<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 6th January 2026

રાજકોટમાં ‘સાયક્‍લોમાઇલ્‍સ ૭૭ કિ.મી. સાઇકલિંગ' દ્વારા દેશપ્રેમનો અનોખો ઉત્‍સવ

૨૬મી જાન્‍યુઆરીએ શહેરમાં દેશપ્રેમ અને ફિટનેસનો અનાખો સંગમ જોવા મળશે રાજકોટ સાઇકલ કલબ અને રોટરી મિટડાઉન લાઇબ્રેરી દ્વારા આયોજનઃ ઇવેન્‍ટ પૂર્ણ કરનારને મેડલ એનાયત કરાશે

રાજકોટઃ ભારતના ૭૭મા પ્રજાસત્તાક દિવસના અવસરે રાજકોટ શહેરમાં દેશપ્રેમ અને ફિટનેસનો અનોખો સંગમ જોવા મળશે. રવિવાર, ૨૫ જાન્‍યુઆરીના રોજ યોજાનાર ‘સાયક્‍લોમાઇલ્‍સ  ૭૭ કિ.મી. સાઇકલિગ' કાર્યક્રમ દ્વારા દેશ પ્રત્‍યેનો પ્રેમ એક નવી અને અનોખી રીતે વ્‍યક્‍ત કરવામાં આવશે. આ કાર્યક્રમનું આયોજન રાજકોટ સાઇકલ ક્‍લબ દ્વારા કરવામાં આવી રહ્યું છે, જેમાં રોટરી મિડટાઉન લાઇબ્રેરીનો સહયોગ મળેલ હોવાનું યાદીમાં જાણાવાયું છે. જ્‍યારે ૨૬ જાન્‍યુઆરી ભારતનો પ્રજાસત્તાક દિવસ છે, ત્‍યારે તેના પૂર્વ દિવસે ૭૭ કિલોમીટર સાઇકલિગ કરીને ભારતના પ્રજાસત્તાકના ૭૭ વર્ષોની ગૌરવશાળી યાત્રાને પ્રતીકાત્‍મક રીતે ઉજવવામાં આવશે. આ ઇવેન્‍ટ માત્ર સાઇકલિગ નથી, પરંતુ દેશપ્રેમ, શિસ્‍ત અને સ્‍વસ્‍થ જીવનશૈલીનો સંદેશ છે.

આ કાર્યક્રમ રાજકોટના અનુભવી સાઇકલિસ્‍ટ્‍સ માટે ખુલ્‍લો રહેશે, જેમને લાંબા અંતરની સાઇકલિગ તેમજ હાઇવે પર સાઇકલ ચલાવવાનો અનુભવ હોય.

ભાગ લેનારની ઉંમર ૧૮ વર્ષ કે તેથી વધુ હોવી ફરજિયાત છે. માર્ગમાં હાઇવે સામેલ હોવાથી ટ્રાફિક બંધ કરવામાં આવશે નહીં, અને દરેક ભાગ લેનાર પોતાની સલામતી માટે સંપૂર્ણપણે જાતે જવાબદાર રહેશે.સલામતી માટે નીચેની બાબતો ફરજિયાત રહેશેઃ હેલ્‍મેટ, આગળનો હેડ લાઇટ, પાછળનો સેફટી લાઇટ. રાજકોટ સાઇકલ ક્‍લબ અને રોટરી મિડટાઉન લાઇબ્રેરી દ્વારા ભાગ લેનારાઓ માટે હાઇડ્રેશન સપોર્ટ તેમજ માર્ગ દરમિયાન નાસ્‍તાની વ્‍યવસ્‍થા કરવામાં આવશે. ઇવેન્‍ટ પૂર્ણ કરનાર દરેક સાઇકલિસ્‍ટને ફિનિશર મેડલ એનાયત કરવામાં આવશે. ભાગ લેનારાઓ માટે નોંધણી ફી રૂ. ૨૦૦/- રાખવામાં આવી છે, જ્‍યારે રાજકોટ સાઇકલ ક્‍લબના સભ્‍યો માટે ભાગ લેવું નિઃશુલ્‍ક રહેશે. તેમ યાદીમાં જણાવાયું છે. રજિસ્‍ટ્રેશન માટે સંપર્કઃ રોટરી ક્‍લબ ઓફ રાજકોટ મિડટાઉન, રજિસ્‍ટ્રેશનની છેલ્‍લી તારીખઃ ૨૦ જાન્‍યુઆરી, ‘સાયક્‍લોમાઇલ્‍સ' દ્વારા પ્રજાસત્તાક દિવસને સ્‍વસ્‍થ, જવાબદાર અને દેશભક્‍તિપૂર્ણ રીતે ઉજવવાનો સંદેશ આપવામાં આવશે

(4:29 PM IST)