<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 8th January 2026

રાજકોટ ડીસ્‍ટ્રીકટ બાર એસો.ની નવી ટીમને બાર કાઉન્‍સીલ ઓફ ઇન્‍ડિયાના અભિનંદન

રાજકોટ, તા.૮: રાજકોટ ડિસ્‍ટ્રીકટ બાર એસોસિએશનની નવી ટિમને  બાર કાઉન્‍સિલ ઓફ ઈન્‍ડિયાએ અભિનંદન પાઠવ્‍યા હતા.

રાજકોટ ડિસ્‍ટ્રીકટ બાર એસોસિએશનની ચુંટણીમાં કોરોના સમય, ગુજરાતના પુર્વ મુખ્‍યમંત્રી સ્‍વ. વિજયભાઈ રૂપાણી અને પ્રવર્તમાન મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઈ પટેલની સરકારમાં બાર કાઉન્‍સિલ ઓફ ગુજરાતને ફાળવેલ વેલફેર ફંડ અપાવવામાં મહત્‍વની ભૂમિકા ભજવનાર, રાજ્‍ય સરકાર તથા કેન્‍દ્ર સરકાર દ્વારા નોટરીઓની જરૂરીયાતમંદ વકિલોના આધારે નિમણૂંકનાં હિમાયતી અને વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદી અને કેન્‍દ્રીય ગળહમંત્રી, મંત્રી સી. આર. પાટિલ, પુર્વ મુખ્‍યમંત્રી સ્‍વ. વિજયભાઈ રૂપાણી સહિતના સતત સંકલનમાં રહી કેન્‍દ્ર સરકારમાંથી તમામ વકીલશ્રીઓને નોટરી તરીકે નિમણૂંક અપાવનાર ડિસ્‍ટ્રીકટ બાર એસોસિયેશનના પ્રમુખ તરીકે બિન વિવાદાસ્‍પદ સિનિયર વકીલ નરેન્‍દ્રસિંહ જાડેજા, ઉપપ્રમુખ તરીકે અંબાણી ભરતભાઈ, નયનભાઈ વ્‍યાસ, હરેશ પરસોડા તથા સહાયક હષૅદ બારૈયા અને નિતિશ કથીરીયા, સેક્રેટરી તરીકે નયનાબેન ચૌહાણ અને અશ્વિન ગોસાઈ તથા સહાયક તરીકે બિમલ જાની, જોઈન્‍ટ સેક્રેટરી તરીકે જતિન ઠક્કર, દિવ્‍યેશ છગ તથા સહાયક નિવિદ પારેખ, ટ્રેઝરર તરીકે લક્ષ્મીબેન જાદવ, રક્ષાબેન ઉપાધ્‍યાય અને સહાયક તરીકે અંજનાબેન ચૌહાણ, લાઇબ્રેરી સેક્રેટરી તરીકે જીજ્ઞેશ નાગ્રેચા, વિરેન રાણીગા તથા સહાયક કિશન રાજાણી, મહિલા અનામત કારોબારી સભ્‍ય તરીકે બિનલબેન મહેતા, અંજુમન અજમેરી, ડોલી બુદ્ધદેવ, માનસી ગોલ અને સહાયક તરીકે ધારા ઉન્‍જીયા, મેઘાવી ગજ્જર, નિલમ પલાણ, તથા બિન અનામત કારોબારી સભ્‍ય તરીકે વિમલ ડાંગર,  હિરેન રૈયાણી, ભાવેશ બાભવા, અજયસિંહ ચુડાસમા, રાજ ભાવસાર, પ્રફુલ ચંદારાણા, શ્રેયશ શુકલ તથા કો-ઓપટ સભ્‍યો તરીકે ધમૅશ સિદ્ધપુરા, વૈશાલી વિઠ્ઠલાણી, ચેતન વિઠ્ઠલાપરા, નિધિ ચોન્‍ડાગર, કલ્‍પેશ નશિત, મિતાબેન રાવ, રાજેશ ચાવડા, ઇસ્‍માઇલ પરાસરા, ધારા ઉન્‍જીયા, ઝાલા કિર્તિસિંહ, નિલમ પલાણ, ડોડિયા વનરાજસિંહ, ચાંદનીબેન જાવિયા, ચિરાગ મહેતા, રવિ લાલ, સાગર મહેતા વિગેરે બિનહરીફ થતાં રાજય સભાનાં સાંસદ અને બાર કાઉન્‍સિલ ઓફ ઈન્‍ડિયાના ચેરમેન મનન મિશ્રા, ગુજરાત પ્રદેશ ભાજપા લીગલ સેલનાં પુવૅ સહ સંયોજક, બાર કાઉન્‍સિલ ઓફ ગુજરાતના પુર્વ ચેરમેન, આરોગ્‍ય સમિતિના ચેરમેન અને બાર કાઉન્‍સિલ ઓફ ઈન્‍ડિયાના સહ ચેરમેન શ્રી દિલીપભાઈ પટેલ સહિત બાર કાઉન્‍સિલ ઓફ ઈન્‍ડિયાએ શુભેચ્‍છાઓ પાઠવી છે

(3:08 PM IST)