તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 7th January 2026
જ્વેલરી ઉદ્યોગને મળશે વૈશ્વિક ઓળખ.. વાઇબ્રન્ટ ગુજરાતમાં
પ્રથમ વખત ૩૦ વિદેશી જ્વેલર્સ રાજકોટ આવશે વાઇબ્રન્ટ ગુજરાત સમિટ માં પ્રથમ વખત ઓસ્ટ્રેલિયા, અમેરિકા, યુકે, દુબઈ, યુએઈ સહિતના ૩૦ દેશોમાં થી જ્વેલર્સ રાજકોટ ખાતે યોજાયેલી સેલર અને બાયર સમિટ મીટમાં ભાગ લેશેઃ પત્રકાર પરીષદ

રાજકોટ,તા.૦૭: રાજકોટમાં યોજાઇ રહેલી રિજનલ વાઇબ્રન્ટ ગુજરાત સમિટ રાજકોટના જેમ એન્ડ જ્વેલરી ઉદ્યોગ માટે પણ ઐતિહાસિક સાબિત થવા જઈ રહી છે. જાન્યુઆરી ૧૨ અને ૧૩ ના રોજ રાજકોટ ખાતે આંતરરાષ્ટ્રીય રિવર્સ બાયર સેલર નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાજકોટના ઇતિહાસમાં પ્રથમ વખત ૩૦ જેટલા વિદેશી જ્વેલરી બાયર આવી રહ્યા છે.
રાજકોટમાં યોજાયેલી એક પત્રકાર પરિષદને સંબોધતા એમએસએમઈ વિભાગના કમિશનર એમ. જે. લાડાણીએ જણાવ્યું હતું કે રાજકોટમાં પ્રથમ વખત ૩૦ જેટલા આંતરરાષ્ટ્રીય બાયર આવી રહ્યા છે. જેમાં કેનેડા દુબઈ બહેરીન ઓસ્ટ્રેલિયા યુકે તેમજ અમેરિકાના બાયરો પણ સામેલ છે. રાજકોટ જ્વેલરી ક્ષેત્રનુ હબ માનવામાં આવે છે અને અહીં ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ચાર લાખ લોકોને રોજગારી આપતું સૌથી મોટું ઔદ્યોગિક માધ્યમ છે. આ પ્રકારની બાયર અને સેલર સમિટ પ્રથમ વખત રાજકોટના વાઇબ્રન્ટ ગુજરાતમાં થઈ રહી છે ત્યારે આ તમામ વિદેશી ડેલીગેટને પણ રાજકોટમાં ૧૮ જગ્યાઓ ઉપર મુલાકાત પણ કરવામાં આવશે કે જ્યાં જ્વેલરી નું કાસ્ટિંગ જ્વેલરી ડિઝાઇન તેમજ રાજકોટની મોનોપોલી હેન્ડ જ્વેલરીનુ નિદર્શન કરાવવામાં આવશે.
આ પત્રકાર પરિષદમાં વધુ વિગત આપતા અને રાજકોટમાંથી જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ્સ પ્રમોશન કાઉન્સિલના પ્રથમ ચૂંટાયેલા સીઓએ મેમ્બર વિનીત વસા એ જણાવ્યું હતું કે રાજકોટના જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગને વૈશ્વિક ગ્લોબલ ઓળખ અપાવવાનો આ પ્રથમ પ્રયાસ દ્રષ્ટિ પૂર્ણ છે. આ વાઇબ્રન્ટ ગુજરાતમાં રાજકોટની જ્વેલરી ને શોકેસ કરવાનો પણ સૌથી મોટો અવસર પ્રાપ્ત થયો છે. રાજકોટની પ્લેન ગોલ્ડ જ્વેલરી ની કારીગરી આજે વૈશ્વિક બાયર્સ નું ધ્યાન ખેંચી રહી છે. સફળ કોમન ફેસીલીટી સેન્ટર બાદ આ મીટ રાજકોટ માટે વૈશ્વિક માર્કેટ સાથે જોડાવાનું મહત્વનું પગલું સાબિત થશે.
રાજકોટના વિખ્યાત બંસી ગોલ્ડ ના સંજય ધકાણ એ જણાવ્યું હતું કે અમે લોકો વિશ્વભરના એક્ઝિબિશનમાં ભાગ લેવા જતા હોઈએ છીએ અને કોઈપણ એક્ઝિબિશન હોય તેમાં મુલાકાતીઓ સૌથી પહેલા રાજકોટના સ્ટોલ ને મહત્વ આપતા હોય છે એટલે કે રાજકોટની જ્વેલરી હવે વૈશ્વિક રીતે પણ પ્રસ્થાપિત થઈ ચૂકી છે. એક સમય હતો કે રાજકોટ એન્જાિનિયરિગ ઉદ્યોગ માટે પ્રખ્યાત હતો પણ હવે સાથે સાથે જ્વેલરી માટે પણ એટલું જ પ્રખ્યાત થયું છે. વાઇબ્રન્ટ ગુજરાતનો અવસર રાજકોટના આંગણે આવ્યો છે ત્યારે પ્રથમ વખત વિદેશી બાયરો પણ આવી રહ્યા છે જે તેમના દેશમાં પણ રાજકોટની જ્વેલરી ને વધુ સારી રીતે પ્રસ્થાપિત કરશે.
અન્ય જ્વેલર્સમાં તેજસ શાહ, જયદીપ વાઢેર તેમજ રાજ ભાલારા એ જણાવ્યું હતું કે રાજકોટની જ્વેલરી માટે આ બહુ મોટું પ્લેટફોર્મ અમને મળ્યું છે અહીં રાજકોટ તેમજ ભારતના બાયક અને સેલર ની સાથે વિચારોનો આદાન-પ્રદાન તેમજ જ્વેલરી ની વિશેષતાઓ અંગે ચર્ચા કરવાનો પણ મોકો મળશે સરકાર તરફથી પણ અમને જે સહયોગ મળ્યો છે તે સરાહનીય છે.
આ બાયર સેલર મિનિટમાં વિદેશી બાયરો રાજકોટ આવીને અહીંના ઉત્પાદકો સાથે સીધી બિઝનેસ ચર્ચા કરશે જે રાજકોટ માટે એક નવી ઓળખ અને નવી તક લઈને આવશે આ મીટ રાજકોટના જ્વેલર્સને સીધું આંતરરાષ્ટ્રીય માર્કેટ એક્સપોઝર આપશે. તેમજ લાંબા ગાળાના બિઝનેસ સંબંધો સ્થાપિત કરવામાં મહત્વની કડી બની રહેશે. રાજકોટ અત્યાર સુધી મજબૂત ઉત્પાદન ક્ષમતા ધરાવતું હોવા છતાં આંતરરાષ્ટ્રીય બ્રાન્ડિંગથી દૂર રહ્યું હતું પરંતુ આ વાઇબ્રન્ટ ગુજરાતમાં તેને એક નવી ઓળખ મળશે.
રાજકોટ હંમેશા થી પ્લેન ગોલ્ડ જ્વેલરી માં મહત્વનો ડેસ્ટિનેશન રહ્યું છે અહીંના કારીગરોની ચોકસાઈ અને શુદ્ધતાને સમગ્ર દેશમાં માન્યતા પ્રાપ્ત થઈ છે ત્યારે આ વાઇબ્રન્ટ ગુજરાતમાં વિદેશી બાયરો સાથેનો આદાન પ્રદાન રાજકોટની એન્ટિક જ્વેલરી સિલ્વર જ્વેલરી તેમજ ડાયમંડ જ્વેલરી ને એક નવું બુસ્ટ આપશે ઉપરાંત રાજકોટના ટૂલ્સ અને જ્વેલરી મશીનરી ક્ષેત્રે પણ રાજકોટને આધાર સ્તંભ માનવામાં આવે છે અને દેશના અનેક ક્લસ્ટર રાજકોટમાં બનેલા ટુલ્સ અને મશીનરી પર આધારિત છે. છતાં આંતરરાષ્ટ્રીય માર્કેટ સુધી સીધી પહોંચ ન હોવાને કારણે ઉદ્યોગ સીમિત રહ્યો હતો.
જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય હેઠળ કાર્યરત દેશની અગ્રણી ટ્રેડબોડી છે ભારતના જેમ એન્ડ જ્વેલરી ઉદ્યોગ ના નિકાસ પ્રોત્સાહન આંતરરાષ્ટ્રીય માર્કેટ એક્સેસ નીતિ સહયોગ સ્ટીલ ડેવલોપમેન્ટ અને વૈશ્વિક બ્રાન્ડિંગ માટે સતત કાર્યરત છે.
પત્રકાર પરિષદમાં સર્વ શ્રી તેજસ શાહ, સંજય ધકાણ, રાજ ભાલારા, જયદીપ વાઢેર અને ીવનીત વસા નજરે પડે છે. (તસ્વીરઃ અજીિત બગથરીયા)
(4:21 PM IST)










