News of Wednesday, 7th January 2026
રાજકોટમાં રહેતા અમરેલી જિલ્લા લેઉવા પટેલ પરિવારજનોનું રવિવારે સ્નેહમિલન
વિદ્યાર્થી સન્માન, વિશિષ્ટ મહાનુભાવોનું બહુમાન, સાંસ્કૃતિક કાર્યક્રમ : શૈલેષ સગપરીયાનું માર્ગદર્શન

રાજકોટ : અમરેલી જીલ્લાના રાજકોટમાં વસ્તા લેઉવા પટેલ સમાજને એક તાંતણે જોડવા માટે અમરેલી જીલ્લા લેઉવા પટેલ પરિવાર - રાજકોટ દ્વારા સ્નેહમિલન, મહાનુભાવોનું સન્માન તથા વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમ તા. ૧૧ રવિવાર બપોરે ૩:૩૦ કલાકે શનેશ્વર પાર્ટી પ્લોટ, મવડી પાળ રોડ, રાજકોટ ખાતે યોજાશે. સાંસ્કૃતિક કાર્યક્રમ, મહેમાનોનું સન્માન, વિશિષ્ટ મહાનુભાવોનો સન્માન અને શિક્ષણ ક્ષેત્રે ઝળહળતી સફળતા મેળવનાર તેજસ્વી વિદ્યાર્થીઓનો બહુમાન કરવામાં આવશે. તેમજ વડીલોના આર્શીવચન સાથે નવી પેઢી સુધી સંસ્કાર, સંઘર્ષ અને સફળતાની પ્રેરણાદાયી વારસાગાથા પહોંચાડવાનો પ્રયાસ રહેશે. જાણીતા મોટીવેશનલ સ્પિકર, લેખક તેમજ ગુજરાત સરકારના પૂર્વ કલાસ-૧ અધિકારી શૈલેષભાઇ સગપરીયા દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે. એન્કરીંગ હાર્દિક સોરઠીયા કરશે.
આ કાર્યક્રમમાં ઉદ્યોગપતિઓ ચીમનભાઇ હપાણી, ચતુરભાઇ સોરઠીયા, શિવલાલભાઇ ભંડેરી ધીરૂભાઇ દુધાત, પ્રતાપભાઇ વસાણી, જી. એમ. માંગરોળીયા તથા ખ્યાતનામ ધારાશાસ્ત્રી શ્રી દિલીપભાઇ પટેલ, વિશ્વ હિંદુ પરિષદના પ્રમુખ કૌશીકભાઇ સરધારા, રાજકોટ વકીલ મંડળના પ્રમુખ સુમિતભાઇ વોરા, વેપારી અગ્રણી ગુણવંતભાઇ પાનસુરીયા, મનીષભાઇ નાકરાણી, ધર્મેશભાઇ કાપડીયા વિગેરે હાજરી આપશે. ‘‘એકતાના ઉત્સવ'' ને સફળ બનાવવા માટે અમરેલી જીલ્લા લેઉવા પટેલ પરિવારના તમામ પ૮ કમિટી મેમ્બર્સ દ્વારા આમંત્રણ પાઠવાયું છે. તેમ એક યાદિમાં જણાવાયું છે.
તસ્વીરમાં શ્રી અમરેલી જીલ્લા લેઉવા પટેલ પરિવાર રાજકોટના સભ્યો સર્વશ્રી કોટડીયા સંજયભાઇ ૯૮૭૯૯૮૭૭૩૭, વસાણી ઘનશ્યામભાઇ, માંડાણી ચતુરભાઇ, વઘાસીયા યોગેશભાઇ, સોરઠીયા કેયુરભાઇ, રામાણી હિતેશભાઇ, લાખાણી ભાવેશભાઇ, સતાણી અશ્વિનભાઇ અને સરધારા કૌશિકભાઇ નજરે પડે છે. (તસ્વીર : અભિજીત બગથરીયા)
(3:03 PM IST)










