News of Wednesday, 7th January 2026
લાલપરી તળાવરૂપે શહેરીજનોને મળશે નવું નઝરાણું : ર૦ કરોડના ખર્ચે કરાશે કાયાપલટ

રાજકોટ, તા., ૭ : શહેરના વિવિધ સ્થળોને વિકસાવી લોકોને વધુ એક પીકનીક પોઇન્ટ ઉપલબ્ધ થાય તે હેતુથી આવતીકાલની સ્ટેન્ડીંગમાં લાલપરી તળાવના રૂા. ર૦ કરોડના ખર્ચે બ્યુટીફીકેશન કરવા અંગે દરખાસ્ત મુકવામાં આવી છે.
મહાનગર પાલીકા વિસ્તારમાં આવેલ લાલપરી તળાવનું ડેવલોપમેન્ટ તથા બ્યુટીફીકેશન કરવાના કામ માટે કુલ રૂા. ર૦ કરોડનું એસ્ટીમેટ મ઼જુર કરવામાં આવેલ છે. આ કામે ૧૮ર૬પ ચો.મી.નો કુલ એરીયામાં લેકફ્રન્ટની બાજુમાં લંબાઇ અંદાજે ૧.૦ કી.મી. રોડ સાઇડ લંબાઇ અંદાજે ૮૬૦ રનીંગ મીટર, ગાર્ડન વર્ક ૧૦૯પ૦ ચો.મી. ગેબીયન વોલ ૧ કી.મી. ફુટપાથ ૮પ૦ રનીંગ મીટર અને વોકીંગ ટ્રેક ૧૬પ૦ રનીંગ મીટર તથા ગજેબો જેવા કામનો સમાવેશ થાય છે.
(4:55 PM IST)










