તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 7th January 2026
સંતોષ પાર્ક કોમ્યુનીટી હોલ-અરવિંદભાઇ મણીયાર હોલના તોતિંગ દર નકકીઃ કાલે ફેંસલો
કાલે મનપાની સ્ટેન્ડિંગ કમિટી બેઠકઃ ૬૬ દરખાસ્ત : કોમ્યુનીટી હોલના રૂા. ૧૦ હજારથી પ૦ હજાર અને મણિયાર હોલના રૂા. ૮ હજારથી ૧ર હજાર સુચવ્યાઃ ૧પ૦ ફુટ રીંગ રોડ તથા જામનગર રોડ, જંકશન પાસે ભવ્ય એન્ટ્રી ગેઇટ બનાવવા, મીની ફાયર ફાયટર ખરીદવા હજુ ૧૮ વોર્ડમાં ટેન્કર મારફત પાણી વિતરણ કોન્ટ્રાકટર આપવા, ગત સ્ટેન્ડિંગમાં પેન્ડિંગ રહેલ સહિતના કામો અંગે નિર્ણય થશે

રાજકોટ, તા. ૭: શહેરીજનોની જન સુખાકારી માટે મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નં. ૧ માં સંતોષપાર્ક મેઇન રોડ પર નવનિર્મીત કોમ્યુનીટી હોલ ના રૂા. ૧૦ હજાર થી ૧ર હજાર તથા જયુબેલી ગાર્ડનમાં આવેલ અરવિંદભાઇ મણીયાર હોલના રીનોવેશન બાદ તેના દરની મ્યુનિ. કમિશનર વિભાગ ૮ હજારની ૧ર હજાર આવતી કાલે મળનાર સ્ટેન્ડિંગ કમિટીમાં દરખાસ્ત ગોઠવવામાં આવી છે.
તેમજ શહેરના પાણી પાઇપ લાઇન વિહોણા વિસ્તારોમાં ટેન્કર મારફત પાણી વિતરણ ગત સ્ટેન્ડિંગમાં પેન્ડિંગ રહેલી દરખાસ્તો તથા ૧પ૦ ફુટ રીંગ રોડ જામનગર રોડ જંકશન પાસે એન્ટ્રી ગેઇટ બનાવવા, રેલ્વે જંકશન સામે રસ્તા પૈકીની જમીન ઉપરથી દુર કરાવેલ દુકાનોના માલીકોને વૈકલ્પિક જમીન ફાળવવા સહિતની ૬૬ દરખાસ્તો અંગે નિર્ણય લેવામાં આવશે.
મ્યુનિ. કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીની મીટીંગ આવતી કાલે તા. ૮ ના બપોરે ૧ર કલાકે મનપાની સેન્ટ્રલ ઝોન કચેરીમં પ્રથમ માળે આવેલ સ્ટેન્ડિંગ કમિટી કોન્ફરન્સરૂમમાં સ્ટેન્ડિંગ કમીટી ચેરમેન જયમીન ઠાકરની અધ્યક્ષતામાં યોજાશે. જેમાં વિવિધ વિકાસકામોની ૬૬ દરખાસ્તો અંગે નિર્ણય થશે. જેની વિગતો આ મુજબ છે.
અરવિંદભાઇ મણિયાર હોલ
મહાનગરપાલિકા હસ્તકનાં જયુબિલી સંકુલમાં આવેલ અરવિંદભાઇ મણીયાર ઓડિટોરીયમનું આધુનિકરણનું કામ પૂર્ણ થયેલ હોવાથી તેનું લોકાર્પણ થનાર હોઇ, ઓડિટોરીયમ ભાડેથી આપવા ડીપોઝિટ તથા ભાડાનાં દર નિયત કરવામાં આવશે. ઓડિટોરીયમનું તાજેતરમાં સંપૂર્ણ આધુનિકરણ કરવામાં આવેલ છે. આ ઓડીટોરીયમનાં આધુનિકરણ બાદ ઓડિટોરીયમની સગવડતા સુવિધામાં વધારો થયેલ હોય. જેમાં ૫૧૯ પુશ બેક ખુરશી, સેન્ટ્રલ એસી સીસ્ટમ, ઓડિટોરીયમની સાઇડની દિવાલોમાં એકોસ્ટીક પેનેલીંગ કામ, મેઇન સ્ટેજ પર વુડન ફલોરીંગ, મેઇન સ્ટેજ પડદોમિકેનીકલી ઓપરેટેડ, ગ્રેનાઇટ વિક્ટ્રીફાઇડ ટાઇલ્સ ફલોરીંગ, જનરેટર સેટ, અધ્યતન લાઇટીંગ સુવિધા, ગ્રીન રૂમ રીનોવેશન, ટોઇલેટ રીનોવેશન, અધ્યતન મેઇન એન્ટ્રી દરવાજો (રજવાડી ગેઈટ) જેવી અનેક સુવિધાઓનો વધારો કરવામાં આવેલ છે. તેમજ સુરક્ષાનાં હેતુથી ફાયર સીસ્ટમ ઇન્સ્ટોલ કરવામાં આવેલ છે,
શહેરની વોર્ડ નં.-૧માં સંતોષ પાર્ક મેઇન રોડ પર રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તૈયાર કરવામાં આવેલ નવનિર્મિત કોમ્યુનિટી હોલનું સંદર્ભ(૧)ના પત્રથી બાંધકામ શાખાનાં જણાવ્યા મુજબ ટૂંક સમયમાં કામ પૂર્ણ થવામાં હોય, જેથી તેનું લોકાર્પણ થનાર હોઇ, સહ હુ હોલ ભાડેથી આપવા ડીપોઝિટ તથા ભાડાની રકમની દરખાસ્ત મ્યુનિ. કમીશનર વિભાગમાંથી સુચવામાં આવ્યું છે.
સ્ટે.ક.ઠ.નં.૮૫, તા.૧૪/૦૫/૨૦૧પેથી શહેરના જુદા જુદા વિસ્તારમાં આવેલા રાજકોટ મહાનગરપાલિકા જ વ્યુ હસ્તકના કોમ્યુનિટી હોલની ડિપોઝીટ તથા ભાડાની રકમ નિયત કરવામાં આવેલ છે. જેમાં પત્રક ‘એ' મુજબના હોલ માટે ડિપોઝીટ રૂ.૪૦૦૦/- તથા ભાડુ રૂ.૨૦૦૦/- તથા પત્રક ‘બી' મુજબના હોલ માટે ડિપોઝીટ રૂ.૪૦૦૦/-તથા ભાડુ રૂ.૪૦૦૦ મુજબ નિયત કરવામાં આવેલ છે.
પરંતુ કોમ્યુનિટી હોલ વોર્ડ નં.૯માં બાપા સીતારામ મેઈન રોડ પર, વોર્ડ ઓફિસ સામે આવેલ અભય ભારદ્વાજ કોમ્યુનિટી હોલની જેમ જ મોટી સાઈઝનો અને અદ્યતન પ્રકારનો છે તેમજ એક યુનિટ સેન્ટ્રલાઈઝડ એ.સી. છે. તેથી હોલ માટે ડિપોઝીટ તથા ભાડાની રકમ અભય ભારદ્વાજ કોમ્યુનિટી હોલનાં સ્ટે.ક.ઠ.નં.૧૮૦, તા.૨૪/ઓગષ્ટ ૨૦૨૧થી નિયત થયેલ ડિપોઝીટ તથા ભાડાના દર પ્રતિ યુનિટ મુજબ નિયત કરવું યોગ્ય જણાય છે. અભય ભારદ્વાજ કોમ્યુનિટી હોલ માટે મુજબની વિગતે ભાડા અને ડિપોઝીટના દર નિયત કરવામાં આવેલ છે.
ભવ્ય એન્ટ્રી ગેઇટ બનાવવાનું કામ
મહાનગરપાલિકા - વેસ્ટ ઝોનમાં બીજા ૧પ૦ ફુટ રીંગ રોડ તથા જામનગર રોડ જંકશન પાસે ભવ્ય એન્ટ્રી ગેઇટ બનાવવાના કામે પ્રવર્તમાન ૧૮.૦૦ ટકા જીએસટી સહિત આ કામે કુલ રૂા. ૩,પ૩,૪પ૦૦ એસ્ટીમેટ મંજૂર કરવામાં આવેલ છે. આ કામે અંદાજીત ૧૧૩.૦૦ રનીંગ મીટરમાં આર. સી. સી. ભવ્ય એન્ટ્રી ગેઇટ બનાવવાનું કામનો સમાવેશ કરવામાં આવેલ છે. અને રૂા. ર,૯૯,પ૩,૩૮૩ (અંકે રૂપિયા બે કરોડ નવ્વાણુ લાખ ત્રેપન હજાર ત્રણસો ત્યાસી પુરા) ની રકમ મટે ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવેલ તેમાં બે એજન્સીઓ રસ દખવતા વેલ છે. ઇનોવેટીવ એન્ટરપ્રાઇઝના ૪.૯૯ ટકા વધુ ભાવ આવતા મુલ્યાંકન કમીટી સમક્ષ રજુ થતા ઉકત આવેલ ૪.૯૯ ટકા વધુ ભાવ ટેન્ડર મુલ્યાંકન કમીટીના અભિપ્રાય અનુસાર વ્યાજબી ખર્ચ થશે.
મીની ફાયર ફાઇટર ખરીદવા
મહાનરપાલિકાની ફાયર એન્ડ ઇમરજન્સી શાખા માટે ૯ નંગ મીની ફાયર ફાઇટર ખરીદવા તા. ૮ ના રોજ રાજકોટ તથા અમદાવાદથી પ્રસિધ્ધ થતાં દૈનિક વર્તમાન પત્ર ‘દિવ્ય ભાસ્કર' માં તેમજ મહાનગરપાલિકાની વેબસાઇટ પર ઇ - ટેન્ડર નોટીસ પ્રસિધ્ધ કરાવી. n-procre પર ટેન્ડર પ્રસિધ્ધ કરવામાં આવેલ. કામે નિયત સમય મર્યાદામાં ટેન્ડરમાં ભાગ લીધેલ એજન્સીઓની તા. ૧૦ ના રોજ n-procre પર ઓનલાઇન ટેકનીકલ બીડ ખોલતા કુલ ર એજન્સીઓ દ્વારા બીડમાં ભાગ લીધો છે.
ઉપરોકત વિગતે એ-૧ આવતી એજન્સી M/s. Rajshree Companyના પ્રતિ નંગ મીની ફાયર ફાયટર ૭ર,૦૮,૩૧૦ (Without gst) ના દરથી કુલ ૯ નંગ મીની ફાયર ફાઇટર ખરીદવા માટે કુલ ખર્ચ રૂા. ૬,૪૮,૭૪,૭૯૦ તથા જે તે સમયના પ્રવર્તમાન જીએસટી અલગથી ચુકવવાનું મંજૂર કરવામાં આવે છે.
શહેરના વોર્ડ નં. ૩ માં રેલ્વે જંક્શન સામે મેઇન રોડ પૈકીની જમીન ઉપરથી કાચી-પાકી દુકાનો/કેબીનોને રાજકોટ મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા તા.૩૧/જાન્યુઆરી/૨૦૦૯ ના રોજ દૂર કરવામાં આવેલ.
દૂર કરાયેલ કાચી-પાકી દુકાનો/કેબીનોના માલિકો/કબ્જેદારો પૈકી અમુક આસામીઓ તરફથી અત્રેને એવી રજૂઆત કરવામાં આવેલ હતી કે તેમના કબ્જામાંની દુકાન/કેબીન તેઓ માલિકી ધોરણે ધરાવે છે. જેનાં તેઓ તરફથી આધારિત દસ્તાવેજો રજૂ થતાં સંદર્ભનાં સામાન્ય સભાના વંચાણે-૧ નાં ઠરાવથી કુલ-૭(સાત) આસામીઓને રાજકોટ મહાનગરપાલિકાની માલીકીનાં ડાક બંગલા વાળી જમીન પૈકી જંક્શન પ્લોટ શેરી નં.-૧૫ તરફે જમીન ફાળવવા ઠરાવ કરવામાં આવેલ છે. પરંતુ અસરગ્રસ્તોએ આ જમીન સ્વીકારવાની ના પાડેલ અને એવી રજૂઆત કરેલ કે સદર જમીન મુખ્ય માર્ગથી અંદરના ભાગે હોવાથી તેમનાં વ્યાપાર/ધંધાને અસર પહોંચે છે. જે યોગ્ય જણાતાં અત્રેથી રાજકોટના ઢેબરભાઇ રોડ ઉપર આર્યસમાજ સામેની, જુનાં જાજરૂ પાડી ખુલ્લી કરેલ જમીન પૈકીની જમીન માટે અસરગ્રસ્તોને બતાવવામાં આવતાં, ૭ અસરગ્રસ્તો પૈકી ૨(બે) અસરગ્રસ્તોએ સંમતિ આપેલ. જેથી તેઓને વંચાણે-૨ નાં ઠરાવથી રાજકોટના ઢેબરભાઇ રોડ ઉપર આર્યસમાજ સામેની, જુનાં જાજરૂ પાડી ખુલ્લી કરેલ જમીન પૈકીની જમીન ફાળવવામાં આવેલ.
ઉપરોક્ત વિગતો ધ્યાને લઈ, હવે જનરલ બોર્ડ ઠરાવ નં.-૪, તા.૨૦/મે/૨૦૦૮ માં ઠરાવેલ અનુક્રમ નં.-૧, ૫ પ્રભાશંકર ગીરજાશંકર પંડયા (દુકાન નં.-૩૬ તથા ૩૭)ના બદલે તેમના સીધી લીટીના વારસદાર નિરવ રાજેન્દ્રભાઈ પંડ્યાને પ્લોટ નં.-૨ ની જમીન ૩૪.૮૦ ચો.મી. તેમજ અનુક્રમ નં.-૩, નારણદાસ તુલશીદાસ રામાણી (દુકાન નં. ૪૦)ના બદલે તેમના સીધી લીટીના વારસદાર નીલેશ રાજુભાઈ રામાણીને ઢેબરભાઈ રોડ, આર્ય સમાજની સામે, વિજય પ્લોટ-૨૨ માં હાલ જાહેર શૌચાલયની બાજુમાં આવેલ રાજકોટ મહાનગરપાલિકાની માલિકીની ખુલ્લી જમીનના પ્લોટ નં.-૨ ની જમીન ૩૪.૮૦ ચો.મી. અને પ્લોટ નં.-૪ ની જમીન ૧૧.૧૫ ને અનુક્રમે ફાળવણી કરવા અંગેની માંગણી ગ્રાહ્ય રાખવા અભિપ્રાય છે.
આ ઉપરાંત આવતીકાલે મળનાર સ્ટેન્ડીંગ કમીટી બેઠકમાં શહેરના પાઇપ લાઇનથી સુવિધા વિહોણા વિસ્તારમાં નવી એજન્સી નકકી ન થાય ત્યાં સુધી જુના કોન્ટ્રાકટને કામ આપવા રૂા. ર૦૦ કરોડ સુધીની નાણાકીય જરૂરીયાત બાબત, ફાયર શાખાના માટે ૪પ.પપ લાખના ખર્ચે ૧૦ બોટ ખરીદવા સહિતની દરખાસ્તોનો નિર્ણય થશે.
સંતોષ પાર્કનાં નવનિર્મિત કોમ્યુનિટી હોલના ભાડાના દર નિયત કરવા
(૧) વોર્ડ નં.-૧, બાંધકામ શાખા, વેસ્ટ ઝોન પત્ર ક્રમાંક નં. રા.મ.ન.પા./એન્જી/વે.ઝો./જા.નં. ૨૩૮૨ તા. ૨૧/૦૭/૨૦૨૫, (૨) સ્ટે.ક.ઠ.નં. ૭૯ તા. ૦૮/૦૫/૧૯૯૮, (૩) સ્ટે.ક.ઠ.નં. ૮૫ તા. ૧૪/૦૫/૨૦૧૫, (૪) સ્ટે.ક.ઠ.નં. ૧૮૦ તા. ૨૪/૦૮/૨૦૨૧, (૫) એસ્ટેટ શાખા ફાઇલ નં. ૨૩૧/૨૦૨૫-૨૬

(3:34 PM IST)










