<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th January 2026

ભારતે આર્થિક- ટેકનોલોજી તાકાત વધારવી જરૂરીઃ ધર્મબંધુજી

ચીને યુધ્‍ધ વગર પડોશી દેશો પર પ્રભાવ સ્‍થાપ્‍યો, ભારત પણ આ દિશામાં ચાલે રાષ્‍ટ્રકથા શિબિરમાં ૨૦ હજાર શિબિરાર્થીઓએ ભાગ લીધોઃ ધર્મબંધુજી ‘અકિલા'ની મુલાકાતે

રાજકોટ, તા.૭: ભારતે પડોશી દેશો સાથે સંબંધ સુધારવા જરૂરી છે બદલાઇ રહેલા વૈશ્વિક સમીમરણોમાં ભારત પ્રભાવી ભૂમિકા ભજવી શકે છે. શરત એ કે ઇકોનોમી અને ટેકનિકલ તાકાત વધારવી પડશે.

આ શબ્‍દો પ્રાસલાના ધર્મબંધુજી આજે ‘અકિલા'ની મુલાકાતે આવ્‍યા હતા. તેઓએ વિવિધ વિષયો પર વિચારો વ્‍યકત કર્યા હતા.

તાજેતરમાં પ્રાસલા ખાતે રાષ્‍ટ્રકથા શિબિર આયોજિત થઇ હતી. આ શિબિરમાં દેશભરમાંથી ૨૦ હજાર શિબિરાર્થીઓ ઉપરાંત ૨૪ હજાર લોકોએ ભાગ લીધો હતો. ગુજરાતના આઠ હજારથી વધારે શિબિરાર્થીઓ જોડાયા હતા. દેશભરના નામાંકિત ૩૧ વકતાઓએ વિવિધ વિષયો પર માર્ગદર્શન આપ્‍યું હતું.

ધર્મબંધુજી કહે છે કે, રાષ્‍ટ્રપ્રત્‍યે જાગૃતિ કેળવીય તે ઉદ્‌ેશથી શિબિરના આયોજન થાય છે. મુલાકાત દરમિયાન તેઓએ રાષ્‍ટ્ર સામેના પડકારો અંગે જણાવ્‍યું હતું કે, ભારતમાં વસ્‍તી વિસ્‍ફોટ દેશને પરેશાન કરનાર પડકાર છે. આ ઉપરાંત નજીકના ભવિષ્‍યમાં પીવાના પાણીની સમસ્‍યા સર્જાવાની છે. ભારતના ૭૦ ટકા જિલ્લામાં પાણીની અછત થશે.

ભારતની નીતિ અંગે ધર્મબંધુજીએ કહ્યું હતું કે, મજબૂત રાષ્‍ટ્ર માટે પડોશી સાથે સારા સંબંધો જરૂરી છે. મોટાભાગના પડોશી દેશો સાથે ભારતના સંબંધો ખરાબ છે. આ સામે ચીન વગર યુધ્‍ધ પડોશી દેશોમાં ગહન પ્રભાવ સ્‍થાપિત કરી ચુકયું છે. ભારતે ઇકોનોમી અને ટેકનોલોજી ક્ષેત્રે શકિતશાળી બનવું જરૂરી છે. આર્થિક મજબૂતી અને ટેકનોલજીની કમાલથી  વર્ચસ્‍વ સ્‍થાપિત કરી રહ્યું છે. ભારતમાં લોકોની મફત વૃતિ દુર થવી જોઇએ લોકોને મળતી વિનામૂલ્‍યેની યોજનાઓ પર બ્રેક લાગે તો દેશ મજબૂત બની શકે.

ધર્મબંધુજીએ કહ્યું હતું કે, દેશમાં ધાર્મિક ક્ષેત્ર પણ પ્રભાવી છે. ધર્મનું કામ જોડવાનું છે. તોડવાનું નથી. ધાર્મિકક્ષેત્રે મૂળ સમજ વિકસવી જોઇએ.

સ્‍વામી ધર્મબંધુજી એ ‘રાષ્‍ટ્ર કથા શિબિર' ના પ્રણેતા અને એક એવા અનોખા સંન્‍યાસી છે જેમણે પોતાનું જીવન ધાર્મિક ક્રિયાકાંડોને બદલે ‘રાષ્‍ટ્રવાદ' અને ‘યુવા સશક્‍તિકરણ'માટે સમર્પિત કર્યું.

તેઓ માને છે કે રાષ્‍ટ્રની સેવા એજ સાચી ઇશ્વર ભકિત છે. તેમનો મુખ્‍યમંત્ર ‘રાષ્‍ટ્ર પ્રથમ' છે  (Nation First) છે

તેમણે શ્રી વૈદિક મિશન ટ્રસ્‍ટની સ્‍થાપના કરી છે, જેના દ્વારા તેઓ સામાજિક અને શૈક્ષણિક પ્રવળત્તિઓ ચલાવે છે. પ્રાસલા (રાજકોટ) ખાતેનું તેમનું કેન્‍દ્ર આજે રાષ્‍ટ્રીય કક્ષાનું તાલીમ કેન્‍દ્ર બની ગયું છે.

છેલ્લા ૨૬ વર્ષથી તેઓ અવિરતપણે આ શિબિરનું આયોજન કરે છે. તેમની વિશેષતા એ છે કેઃ તેઓ દેશના ખૂણેખૂણેથી, ખાસ કરીને કાશ્‍મીર અને સરહદી વિસ્‍તારોમાંથી યુવાનોને લાવીને તેમને ભારતની મુખ્‍યધારા સાથે જોડે છે. તેમણે લાખો યુવાનોને આતંકવાદ અને નકારાત્‍મક વિચારોથી દૂર કરી રાષ્‍ટ્ર નિર્માણ તરફ વાળ્‍યા છે.

‘અકિલા'ના મોભી શ્રી કિરિટભાઇ ગણાત્રા સાથે

પ્રાસલાના પૂ. ધર્મબંધુજી નજરે પડે છે.

(તસ્‍વીરઃ સંદિપ બગથરીયા)

(4:22 PM IST)