તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 7th January 2026
ગો. ડા. શાહ વિશા વણિક વિદ્યોતેજક સંસ્થા પ્રમુખપદે ચોથી વખત નિયુકત થતા રાજુભાઇ મહેતા
જૈન વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપતી હાલારની પ્રખ્યાત સંસ્થા ઉપ પ્રમુખ અશ્વિન કોઠારી, ભરત ઠક્કર, સેક્રેટરી મહેન્દ્ર શેઠ સહિતના હોદ્દેદારોની વરણી

રાજકોટ : હાલારના હુંડાના ગામોના ગમે ત્યાં વસતા વિશા શ્રીમાળી જૈન વિદ્યાર્થીઓને દર વર્ષે સ્કોલરશીપ આપતી શ્રી ગા. ડા. શાહ વિશા શ્રીમાળી વણિક વિદ્યોતેજક સંસ્થા, જામનગરના પ્રમુખ પદે વૈભવ ગૃપના રાજુભાઇ જયસુખભાઇ મહેતાની સતત ચોથી વખત આરૂઢ કરવામાં આવેલ હોવાનું જણાવાયું છે.
ગત ત્રણ ટર્મ દરમ્યાન છ વર્ષમાં સંસ્થાએ અનેક શિખરો સર કરી દર વર્ષે ત્રણ લાખની સ્કોલરશીપમાંથી એકત્રીસ લાખ જેટલી સ્કોલરશીપ આપવા સહિત એક કરોડનું ભંડોળ ઉભુ કરવામાં મહત્વનું યોગદાન આપનાર રાજુભાઇ મહેતાના કામની સરાહના કરીને ફરીથી તેઓને પ્રમુખપદનો સરતાજ આપવામાં આવ્યો છે.
સંસ્થાની સાધારણ સભા-ર૦રપ માં ફરીથી પાંચ વર્ષ માટે ઉપસ્થિત તમામ આજીવન સભ્યોએ બિનહરિફ નિયુકત કર્યા હતા.
સંસ્થાની ર૦ર૬-ર૭ ની કારોબારી કમિટિમાં પ્રમુખ તરીકે રાજુભાઇ મહેતા, ઉપપ્રમુખ તરીકે અશ્વિનભાઇ કોઠારી તથા મુંબઇ ખાતેના ઉપપ્રમુખ તરીકે ભરતભાઇ ઠક્કર, સેક્રેટરી તરીકે છેલ્લા વીસ વર્ષથી સેવા આપતા મહેન્દ્રભાઇ શેઠ, જોઇન્ટ સેક્રેટરી તરીકે મુકેશભાઇ કોઠારી અને માર્ગદર્શક ટ્રસ્ટી તરીકે એડવોકેટ ચંદ્રકાંતભાઇ પટેલ અને ભરતભાઇ પટેલની નિયુકિત કરવામાં આવેલ છે. તમામ ઉપર અભિનંદનવર્ષા થઇ રહી છે.
(1:41 PM IST)










