<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 6th January 2026

આશાપુરાનગર અને ઓમનગરમાં પ્રતિબંધીત રૂા. ૩૬ હજારની ચાઇનીઝ દોરીની ૧૧ ફીરકી સાથે બે પકડાયા

ભકિતનગર પોલીસના હેડ કોન્‍સ. સ્‍નેહભાઇ ભાદરકા અને કોન્‍સ. નીલેશભાઇ મીયાત્રાની બાતમીઃ હર્ષ ચોટલીયા અને તાલુકા પોલીસે પાર્થ પતરીયાને દબોચ્‍યા

રાજકોટ : તા.૬, કોઠારીયા રોડ પર આશાપુરાનગરમાં ભકિતનગર પોલીસે બાતમીના અધારે દરોડો પાડી પ્રતિબંધીત ચાઇનીઝ દોરીની રૂા. રપ૦૦ ની કિંમતની પાંચ રીલ સાથે એક શખ્‍સને પકડી લીધો હતો.  મળતી વિગત મુજબ આશાપુરાનગર શેરી નં.૭ માં આવેલ આશાપુરા હોલ સામે એક શખ્‍સ પ્રતિબંધીત ચાઇનીઝ દોરીનું વેચાણ કરતો હોવાની ભકિતનગર પોલીસ મથકના હેડ કોન્‍સ. સ્‍નેહભાઇ ભાદરકા અનેકોન્‍સ. નિલેશભાઇ મીયાત્રાને બાતમી મળતા સ્‍ટાફ સાથે દરોડો પાડી આશાપુરા હોલ પાસે ચાઇનીઝ દોરીનું વેચાણ કરતા હર્ષ ભાવેશભાઇ ચોટલીયા (રહે. આશાપુરાનગર શેરી નં. ૧૭, કોઠારીયા રોડ) ને રૂા. રપ૦૦ ની કિંમતની પ્રતિબંધીત પાંચ મોટી રીલ કબજે કરી હતી આ કામગીરી પી.એસ.આઇ. જે.જે. ગોહિલ તથા સ્‍ટાફ દ્વારા કરવામાં આવી હતી. જયારે બીજા દરોડામાં તાલુકા પોલીસ મથકના હેડ કોન્‍સ. એ.આર. નાથાણી તથા સ્‍ટાફે મવડી ૪૦ ફૂટ રોડ પર ઓમનગર શેરી નં. પ, માં દરોડો પાડી રૂા. ૧ર૦૦ ની કિંમતની છ ફીરકી સાથે પાર્થ કિશોરભાઇપતરીયા (ઉ.વ. ૧૯) (રહે. મવડી ઓમનગર) ને પકડી લઇ કાર્યવાહી કરી હતી.

(3:58 PM IST)