<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 6th January 2026

શહેરમાં પાણીપુરીમાં પારાવાર ભેળસેળઃ ૨૭ કિલો અખાદ્ય બટેટા- ૪૫ લીટર વાસી પાણીનો નાશ

વિવિધ વિસ્‍તારોમાંથી ચીકીના ૪ નમુના લેવાયાઃ ૧૦ને લાઇસન્‍સ અંગે ફુડ શાખાની સુચના

રાજકોટઃ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા રોગચાળાની સિઝનને અનુલક્ષીને સર્વેલન્‍સ ચેકિંગ દરમિયાન અલગ અલગ ઝોનમાં આવેલ પાણીપૂરીનું વેચાણ કરતાં કુલ ૪૦ ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં ૧૦ ધંધાર્થિઓને લાઇસન્‍સ બાબતે સૂચના આપવામાં આવેલ તેમજ કુલ મળી અંદાજિત ૭૨ કિ.ગ્રા/લિટર વાસી અખાદ્ય ચીજોનો સ્‍થળ પર નાશ કરવામાં આવેલ ઉપરાંત ચીકીના ૪ નુમના  લેવામાં આવ્‍યા હતા.

ચકાસીણી કરાયેલ ધંધાર્થીઓન  ક્રિષ્‍ના મારવાડી પાણીપુરી (સાધુ વાસવાણી રોડ) -૧૦ કિ.ગ્રા. વાસી અખાદ્ય બાફેલા બટેટાનો નાશ તથા લાઇસન્‍સ મેળવવા બાબતે સૂચના ગાયત્રી પાણીપુરી (રાધે ક્રિષ્‍ના ચોક, સાધુ વાસવાણી રોડ) -૪ કિ.ગ્રા. વાસી અખાદ્ય બાફેલા બટેટાનો નાશ તથા લાઇસન્‍સ મેળવવા બાબતે સૂચન શ્રીદેવ પાણીપુરી (સાધુ વાસવાણી રોડ) -૨ કિ.ગ્રા. વાસી બાફેલા બટેટાનો નાશ બાલાજી પાણીપુરી (સાધુ વાસવાણી રોડ) -૨ કિ.ગ્રા. વાસી બાફેલા બટેટાનો નાશ તથા લાઇસન્‍સ મેળવવા બાબતે સૂચના અનમોલ અમદાવાદ પાણીપુરી (ભિલવાસ મેઇન રોડ) -૨ કિ.ગ્રા. વાસી બાફેલા બટેટાનો નાશ તથા લાઇસન્‍સ મેળવવા બાબતે સૂચના ક્રિષ્‍ના પાણીપુરી (ગોંડલ રોડ, સમળદ્ધિ ભવન સામે) -૫ લિટર વાસી મીઠું પાણીનો નાશ તથા લાઇસન્‍સ મેળવવા બાબતે સૂચના હર્ષિતભાઈ કોલ્‍ડ પાણીપુરી (લક્ષ્મીવાડી મેઇન રોડ, પુલ પાસ)ે )-૧૨ લિટર વાસી ફ્‌લેવર્ડ પાણીનો નાશ તથા લાઇસન્‍સ મેળવવા બાબતે સૂચના ભોલેનાથ પાણીપુરી (૮૦ ફૂટ રોડ, શેઠ હાઈસ્‍કૂલ સામે) -૩ કિ.ગ્રા. વાસી બાફેલા બટેટાનો તથા ૮ લિટર વાસી મીઠા પાણીનો નાશ તથા લાઇસન્‍સ મેળવવા બાબતે સૂચના શિવાભાઈ પાણીપુરી વાળા (બોલબાલા માર્ગ, ગીતાંજલી સોસા. પાસે) -૨૦ લિટર વાસી મીઠું પાણી તથા ફ્‌લેવર્ડ પાણીનો નાશ તથા લાઇસન્‍સ મેળવવા બાબતે સૂચના તથા જય બાલાજી પાણીપુરી (બોલબાલા માર્ગ, વાલકેશ્વર સોસા. પાસે) -૪ કિ.ગ્રા. વાસી બાફેલા બટેટાનો નાશ તથા લાઇસન્‍સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવેલ.

 ચીકીના ૪ નુમના લેવાયા

ફુડ સેફ્‌ટી સ્‍ટાન્‍ડર્ડ એક્‍ટ-૨૦૦૬ હેઠળ ે કુલ ૦૪ નમૂના લેવામાં આવેલ જેમાં શ્રી રામ ચીકી પીનટ ચીકી ૪૫૦ ગ્રામ પેકેડ) તથા શ્રી રામ ચીકી નીલ ચીકી (૪૫૦ ગ્રામ પેકેડ  શ્રી રામ ફૂડ, ૫- પરસાણા સોસાયટી, ૫૦ ફૂટ રોડ શાખા નં. ૭૩ની બાજુમાં મિક્ષ ડ્રાયફ્રૂટ ચીકી (લુઝ) તથા   કાળા તલની ચીકી (લુઝ): કનેરિયા એંજીનીયરીંગ વર્કસ, ભક્‍તિનગર રેલ્‍વે સ્‍ટેશન ચોક,  ખાતેથી નમૂના લેવાની કામગીરી કરવામાં આવી હતી.

(4:29 PM IST)