<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th January 2026

કવોડરેન્‍ટીડસ ઉલ્‍કાની વર્ષા નિહાળી ખગોળપ્રેમીઓ રોમાંચિત : જાથા દ્વારા મેટોડામાં રાજયકક્ષાનો નિદર્શન કાર્યક્રમ

 

રાજકોટ : વર્ષ ૨૦૨૬ ના સ્‍વાગતમાં દુનિયાભરનાં ખગોળપ્રેમીઓ અવકાશમાં ક્‍વોડરેન્‍ટીડસ ઉલ્‍કાવર્ષાનો અદભૂત નજારો નિહાળી ઝૂમી ઉઠવા હતાં. પ્રારંભમાં કલાકની ૮ થી ૧૫ ઉલ્‍કાવર્ષા અને એ પછીના દિવસોમાં કલાકની ૧૫ થી ૧૦૦ ઉલ્‍કાવર્ષા સ્‍પષ્ટ જોઈ શકાઈ હતી. રાજયમાં ભારત જન વિજ્ઞાન જાથાની અપીલનો પ્રતિસાદ મળતાં દેશભરમાં લાખો લોકોએ અને રાજ્‍યમાં વીસ લાખ વિજ્ઞાનપ્રેમીઓ, જિજ્ઞાસુઓએ અવકાશી ઉલ્‍કાવર્ષાનો અદભૂત નજારો વાદળાના અવરોધો વચ્‍ચે નિહાળ્‍યો હતો. જાથાનું રાજય કલાનું આયોજન રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના મેટોડા ગામે તથા વિજ્ઞાન જાથાની શાખાઓ દ્વારા જાહેર જગ્‍યાએ યોજવામાં આવ્‍યું હતું. જેમાં બ્રહ્માંડની ઉત્‍પત્તિ, સૂર્ય તેની પરિક્રમા કરતાં ગ્રહો, ધૂમકેતુ, ઉલ્‍કા વિશેની રસપ્રદ માહિતી આપવામાં આવી હતી. ગામના સરપંચ રમેશભાઈ વિરડીયા, સનીષભાઈ વસોયા, પ્રોગ્રામ ઓફિસર ડો. પી. એમ. સખીયા અને પ્રિન્‍સીપાલ પ્રો. એમ. એલ. બાલધાએ હાજરી આપી હતી. જાથાના ચેરમેન-એડવોકેટ જયંત પંડયાએ ઉલ્‍કા વિશે માહિતી આપતા જણાવ્‍યું કે રોજની લગભગ ૪૦ ટન જેટલી ઉલ્‍કાઓ પળથ્‍વીના વાતાવરણમાં પ્રવેશે છે. અંધારી રાત્રે આકાશ સ્‍વચ્‍છ હોય એવા સમયે એક કલાકમાં ૧૦-૧૨ ઉલ્‍કાઓ ખરતી જોવા મળી હતી. જેમાંની ઘણીખરી તો ભૂસપાટી સુધી પહોંચી શકી ન હતી. હવા સાથેનું ઘર્ષણ તેમને ભસ્‍મીભૂત કરી દે છે. જમીન પર તેમના છૂટાછવાયા રજકણો જ પથરાય છે. ઉલ્‍કાના સ્‍વરૂપે આવેલી ધૂળને લોહચુંબક વડે ઓળખી કાઢવાનું સહેલું છે. સરેરાશ ઉલ્‍કામાં લોખંડ અને નિકલ હોય છે. બંને પદાર્થો લોહચુંબક પ્રત્‍યે આકર્ષાય તેવા છે. અંતરીક્ષમાં લઘુગ્રહો જેવા ભંગારનો તોટો નથી. આ ભંગારમાં ધૂળ છે, કાંકરા છે, પથરા છે અને વિશાળ ખડકો પણ છે. અંતરીક્ષ વચ્‍ચે તેમનો છૂટોછવાયો સમુદાય જ્‍યાં ત્‍યાં ભટકયા કરે છે અને કયારેક પળથ્‍વીના ગુરૂત્‍વાકર્ષણની હડફેટે ચડી જાય છે. અંતરિક્ષમાં કલાકના ૧,૦૭,૨૨૦ કિલોમીટરના પૂરપાટ વેગે આગળ વધતી પળથ્‍વી તેમને સતત પોતાના વાતાવરણમાં ખેંચતી રહે છે. ભંગાર જેવો વાતાવરણમાં દાખલથાય કે તરત ઘટ્ટ વાતાવરણમાં હવા સાથે ઘર્ષણ પામીને સળગવા માંડે છે. અંધારી રાત્રે તેનો તેજલીસીીટો આકાશમાં પથરાય છે. જે આપણે આજે નરી આંખે જોઈ શકીએ છીએ. રોજની સરેરાશ ૧૦ કરોડ ઉલ્‍કાઓ પળથ્‍વીના વાતાવરણમાં પ્રવેશે છે, જેમની રાખ દર વર્ષે પળથ્‍વીનું વજન ૪૦,૦૦,૦૦૦ ટન જેટલું વધારી દે છે. છેલ્લા પાંચ હજાર વર્ષ દરમ્‍યાન ધરતી પર જે ઉલ્‍કાઓની રાખ વેરાઈ તેનો ૧ ઈંચ જાડો થર બન્‍યો છે. ૧૨,૭૫૬ કિલોમીટરનો વ્‍યાસ ધરાવતી સમગ્ર પળથ્‍વીના સંદર્ભમાં રાખના જથ્‍થાનું પ્રમાણનો અંદાજ રાખવો જોઈએ. ઉલ્‍કાના પ્રકારો વર્ણવતા શ્રી પંડયાએ જણાવેલ કે ઉલ્‍કાખંડના મુખ્‍યતઃ ત્રણ પ્રકાર છે. (૧) મેટાલીક કે જેમાં ધાતુ તત્‍વનું પ્રમાણ વધુ હોય, (૨) સ્‍ટોની જેમાં પથ્‍થરનું પ્રમાણ વધુ હોય, (૩) સેમી મેટાલીક કે જેમાં ધાતુ અને પથ્‍થર બંને પદાર્થોની હાજરી હોય. તાજેતરમાં કચ્‍છમાં પડેલી ઉલ્‍કા બીજી પ્રકારની જણાય છે. તેમાં પથ્‍થરના ભાગ વધુ છે. રાજયભરમાં જાયાએ જિલ્લા, તાલુકા મથકે અને જાયાની શાખાઓમાં ઉલ્‍કા નજારાના કાર્યક્રમો આપ્‍યા હતા. નિદર્શનમાં છાત્રાઓ ચાર્મી વોરા, ઉવિંશા દોંગા, પ્રવળત્તિ કુનડીયા, મિત્તલ મદાણી, રીયા સુતરીયા, નિધિ પદમાણી, જાથાના ભાનુબેન ગોહિલ, રોમિત રાજદેવ, ગુલાબસિંહ ચૌહાણ, અંકલેશ ગોહિલ, સાહિલ રાજદેવ હાજર હતા. અહીં પ્રસ્‍તુત તસ્‍વીર : રાજકોટ પાસેના મેટોડા ગામે રાજય કક્ષાનો ભારત જન વિજ્ઞાન જાથાના કાર્યક્રમ સમયની છે. જેમાં રાજય ચેરમેન જયંત પંડયા ઉલ્‍કા વિશે રસપ્રદ માહિતી આપતા નજરે પડે છે. ઉલ્‍કાવર્ષા નિહાળતા ખગોળપ્રેમીઓ નજરે પડે છે.

(3:19 PM IST)