તા. ૧૬ ઓગષ્ટ ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ શ્રાવણ શુદ-૧૧, શુક્રવાર
News of Wednesday, 7th January 2026
નેપાળી યુવાનના મોતમાં જવાબદારો સામે કાર્યવાહી ન થાય તો સિવિલ હોસ્પિટલ ખાતે આમરણાંત ઉપવાસ
નેપાળી સમાજના લોકોની આરોગ્ય મંત્રી, પોલીસ કમિશનર, કલેક્ટરને રજૂઆત

રાજકોટઃ શહેરના સરદ બજારમાં વાહન અકસ્માતમાં ગંભીર ઇજા પામનારા નેપાળી યુવાન વિનય થાપાને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતાં તેને ન્યુરો સર્જરી વિભાગમાં સારવાર અપાઇ હતી અને ઓપરેશન કરાયું હતું. જો કે બાદમાં તેનું મૃત્યુ થયું હતું. આ મામલે નેપાળી સમાજના આગેવાન સંજયરાજ કારકીની આગેવાની હેઠળ પોલીસ કમિશનરને રજૂઆત કરવામાં આવી છે. તેમજ ‘અકિલા' કાર્યાલય ખાતે પણ નેપાળી સમાજના લોકોએ આવીને રજૂઆત કરી હતી. જેમાં જણાવ્યું છે કે યુવાન વિનય થાપાને અકસ્માતમાં ગંભીર ઇજા થઇ હોઇ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. ઓપરેશન બાદ લોહી જમા કરાવવાનું હોઇ અમે સમાજના લોકોએ જયદિપ નામના યુવાનને લોહી આપવા બોલાવ્યો હતો. ત્યારે ન્યુરો વિભાગના ડોક્ટર સાથે બોલાચાલી થઇ હતી. એ પછી આ યુવાન સાથે ભારે અન્યાય થયો હતો. બાદમાં ડોક્ટરની બેદરકારીને કારણે નેપાળી યુવાન વિનય થાપાનું મૃત્યુ થયું હતું. ડોક્ટરો જે તે વખતે હડતાલ પર ઉતરી ગયા હોઇ જેથી વિનયની સારવાર થઇ શકી નહોતી. આ મામલે જવાબદાર તમામ સામે પગલા લેવામાં આવે તેવી અમારી માંગણી છે. જો ન્યાય નહિ મળે તો હોીસ્પટલના ડોક્ટરો સામે અમે આમરણાંત ઉપવાસ કરીશું. તેમ પોલીસ કમિશનરને ઉદ્દેશીને કરાયેલી રજૂઆતમાં જણાવાયું છે. તેમજ આરોગ્ય મંત્રી, કલેક્ટરને પણ રજૂઆત કરવામાં આવી છે. (તસ્વીરઃ અશોક બગથરીયા)
(3:48 PM IST)










