<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 6th January 2026

રાજકોટની પ્રજાને પિડતા વિવિધ મૂદાઓ અંગે વડાપ્રધાનને રજૂઆત કરવાની હોય સમય ફાળવવા કલેકટરને પત્ર

પ્રદેશ કોંગ્રેસના ઉપપ્રમુખ શ્રીગાયત્રીબા વાઘેલાએ અનેક મૂદાઓ કલેકટરને જણાવ્‍યા

 

રાજકોટ, તા.૬: ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ શ્રી ગાયત્રી બા વાઘેલાએ કલેકટર ને પત્ર પાઠવી  રાજકોટ ના આંગણે પધારતા વડાપ્રધાનશ્રી ને પ્રજાને પિડતા વિવિધ મુદ્દાઓ ને લઈ રૂબરૂ મળવા  માટે નો સમય ફાળવવા બાબત  અંગે માંગણી કરી હતી. પત્રમાં ઉમેર્યુ હતુ કે, દેશના વડાપ્રધાનશ્રી રાજકોટ શહેર ની મુલાકાતે આવતા હોય ત્‍યારે સક્ષમ અને  વિપક્ષ તરીકે અમે તેમના આગમનને  આવકારીએ છીએ સાથે સાથે અમારી સરકાર ના પ્રતિનિધી અને જીલ્લા મેજિસ્‍ટ્રેટ તરીકે આપ સમક્ષ નમ્ર રજુઆત છે કે મજબૂત લોકતંત્ર માટે વિપક્ષ નો અવાજ પણ સરકારે સાંભળવો જોઇએ ત્‍યારે પ્રજાને પિડતા મુદ્દાઓ નિ અમારે પ્રધાનમંત્રીશ્રી ને વિસ્‍તળત વિગતો આધારપુરા સાથે રજુઆત કરવાની હોય જે અંગે આપની કક્ષાએ થી વડાપ્રધાનશ્રી ના કાર્યાલય સાથે સંકલન કરી અમોને રૂબરૂ મુલાકાત માટે નો સમય ફાળવવા યોગ્‍ય કરશો.

 આ મુદ્‌ાઓમાં રાજકોટ સિવિલ હોસ્‍પિટલ અને રાજકોટ પોરબંદર અને રાજકોટ અમદાવાદ નેશનલ હાઈવે ના વિવિધ મુદ્દાઓ  રાજકોટ રેલ્‍વે ના વિવિધ મુદ્દાઓ  રાજકોટ મ્‍યુનિસિપલ કોર્પોરેશન અધિકારીઓ અને પદાધિકારીઓ ના ભ્રષ્ટાચાર ના વિવિધ મુદ્દાઓ રાજકોટ શહેર મા કથળેલ કાયદો અને વ્‍યવસ્‍થા અને ટ્રાફિક સમસ્‍યાઓ અંગે ના વિવિધ મુદ્દાઓ  શહેરમાં વિકાસ ના નામે હજારો ગરીબ અને મધ્‍યમ વર્ગ ના લોકો ને વિસ્‍થાપિત કરવા અંગે ના વિવિધ મુદ્દાઓ  તથા સમગ્ર સૌરાષ્‍ટ્ર અને કચ્‍છમાં ચાલી રહેલ ગેરકાયદેસર રીતે ખનીજ સંપતિ ની લુટ ખનનમાફીયાઓ સરકારી અધિકારીઓ અને ભાજપ ના હોદ્દેદારોની સાંઠગાંઠ અંગે ના વિવિધ મુદ્દાઓ તથા રાજકોટ એમ્‍સ હોસ્‍પિટલ ના વિવિધ મુદ્દાઓ   અંગે રજૂઆત કરવા દેવા અંગે સમય ફાળવવા માંગણી કરી છે.

(3:44 PM IST)