News of Wednesday, 7th January 2026
સરદારબાગ સરકીટ હાઉસ સામે ક્રિકેટ મેચ પર સટ્ટો રમતો અરમાન પકડાયો
પીસીબીની ટીમે શખ્સને પકડી લઇ મોબાઇલ કબજે કર્યો

રાજકોટઃ તા.૭,સરદારબાગ સરકીટ હાઉસની સામે પીસીબીની ટીમે બાતમીને આધારે દરોડો પાડી મોબાઇલ ફોનમાં ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા શખ્સને પકડી લીધો હતો.
મળતી વિગત મુજબ શહેરના સરદારબાગ પાસે એક શખ્સ મોબાઇલ ફોનમાં ક્રિકેટ મેચ પર સટ્ટો રમતો હોવાની બાતમી મળતા સરદારબાગ સરકીટ હાઉસની સામે મોબાઇલ ફોનમાં આઇડી પર ક્રિકેટમેચ પર સટ્ટો રમતા અરમાન હુસેનભાઇ કાદરી (ઉ.વ.૧૯) (રહે. ભીલવાસ, શેરી નં.ર) ને પકડી લીધો હતો. પોલીસે રૂા.પ હજારની કિંમતનો મોબાઇલ ફોન કબજે કરી કાર્યવાહી કરી હતી.
(3:18 PM IST)










