાયરોમાં પતંગો અને દોરા ફસાતા હોય છે જેના પગલે કરંટ લાગતા પક્ષીઓ ઘાયલ થતા હોય છે અને મળત્યુ પામતા હોય છે ત્યારે તેની પણ ખાસ કાળજી રાખવામાં આવે, તે જરૂરી છે.
કરુણા અભિયાન ૨૦૨૬ માટે જિલ્લામાં ૧૯૬૨ હેલ્પ લાઇનની ૨૯ એમ્બ્યુલન્સ કાર્યરત છે જ્યારે રાજકોટ શહેરમાં ૨ એમ્બ્યુલન્સ કાર્યરત છે.રાજકોટ જિલ્લામાં ૮ અને શહેરમાં ૧૫ સહિત ૩૦ કલેક્શન સેન્ટર અને સારવાર કેંદ્રો કાર્યરત રહેશે. ઘાયલ પક્ષીઓની સારવાર માટે કુલ ૬૧ તબીબો કાર્યરત રહેશે. આ કાર્યમાં ૫૦ જેટલા વનકર્મીઓ જોડાશે તેમજ ૧૨ બિન સરકારી સંસ્થાઓ પણ સહભાગી બનશે. રાજકોટ શહેરમાં ૨૨૦ તથા તાલુકામાં ૧૩૦ સેવાભાવી સ્વયંસેવકો પણ જોડાશે.
વન વિભાગનો હેલ્પ લાઇન નંબરઃ-૧૯૨૬ અથવા ૮૧૪૧૭૭૦૨૭૨ અથવા ‘Karuna’ ટાઇપ કરીને મોકલવાથી ગુજરાત રાજ્યના બધા જ જિલ્લાની કરુણા અભિયાનની વિગતવાર માહિતી મળી શકશે. તેમજ એનિમલ એમ્બ્યુલન્સ હેલ્પલાઇન નંબર ::૧૯૬૨, વીજ ફરીયાદ માટે ટોલ ફ્રી નંબર૧૯૧૨૨ અથવા ૧૮૦૦૨૩૩૧૫૫૩૩૩ ઉપર પણ સંપર્ક કરી શકાશે.
ઘાયલ પક્ષીઓને સમયસર સારવાર મળી રહે તે માટે હેલ્પલાઇન નંબર જારી કરાયા છે. રાજકોટ, સરધાર, કુવાડવા, સણોસરા, એ.આઈ.સી.રાજકોટ માટે ૮૧૬૦૪૨૫૭૫૬, ૭૬૦૦૨૧૫૬૬૯, ૭૩૫૯૩૩૨૧૫૫, લોધિકા, ખાંભા માટે ૯૯૭૯૪૨૦૬૧૨, ૯૯૦૪૧૨૦૩૯૩, ઉપલેટા, ખીરસરા,લાઠ માટે ૯૭૨૬૬૩૧૪૩૯, ૯૯૭૯૧૫૩૮૧૪, ૯૯૨૫૭૨૮૦૭૬, જસદણ આંબરડી,પાંચવડા માટે ૯૪૨૬૨૬૪૩૩૪, ૯૯૭૪૯૬૫૯૬૫, ૭૮૭૪૨૩૪૪૪૫, રાજપરા, કોટડાસાંગાણી માટે ૯૨૬૫૯૨૧૨૮૮, ૯૯૨૫૫૪૪૪૧૩, ગોંડલ, કોલીથડ, સુલતાનપુર, મોટી સખપર માટે ૯૪૦૮૪૨૧૪૭૮, ૯૯૨૫૫૭૩૨૧૦, ૯૭૨૩૪૦૫૧૩૯, ૯૪૨૬૪૮૭૦૭૯, વિંછીયા ,મોઢુકા, છાસીયા માટે ૯૪૨૬૮૮૬૬૮૬, ૬૩૫૩૭૮૧૬૮૧, ૮૪૦૧૯૮૧૩૮૭, ૭૬૯૮૭૩૬૩૮૬, ૯૮૭૯૦૨૫૨૧૫, જામકંડોરણા,ચિત્રાવડ, ચાવંડી માટે ૭૬૯૮૭૩૬૩૮૬, ૯૮૭૯૦૨૫૨૧૫, જેતપુર, અમરનગર, વીરપુર માટે ૯૬૮૭૯૮૯૬૮૨, ૯૭૨૬૫૯૩૪૯૩, ૯૫૩૭૪૨૨૩૭૨, ધોરાજી, છત્રાસા માટે ૯૭૧૨૮૫૨૨૫૫, ૯૮૯૮૭૩૪૭૦૦,હડમતીયા, ખંભાળા, પડધરી, સરપદડ માટે ૯૮૨૫૨૯૬૧૦૧, ૯૮૨૫૦૮૪૯૫૨, ૮૩૨૦૪૧૭૫૪૪ ઉપર જાણ કરવાથી ઘવાયેલા પક્ષીઓને સારવાર આપવામા આવશે.
કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી બેઠકમાં ફોરેસ્ટ વિભાગના ડી.સી.એફ. યુવરાજસિંહ ઝાલા, બોલબાલા ટ્રસ્ટના જયેશભાઈ ઉપાધ્યાય, કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ એનિમલ હેલ્પલાઇનના મિતલ ખેતાણી, પ્રતીક સંઘાણી સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ અને વિવિધ સંસ્થાઓના સભ્યો તેમજ સંલગ્ન વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
(2:47 PM IST)










