<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 8th January 2026

જનસેવા ટ્રસ્‍ટ દ્વારા વાર્ષિક ઉત્‍સવની ઉજવણી : દાતાઓ અને સેવકોનું મ્‍યુઝીકલ સંગીત સંધ્‍યા સાથે સન્‍માન : ડાયાબીટીસના દર્દીઓને નિઃશુલ્‍ક દવા વિતરણ

રાજકોટ : જનસેવા ટ્રસ્‍ટ દ્વારા વાર્ષિક કાર્યક્રમ દાતાઓ, મહેમાનો તથા આમંત્રિતાનીે હાજરમાં યોજાયા હતો. સંસ્‍થાની વિશેષતા એ છે કે કોઈપણ જાતના નાત-જાતનાં ભેદભાવ વગર મોટી બિમારીમાં જરૂરિયાતમંદ હોય તેવા  હાર્ટ, કેન્‍સર, કીડની ફેઇલ્‍યોર, થેલેસેમિયા, પેરાલીસીસ  વગેરે દર્દીઓને દવા, તબીબી તથા અન્‍ય મેડીકલ સહાય આપવામાં આવે છે. જેમાં કાયમી બીમારીમાં  સંસ્‍થા મેડીકલ સ્‍ટોર્સમાંથી દવા પૂરી પાડે છે. કીડની ફેઇલ્‍યોરનાં દર્દીઓને હીમોગ્‍લોબીનનાં ઈન્‍જેકશન પૂરા પાડે છે. કેન્‍સરનાં દર્દીઓને ડાયરેકટ કેન્‍સર હોસ્‍પીટલનાં નામનો  ચેક આપીને મદદ કરે છે. હોસ્‍પીટલાઈઝેશન, ઓપરેશન તથા લેબોરેટરી ચેકઅપમાં સંસ્‍થા નકકી કરેલ મર્યાદામાં ચેક આપીને મદદ કરે છે. આ સંસ્‍થા સાથે લગભગ તમામ ફેકલ્‍ટીનાં ડોકટરોની સેવા ઉપલ્‍બધ છે. જેનો લાભ પણ દદીઓને મળી રહયો છે. મેડીકલ સાધનો જેવા કે ઓકસીજનનાં મશીન, વ્‍હીલચેર વગેરે વાપરવા માટે પણ પૂરા પાડે છે તેમજ ગરીબ દર્દીઓને જરૂર પડયે લોહી પણ પૂરૂ પાડે છે. સૌ પ્રથમ સંસ્‍થાનાં કાર્યોની આછેરી ઝલક  જનસેવા ટ્રસ્‍ટનાંઅજયભાઈ વખારીયા દ્વારા આપવામાં આવેલ હતી.  ધારાસભ્‍ય ડો. દર્શિતાબેન શાહ દ્વારા ટ્રસ્‍ટની કામગીરીને બિરદાવવામાં આવેલ. ત્‍યારબાદ ડો. ઋત્‍વી તૈલીએ બ્‍લડ ઉપર અને ડો. તન્‍વી મહેશ્વરીએ આંખની સંભાળ વિષે વકતવ્‍ય આપેલ. સર્વેને ડાયાબિટીસ માટેની આર્યુવેદિક દવા નિશુલ્‍ક આપવામાં આવેલ. કાર્યક્રમની મધ્‍યમાં જય સીયારામ મિત્ર મંડળના હરીશભાઈ હરિયાણીનું જીવદયા કાર્ય બદલ તેમજ ભાસ્‍કરભાઈ પારેખ દ્વારા દિવ્‍યાંગ બાળકો માટેની સંસ્‍થાનાં ઉતમ કાર્ય બદલ સન્‍માન કરવામાં આવ્‍યું હતું. આ પ્રસંગે ડો. રાજેશ તેલીએ ડો. હિરેન કોઠારી, ડો. દિપક રાયચુરા, ડો. બબીતાબેન હપાણી, ડો. પારૂલ કાલરીયા, ડો. નિધી પટેલ, જીમ્‍મીભાઈ અડવાણી, મહેશભાઈ મહેતા, શિરીષભાઈ બાટવીયા, ભરતભાઈ દોશી, સુશીલભાઈ ગોડા, દિનેશભાઈ મોદી, વીરેન્‍દ્રભાઈ સંઘવી, સર ઇન્‍સ્‍ટિટયૂટનાં જગદીશ સર, ડો. રવિ ધાનાણી, જનકલ્‍યાણ ટ્રસ્‍ટનાં ઉમેશભાઈ મહેતા, ચાખુંવાળા મહેતા, સમીરભાઈ પારેખ, શૈલેષભાઈ ઉદાણી વગેરે હાજર રહયા હતા. હિતેશભાઈ ભટ્ટ અને વર્ષાબેન ઠાકર દ્વારા જૂના નવા ગીતો સાથે સંગીત સંધ્‍યાનું સુંદર મજાનું આયોજન કરવામાં આવેલું હતું. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા પ્રમુખ અજયભાઈ વખારીયા તેમજ સમીરભાઈ કામદાર, હરેશભાઈ વીંછી, ફીરોઝભાઈ ચારણીયા, ડો. નિશિથકુમાર સંઘવી, ડો.દિપક રાયચુરા, કિશોરભાઈ પારેખ, હીરેનભાઈ કામદાર, સંદીપભાઈ શ્રીમાંકર, મયુરભાઈ શાહ, સુરેન્‍દ્રભાઈ જોષી, રાજેશ્વરીબેન જોષી, દિવ્‍યાબેન વ્‍યાસ, આશીક શાહ તથા જીવદયા ગ્રુપ-રાજકોટના સર્વે કાર્યકરોએ જહેમત ઉઠાવેલ હતી. કાર્યક્રમનાં અંતે સ્‍વરૂચી ભોજનની વ્‍યવસ્‍થા રાખવામાં આવી હતી.

(3:40 PM IST)