તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 7th January 2026
રાજકોટ જીલ્લામાં ૧૬મી જાન્યુઆરી સુધી ચાઇનીઝ તુકકલ લેન્ટર્ન-લોન્ચર દોરીના વેચાણ સંગ્રહ પર પ્રતિબંધ
રાજકોટ એડી.કલેકટરનું જાહેરનામુઃ કડક અમલવારી કરાવવા પોલીસ તંત્રને સૂચના

રાજકોટ તા.૭: મકરસંક્રાતિના તહેવાર વખતે આકાશમાં ચાઇનીઝ લોન્ચર, ચાઇનીઝ તુક્કલ, ચાઇનીઝ લેન્ટર્ન વગેરે વધારે માણમાં ઉડાડવામાં આવે છે. તુક્કલમાં રહેલા નબળી ગુણવત્તાના સળગી જાય, તેવા વેકસ પદાર્થોને કારણે પર્યાવરણને પણ નુકશાન થાય છે.
સળગતી તુક્કલ ગમે ત્યાં પડવાના કારણે જાનમાલ અને સંપત્તિને નુકશાન થાય છે. પર્યાવરણ તથા જાહેર સંપત્તિને થતા નુકશાન સંદર્ભે ગુજરાત સરકારના ગૃહ વિભાગના આદેશ મુજબ રાજકોટ અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ શ્રી એન. કે. મુછારે રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં આગ, અકસ્માતના બનાવો ન બને, જાહેર સલામતી જળવાઈ અને જાહેર જનતાને અગવડ ન પડે, તે માટે ચાઇનીઝ તુક્કલ, ચાઇનીઝ લેન્ટર્ન, ચાઇનીઝ લોન્ચર તથા પતંગ ઉડાડવા/ચગાવવાના હેતુસર ચાઇનીઝ માંજા, ગ્લાસ કોટેડ દોરી થ્રેડ, સિન્થેટીક કોટીંગ સાથે પ્લાસ્ટીક દોરી, નાયલોન થ્રેડ દોરી જેવી સાધન સામગ્રીના ઉત્પાદન, વેચાણ તથા સંગ્રહ ઉપર તિબંધ ફરમાવ્યો છે.
આ આદેશો રાજકોટ શહેર પોલીસ કમિશનરશ્રીની હકુમત સિવાયના સમગ્ર રાજકોટ ગ્રામ્ય જિલ્લાનાં વિસ્તારમાં તા. ૦૬/૦૧/૨૦૨૬થી તા.૧૬/૦૧/૨૦૨૬ સુધી અમલમાં રહેશે
(4:19 PM IST)










