News of Wednesday, 7th January 2026
રાજકોટ ગેંગવોર કેસ: મુર્ગા ગેંગનો વધુ એક આરોપી ઝડપાયો:કુલ 34ની ધરપકડ

પીઆઇ એસ. એમ. જાડેજા અને ટીમની કાર્યવાહી: મયુર ઉર્ફે મયલાનો ટ્રાન્સફર વોરંટથી કબજો મેળવાયોરાજકોટ: શહેરના મંગળા રોડ પર થયેલા ફાયરિંગ અને ગેંગવોરના કેસમાં પોલીસને વધુ એક સફળતા મળી છે. રાજકોટ એસઓજી સંજયસિંહ એમ. જાડેજા અને તેમની ટીમે તપાસ તેજ કરી ‘મુર્ગા ગેંગ’ ના સાગરીત મયુર ઉર્ફે મયલાની ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરી છે.
ઝડપાયેલો આરોપી મયુર ઉર્ફે મયલો બાબુલાલ પરમાર (ઉ.વ.૪૦) દેવપરા વિસ્તારની કૈલાશ પાન વાળી શેરીમાં રહે છે. મજૂરી કામ કરતા આ શખ્સની ગેંગવોરના ગુનામાં સંડોવણી ખુલતા પોલીસે તેની કસ્ટડી મેળવી છે. મંગળા રોડ પર પેંડા ગેંગ અને મુર્ગા ગેંગ વચ્ચે થયેલા સશસ્ત્ર સંઘર્ષ બાદ પોલીસ એકપછી એક સાગરીતોને પકડી રહી છે.
આ ચકચારી કેસમાં રાજકોટ પોલીસ અત્યાર સુધીમાં હથિયાર પૂરા પાડનારા અને આશરો આપનારા સહિત કુલ 34 આરોપીઓની ધરપકડ કરી ચુકી છે. પોલીસે આ અગાઉ ગેંગના મુખ્ય આરોપીઓ વિરુદ્ધ ગુજસીટોક હેઠળ પણ કડક કાર્યવાહી કરી છે. હાલમાં પકડાયેલા આરોપી મયુરની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે.
(9:42 PM IST)










