News of Wednesday, 7th January 2026
નગ્મે સુહાને ... કાલે સુરમંદિરનો કાર્યક્રમ
ઇવનિંગ પોસ્ટ ખાતે આઠ ગાયક કલાકારો અવનવા ગીતો રજૂ કરશે

રાજકોટ : કલા સંસ્થા સુરમંદિર સંગીત એકેડમી રાજકોટ દ્વારા અયોજીત અને ધનશ્યામ રાવલ દ્વારા પ્રસ્તુત ‘‘નગ્મે સુહાને'' કાર્યક્રમ તા.૮ ગુરૂવારે સાંજે ૫:૩૦ કલાકે સીનીયર સીટીઝન પાર્ક ઇવનીંગ પોસ્ટ ખાતે યોજાયેલ છે. છેલ્લા ૧૫ વર્ષથી આ એકેડમી કાર્યરત છે.
આ કાર્યક્રમમાં સુરમંદિર એકેડમીના ૮ ગાયક કલાકારો પોતાના ગીતો રજૂ કરશે. સર્વશ્રી કે.એલ.વ્યાસ, હિતેન્દ્રસિંહ જાડેજા, કમલ ભટ્ટ, ભરત જોગીયા, મહેબુબ તંબોલ, મુક્તાબેન પટેલ, પૂજા પિત્રોડા તથા ભાવનાબેન માનસેતા સુરમંદિર એકેડમીના સ્ટુડન્ટસ તરીકે પોતાની કલા કજૂ કરશે. કાર્યક્રમનું સંચાલન તથા માર્ગદર્શન ઘનશ્યામ રાવલ કરશે. સ્ટુડન્ટસ ઉપરાંત મયુર કોટક (જલકલા ગ્રુપ) ગેસ્ટ સીંગર તરીકે રજૂ થશે.
આ કાર્યક્રમમાં મહેમાનો તરીકે જયશભાઇ ઉપાધ્યાય, પ્રતાપભાઇ પટેલ,ગિરધરભાઇ સોરઠીયા, ગણેશભાઇ ઠુંમર, મુલચંદબાપુ, વિષ્ણુપ્રસાદ દવે, સુરેશભાઇ મારૂ, આર.પી.જોશી, જનાર્દન આચાર્ય તથા મનસુરઅલી ત્રિવેદી ઉપસ્થિત રહેશે. સાઉન્ડ સીસ્ટમ રંગીલા સાઉન્ડના શૈલેષભાઇ પુરી પાડશે.
સુરમંદિર સંગીત એકેડમી તથા કાર્યક્રમની વધુ વિગત માટે ઘનશ્યામ રાવલ (વો. ઓફ મુકેશ)નો મો. નં. ૯૮૯૮૦ ૪૪૫૧૧ ઉપર સંપર્ક કરવા જણાવ્યું છે.
(3:10 PM IST)










