News of Wednesday, 7th January 2026
ન્યારા સદ્ગુરૂદેવ ધ્યાન મંદિર ખાતે ચાલતી કથામાં રૂક્ષ્મણી વિવાહની ભવ્ય ઉજવણી કરાઇ
કથાવાચક મીરાબેન ભટ્ટની ભાવુક વાણીથી ભગવાન શ્રી કૃષ્ણના મથુરાગમનના ચરીત્ર વર્ણનથી ભકતગણોની આંખો ભીંજાઇઃ રાધાજીની જુદાનું આબેહુબ વર્ણન : શ્યામસુંદરદાસજી મહારાજથી મધુરવાણીની ગુરૂભકતો દ્વારા ભકિતમય વાતાવરણ સર્જાયું

રાજકોટ, તા. ૭ : રાજકોટ શહેરની ભાગોળે આવેલ ન્યારા ગામે શ્રી સદ્્ગુરૂ ધ્યાનમંદિર ટ્રસ્ટ દ્વારા પરમપુજય શ્રી રણછોડદાસજી મહારાજની અસીમ કૃપાથી ગત તા. ૩૧ ડીસેમ્બરથી શ્રી રામ ચરિત માનસ સમુહ પાઠ અને ભાગવત કથાનું આયોજન કરવામાં આવેલ છે.
આ કાર્યક્રમમાં શ્રી રામચરિત માનસ સમુહ પાઠનું પઠન વ્યાસપીઠ ઉપરથી વિદ્વાન રામાયણી શ્રી શ્યામસુંદરદાસજી મહારાજની સંગીતમાં મધુરશૈલીમાં સમુહપાઠ કરી રહ્યા છે. જયારે શ્રીમદ ભાગવત કથાનું વ્યાસપીઠ ઉપરથી કથાકાર પુજયશ્રી મીરાબેન ભટ્ટની મધુરવાણીમાં કથાનું વાંચન થઇ રહ્યું છે.
આ કાર્યક્રમમાં બપોરના રોજ મહાપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે. આ માટે શ્રી રાજુભાઇ માનસતા હરગોવિંદભાઇ બગડાઇ અને રમેશભાઇ પીપળીયા જહેમત ઉઠાવી રહ્યા છે. તેમજ તેઓની સાથે અન્ય ટ્રસ્ટીઓ રાજુભાઇ નથવાણી ભાવેશભાઇ, માનસાતા, ભાવેશભાઇ પાબારી ભાવેશભાઇ તન્ના, જતિનભાઇ માનસાતા તેમજ ન્યારાની સ્થાનિક સમિતિના સભ્યો જહેમત ઉઠાવી રહ્યા છે.
આ કથાની પૂર્ણાહુતિ તા. ૯ જાન્યુઆરીએ થનાર છે. દરમ્યાન દરરોજ ભકિતમય વાતાવરણમાં સમુહપાઠ અને કથાનું વાંચન થઇ રહ્યું છે.
ઉપરોકત ત્રણેય મહોત્સવ દરમ્યાન શ્રોતાગણ ભાવવિભોર થયેલ અને આનંદ સાથે રાસલીલા કરી અને મહોત્સવનો આસ્વાદ માણેલ હતો. પાંચમાં દિવસે પૂ. શ્યામસુંદર મહારાજશ્રીએ સંગીતભય શૈલીમાં રામાયણનું પઠન કરેલ. દરેક ભકતજનોએ ભાવવિભોર થઇને હર્ષોલ્લાસ સાથે પ્રસંગોની ઉજવણી કરી હતી તેમજ પૂ. જયરામદાસજી મહારાજ, તેમજ મીરાબેન ભટ્ટ ઉપર ગુરૂભકતજનોએ પુષ્ય વર્ષા કરી આશીર્વચન મેળવેલ હતા. શ્રી સદ્્ગુરૂ ધ્યાન મંદિર ટ્રસ્ટ - ન્યારા દ્વારા આયોજીત શ્રી રામ ચરિત માનસ સમુહ પઠન પુજય વકતા શ્રી શ્યામ સુંદરદાસજી મહારાજ દ્વારા સુમધૂર શૈલીમાં ભકતજનોને રસપાન કરાવેલ. તે અંતર્ગત શ્રી રામ અર્ચના પુજન મહોત્સવનું આયોજન કરેલ અને પૂજય શ્રી જયરામદાસજી મહારાજના સાનિધ્યમાં શ્રી રામ પ્રભુના જયઘોષ સાથે પૂજન વિધિ પવિત્ર બ્રાહ્મણો દ્વારા વિધિવત, શાષાોકત મંત્ર દ્વારા થયેલ અને પૂજય ગુરૂદેવ ત્થા ઇષ્ટદેવ શ્રી રામપ્રભુની આરતી કરી સમાપન કરેલ.
શ્રી સદ્દગુરૂ ધ્યાન મંદિર ટ્રસ્ટ - ન્યારા દ્વારા આયોજીત શ્રીમદ્દ ભાગવત નવાહ પારાયણ આજરોજ પુજય વકતા શ્રી મીરાબેન ભટ્ટ દ્વારા શ્રી કૃષ્ણ ભગવાન- મથુરાગમન ચરીત્ર વર્ણાન્વીત કરેલ ભકતગણની આંખો અશ્રુભીની થયેલ માં યશોદાનું અને શ્રી કૃષ્ણ અને ગોપીઓ અને શ્રી કૃષ્ણ પ્રભુ અને રાધાજીની જુદાઇનું આબેહુબ વર્ણન કરેલું.
ત્યારબાદ પ્રભુશ્રી દ્વારીકાના રાજા બન્યા અને દ્વારીકાધીશજીની પ્રસિદ્ધ ધૂન ‘‘દ્વારીકાનો નાથ મારો રાજા રણછોડ'' અત્યંત સુમધૂર રીતે કરેલ અને શ્રોતાગણોએ જીલી લીધેલ શ્રી સદ્દગુરૂ ધ્યાન મંદિર ટ્રસ્ટ- ન્યારા દ્વારા આયોજીત શ્રી રામ ચારિત માનસ સમુહ પઠન અંતર્ગત વકતા શ્રી શ્યામ સુંદરદાસજી મહારાજ દ્વારા રસમયી શૈલીમાં સમસ્ત ગુરૂભકતોને આજ છઠ્ઠા દિવસે શ્રી રામાયણજીનું પઠન કરાવેલ ગુરૂભકતોએ ભાવપૂર્વક સમૂહ પઠન કરેલ અને મહારાજશ્રી જયરામદાસજી બાપુના આશિર્વાદ મેળવેલ, મહારાજશ્રી જયરામદાસજી મહારાજ બાપુએ ગુરૂભકતોના ઘરે સત્ર પૂર્ણ થયા બાદ પધરામણી કરેલ.
ત્યારબાદ શ્રી કૃષ્ણ તથા માતાશ્રી રૂક્ષ્મણી વિવાહનો પ્રસંગ ભગવાનશ્રી કૃષ્ણ તથા રૂક્ષમણીની પ્રતિકૃતિ બનાવી મંડપ રોપણ કરી અને રાજકોટ શહેરના સુવિખ્યાત અને નામી એડવોકેટ શ્રી શાહી લલીતભાઇના પરિવારે કન્યાદાન વિધિ કરેલ અને મહારાજશ્રી જયરામદાસજી બાપુના આશિર્વાદ મેળવેલ. માધવપૂરના માંડવે મંગળ ફેરા, મંગળ ગીતોના નાદ વચ્ચે શ્રી કૃષ્ણ ભગવાનના તથા માતા શ્રી રૂક્ષ્મણીના વિવાહ સંપન્ન થયેલ.
ત્યારબાદ ગુરૂભકતોએ મહારાજશ્રી જયરામદાસજી બાપુના આશીવર્ચન પ્રાપ્ત કરી મહા આરતી કરી મહાપ્રસાદ ગ્રહણ કરી છઠ્ઠો દિવસ પૂર્ણ કરેલ.
(3:30 PM IST)










