News of Thursday, 8th January 2026
જુનિયર એડવોકેટ એસો.ના મહિલા ઉપપ્રમુખ પદે પૂજાબેન રાવલ

રાજકોટ : ‘જુનિયર એડવોકેટ એસોસિએશન-૨૦૨૬'ની નવી ટીમની જાહેરાત કરવામાં આવી છે. એડવોકેટ ગિરિરાજસિંહ રાઠોડે ફાઉન્ડર તરીકે જવાબદારી સંભાળી અને તેના અધ્યક્ષ સ્થાને મળેલી મિટિંગમાં કો ફાઉન્ડરમાં એડવોકેટ જીતુભાઈ પારેખ, એડવોકેટ કુલદીપસિંહ જાડેજા, ચેરમેન શિવરાજસિંહ બી ઝાલા, પ્રમુખ ચંદ્રસિંહ તલાટીયા (સી.બી.) વગેરે અનેક વકીલ મિત્રો હાજર રહ્યાં હતા. આ એડવોકેટ મંડળમાં કુલ ૧૦૦ જેટલા એડવોકેટ મિત્રો સંગઠન સાથે સંકળાયેલા છે. સંગઠનની નવી રચનામાં મહિલા એડવોકેટના પ્રશ્નો માટે અલગથી મહિલા પાંખની પણ રચના કરવામાં આવી છે, જેમાં મહિલા ઉપપ્રમુખ તરીકે યુવા એડવોકેટ પૂજાબેન પરેશભાઈ રાવલ નીમણૂક કરવામાં આવી છે. તેઓ એડવોકેટ મિત્રોના પ્રશ્નો માટે જુનિયર બાર એસોસિયેશનના તમામ હોદેદારો સાથે રહી એડવોકેટ મિત્રોના પ્રશ્નોના તાત્કાલિક નિકાલ માટે પૂરતા પ્રયત્નો કરશે તેમ જણાવેલ આ ઉપપ્રમુખની નિમણૂક બદલ એડવોકેટ પૂજાબેન રાવલને (૯૯૭૯૮૬૬૪૪૨) પરિવાર ના સભ્યો, સંબંધીઓ, મિત્રો, તોહીઓ તરફથી રૂબરૂ અને ટેલિફોનીક શુભેચ્છા પાઠવવામાં આવી રહી છે.
(4:37 PM IST)










