તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Wednesday, 7th January 2026
શહેરના અનેક મફતીયાપરાના લોકો છત છીનવાઇ જવાના ડરે રસ્તા પર ઉતરી આવ્યાઃ રેલી કાઢી કલેકટરને આવેદન
કલેકટર કચેરીમાં ર૦૦ લોકો ધસી આવ્યા : ઉગ્ર સુત્રોચ્ચાર સાથે રામધૂન શહેર કોંગ્રેસની મુખ્યમંત્રીને સંબોધી રજૂઆત : મફતીયાપરા રેગ્યુલાઇઝ કરી આપવા માંગણી શહેર કોંગ્રેસે રેલી કાઢી સૂત્રોચ્ચાર-રામધૂમ સાથે કલેકટરને આવેદન પાઠવ્યું તે નજરે પડે છે.

રાજકોટ, તા. ૭ : રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા શહેરના સિવિલ હોસ્પિટલ ચોક ખાતેથી કલેકટર કચેરી સુધી શહેરના ૫૦ થી વધુ મફતીયાપરાના હજારો પરિવારજનોને બે ઘર ન કરવા માટેની માંગણી સાથે કલેકટરને આવેદન આપી તેમના મારફત મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી હતી. જંગલેશ્વરમાં ૧૩૫૦ મિલકત ધારકોને વહીવટી તંત્ર દ્વારા નોટિસ આપવામાં આવ્યા બાદ હવે મફતિયાપરાના લોકો છત છીનવાઈ જવાના ડરે રસ્તા પર ઉતરી આવ્યા છે.હું ભિખારી છું, મફતિયાપરા રેગ્યુલરાઇઝ કરો તેવી માંગ સાથે રાજકોટ મહાનગરપાલિકાના વિપક્ષી નેતા દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો, કલેકટર કચેરીએ ૧પ૦ થી ર૦ઢ લોકો ઉમટી પડયા હતા, અને રામધૂમ બોલાવી હતી તથા આવેદનપત્ર પાઠવ્યું હતું.
સિવિલ હોસ્પિટલ ચોકમાં આંબેડકરના પૂતળા પાસે મોટી સંખ્યામાં એકત્ર થયા છે. જ્યાં વિપક્ષના નેતાએ જણાવ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નંબર ૧૫ માં ૧૦ જેટલા મફતિયાપરા આવેલા છે. જેમાં ગંજીવાડા વિસ્તાર, ખોડીયાર નગર, આંબેડકરનગર, ભારતનગર, માજોઠીનગર, જયહિંદ નગર, શિવાજીનગર, બાપા સીતારામનગર, આનંદનગર અને કુબલીયાપરા મફતિયાપરાનો સમાવેશ થાય છે.
સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે છેલ્લા ૫૦ થી ૬૦ વર્ષોથી લોકો અહીં રહે છે. જેઓ કોર્પોરેશનને લગતા તમામ પ્રકારના ટેક્સ અને વેરા ભરે છે. જેમાં અમૂક મફતિયા શ્ન્ઘ્ ની જમીન પર આવેલા છે. જે તમામ મફતિયાપરાને રેગ્યુલાઇઝ કરી આપવા માટે અમો માંગણી કરી રહ્યા છીએ. જેથી સરકારે નક્કી કર્યા મુજબની ઇમ્પેક્ટ ફી ભરી રેગ્યુલરાઇઝ કરવા રેલી કાઢી કલેક્ટર ડૉ. ઓમ પ્રકાશ મારફત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલને રજૂઆત કરવામાં આવી છે.
આવતીકાલે અગાઉ ગેરહાજર રહેલા દરમિયાન ૪૦૦ જેટલા લોકોને સાંભળવામાં આવશે
દરમિયાન પૂર્વ મામલતદાર દ્વારા જંગલેશ્વર વિસ્તારમાં આવેલા અલગ અલગ વિસ્તારમાં ૧૩૫૦ લોકોને નોટિસ ફટકારવામાં આવી હતી અને ૨૯ થી ૧ જાન્યુઆરી સુધી તમામ લોકોને સાંભળવામાં આવ્યા હતા જેમાં ૪૦૦ જેટલા લોકો પુરાવા સાથે હાજર ન રહ્યા હતા જેઓને તમામ ૪૦૦ લોકોને પુનઃ નોટિસ પાઠવી દેવામાં આવી છે. આવતીકાલે તારીખે આઠના રોજ તમામ લોકોને પુરાવા સાથે હાજર રહેવા માટેની સૂચના આપવામાં આવી છે, સૂનાવણી હાથ ધરશે.
આવેદન દેવામાં અગ્રણીઓ રાજદિપસિંહ જાડેજા, અતુલભાઇ રાજાણી, વશરામ સાગઠીયા, મકબૂલ દાઉદાણી, કોમલબેન ભારાઇ, દિપ્તીબેન સોલંકી, પ્રવિણ રોજાસરા વિગેરે જોડાયા હતા.
(4:37 PM IST)










