<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 8th January 2026

ધર્મની માનેલી બહેનને મેસેજ કરવાની ના પાડનારા પંકજ પર ત્રિશુલ ચોકમાં ૪ શખ્‍સનો હુમલોઃ છરી ઝીંકાઇ

ગુંદાવાડી સોના સીંગમાં કામ કરતો થોરાળાનો યુવાન મિત્ર સાથે ફાકી ખાવા ઉભો હતો ત્‍યારે જયેન્‍દ્ર સરવૈયા સહિતના આવીને તૂટી પડયાઃ વચ્‍ચે પડેલા મિત્રને પણ મારકુટઃ ભક્‍તિનગર પોલીસમાં ફરિયાદ

રાજકોટ તા. ૮: નવા થોરાળામાં રહેતાં અને ગુંદાવાડીમાં સીંગની દુકાનમાં કામ કરતાં યુવાનને તે મિત્ર સાથે પાન-ફાકી ખાવા હસનવાડી ત્રિુશલ ચોકમાં ગયો ત્‍યારે એક શખ્‍સે તેને ફોન કરી ક્‍યાં છો? તેમ પુછ્‍યા બાદ ત્રણ જણાને સાથે લાવી આ યુવાનને ગાળો દઇ ઢીકાપાટુનો માર મારી છરી ઝીંકી દેતાં અને વચ્‍ચે પડેલા તેના મિત્રને પણ માર મારતાં સારવાર લીધી છે. યુવાને જે છોકરીને ધર્મની બહેન બનાવી છે તેને આ હુમલાખોર મેસેજ કરી હેરાન કરતો હોઇ આ બાબતે ઠપકો આપ્‍યો હોઇ ખાર રાખી હુમલો કરાયો હતો.

આ બનાવમાં ભક્‍તિનગર પોલીસે નવા થોરાળા શેરી નં. ૭ ડો. એલ. કે. ચાવડાના દવાખાના પાસે રહેતાં અને ગુંદાવાડીમાં આવેલી સોના સીંગ નામની દુકાનમાં કામ કરતાં પંકજ નરેશભાઇ સાગઠીયા (ઉ.વ.૨૧)ની ફરિયાદ પરથી જયેન્‍દ્ર સરવૈયા, કાર્તિક, પિયુષ અને અજાણ્‍યા શખ્‍સ સામે ગુનો નોંધ્‍યો છે.

પંકજે પોલીસ ફરિયાદમાં જણાવ્‍યું છે કે હું મારા ભાઈ ચીરાગ તથા આશીષ સાથે સયુંક્‍ત પરીવારમા રહુ છું. તા. ૭ના રાતે સાડા દસેક વાગ્‍યાના અરસામા હુ ગુંદાવાડીમા સોના સીંગ નામની દુકાને હતો ત્‍યારે મારા મિત્ર ઋત્‍વીક મકવાણા જે જલારામ ચોકમાંદ્વારકાધીશ સાડીમાં કામ કરે છે તેનો ફોન આવેલ અ ને મને કહેલ કે મને અહિયા બાઇક લઇને લેવા માટે આવ. જેથી હું મારું એકસેસ લઇને તેને લેવા માટે જલારામ ચોકમાં ગયો હતો. ત્‍યારે ઋત્‍વીકને ફાકી ખાવી હોઇ જેથી હું તેને વાહનમાં બેસાડી ત્રિશુલ ચોકમાં અમારા મિત્ર સાહિલ બથવારની દુકાને લઇ ગયો હતો.

  હું અને ઋત્‍વીક ત્રિશુલ પાન નામની દુકાન પાસે ઉભા હતા ત્‍યારે મારા ફોનમાં જયેન્‍દ્ર સરવૈયાનો ફોન આવેલ અને કહેલ કે તું કયા છો? જેથી મેં ત્રિશુલ ચોકમાં હોવાનું કહ્યું હતું. આ પછી જયેન્‍દ્ર અને તેનો મિત્ર કાર્તિક સાગઠીયા તથા પિયુષ તથા તેની સાથે એક અજાણ્‍યો એમ ચાર શખ્‍સો આવ્‍યા હતાં. આ પછી જયેન્‍દ્રએ મને-તું કેમ મને ફોનમાં ગાળો આપે છે? ે કાલે મને તું શું કહેતો હતો? તેમ કહીને  જેમ ફાવેતેમ ગાળો દેવા માંડયો હતો. મેં તેને મે ગાળો બોલવાની ના પાડતા જયેન્‍દ્ર સહિત ચારેયએ ઉશ્‍કેરાઇ જઇ મને ઢીકા પાટુનો માર માર્યો હતો. મિત્ર  સાહીલ વચ્‍ચે છોડાવવા લાગતા તેને પણ ઝપાઝપી કરી મારકુટ કરી લીધી હતી.

આ દરમિયાન કાર્તિકે તેના પેન્‍ટના નેફા માંથી છરી કાઢેલ અને મને વાસાંમા જમણા ખભાની નીચેના ભાગે એક ઘા મારી દીધો હતો. આ કારણે હું નીચે પડી ગયો હતો. દેકારો થતાં લોકો ભેગા થઇ જતાં જયેન્‍દ્ર સહિત ચારેય ભાગી ગયા હતાં. આ પછી મને મિત્રો ઋત્‍વીક અને સાહિલ ટુવ્‍હીલરમાં બેસાડી ગુંદાવાડી ખાતે સરકારી હોસ્‍પીટલમાં સારવાર માટે લઇ ગયા હતાં. ઇજા પર ડોક્‍ટરે ત્રણ ટાંકા લીધા હતાં. આ બનાવ બનવાનુ કારણ એ છે કે મારા ધર્મની માનેલી બહેનને જયેન્‍દ્ર સરવૈયા ફોનમાં મેસેજ કરતો હોઇ અને મેં તેને મેસેજ કરવાની ના પાડી હતી. આ બાબતતો ખાર રાખી જયેન્‍દ્રએ મને ફોન કરી ક્‍યાં છો પુછી હું ત્રિશુલ ચોમાં હોઉ ત્‍યાં બીજા ત્રણ શખ્‍સો સાથે આવી મારકુટ કરી છરી ઝીંકી દીધી હતી. તેમજ ગાળો આપી ઢીકા પા ટુનો માર માર્યો હતો. ભક્‍તિનગર પીઆઇ મયુરધ્‍વજસિંહ એમ. સરવૈયાની રાહબરીમાં  એએસઆઇ એચ. કે. ડાંગરે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

(3:22 PM IST)