<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 6th January 2026

પાંચ લાખના સોનાના પાટલા સાથેનું પર્સ પોલીસે શોધી કાઢયું

એ-ડિવીઝન પોલીસે ઉષાબેન મકવાણાને પર્સ પરત કર્યુ

 

 

રાજકોટ તા. ૬: શહેરમાં રહેતાં ઉષાબેન પ્રીન્‍સભાઇ મકવાણા કેનાલ રોડ પરથી રિક્ષામાં બેસી ઘરે જતાં હતાં ત્‍યારે તેમનું પર્સ પડી ગયું હતું. જેમાં પાંચ લાખની કિંમતના સોનાના પાટલા હતાં. આ અંગે એ-ડિવીઝનમાં જાણ કરતાં પીઆઇ બી. વી. બોરીસાગર, એએસઆઇ બી. વી. ગોહિલ, એમ. એસ. મકવાણા, કનુભાઇ બસીયા, સાગરભાઇ માવદીયા, કરણભાઇ વીરસોડીયા, મહેશભાઇ ચાવડા, કલ્‍પેશભાઇ બોરીચા, ધારાભાઇ વનારાીયા, ધર્મેશભાઇ અને તેજસભાઇએ સીસીટીવી કેમેરા ચેક કરી દાગીના શોધી કાઢી ઉષાબેનને પરત કરી પોલીસ પ્રજાનો મિત્ર એ સુત્રને સાર્થક કર્યુ હતું.

(3:40 PM IST)