<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 8th January 2026

રાજકોટમાં સોમવારે ૪૦૦ યોગસાધકો સૂર્યનમસ્‍કાર કરશે

સ્‍વામી વિવેકાનંદજીની જન્‍મજયંતિ નિમિતે રાજકોટ પતંજલી યોગ સમિતિ, ભારત વિકાસ પરિષદ દ્વારા આયોજન : ૧૦ થી પ૦ વર્ષથી વધુ ઉંમરના વડીલો સૂર્યનમસ્‍કાર સ્‍પર્ધામાં ભાગ લેશે : ર૪ વિજેતાઓને શિલ્‍ડ, પ્રમાણપત્ર અપાશે

રાજકોટ : પતંજલિ યોગ સમિતિ અને ભારત વિકાસ પરિષદ આનંદ નગર શાખાના સંયુકત ઉપક્રમે ૧ર મી જાન્‍યુઆરી, સોમવારે વિશ્વ વંદનીય યુગપુરૂષ સ્‍વામી વિવેકાનંદની જન્‍મજયંતિ નિમિતે સૂર્યનમસ્‍કાર યોજાશે. ૪૦૦ થી વધારે લોકો દ્વારા ૧૦૮ સૂર્યનમસ્‍કાર કરાશે. સૂર્યના પહેલા કિરણ એટલે કે સવારે ૬:૩૦ વાગે આ સૂર્યનમસ્‍કાર સ્‍પધા યોજાશે.

કુલ ચાર ગૃપ ઉંમર પ્રમાણે ભાઇઓ તથા બહેનોના રહેશે. જેમાં એ-૧૦ વર્ષથી ર૦ વર્ષના ભાઇઓ અને બહેનો બન્નેમાં પ્રથમ, દ્વિતિય, તૃતિય વિજેતા. ગૃપ બી-ર૧ વર્ષથી ૩પ વર્ષના ભાઇઓ અને બહેનો બન્નેમાં પ્રથમ, દ્વિતિય, તૃતિય વિજેતા. ગૃપ સી-૩પ વર્ષથી પ૦ વર્ષના ભાઇઓ અને બહેનો બન્નેમાં પ્રથમ, દ્વિતિય, તૃતિય વિજેતા. ગૃપ ડી-પ૦ વર્ષથી ઉપરના ભાઇઓ અને બહેનો બન્નેમાં પ્રથમ, દ્વિતિય, તૃતિય વિજેતા. ઉપર મજુબ ચાર ગૃપ રહેશે અને તમામ ર૪ વિજેતાઓને પતંજલિ યોગ સમિતિ અને ભારત વિકાસ પરિષદ દ્વારા શિલ્‍ડ અને સન્‍માનપત્ર આપવામાં આવશે.

આ સુર્યનમસ્‍કાર સ્‍પર્ધામાં ભાગ લેનાર તમામ ભાઇઓ અને બહેનોએ પતંજલિ યોગ સમિતિ ભારત વિકાસ પરિષદ દ્વારા ટીશર્ટ અને સન્‍માનપત્ર આપવામાં આવશે. આ સ્‍પર્ધામાં જોડવનાર દરેક ભાઇઓ તથા બહેનોએ નિયમોનું પાલન કરવું ફરજિયાત રહેશે અને પ્રગ્રામના અંતે બધા સાથે નાસ્‍તો પણ રાખવામાં આવેલ છે. આ સૂર્યનમસ્‍કાર સ્‍પર્ધાનું સંચાલન રાજકોટ પતંજલિ યોગ સમિતિના જિલ્લા અધ્‍યક્ષ નીતિનભાઇ કેસરીયા તથા મહિલા પતંજલિ યોગ સમિતિના જિલ્લા અધ્‍યક્ષ નિશાબેન ઠુંમર અને ભારત વિકાસ પરિષદના રીજીયનલ સંગઠન સેક્રેટરી પ્રફુલગિરિ ગોસ્‍વામીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી રહ્યું છે.

સ્‍પર્ધામાં મુખ્‍ય મહેમાન તરીકે પતંજલિ યોગ સમિતિના રાજય પ્રભારી લક્ષ્મણભાઇ પટેલ, ભારત વિકાસ પરિષદના ક્ષેત્રિય સંગઠન સચિવ પ્રફુલગિરિ ગોસ્‍વામી તથા યોગ ગુરૂ કિશોરભાઇ પઢીયાર, રાજકોટ જિલ્લાના પૂર્વ પ્રભારી નટવરસિંહ ચૌહાણ, ભારત વિકાસ પરિષદ મહાનગર સંયોજક રમેશભાઇ દત્તા, પ્રાંત કાર્યકારી પ્રમુખ જેઠસુરભાઇ ગુજરીયા, ધારાસભ્‍ય રમેશભાઇ ટીલાળા વગેરે ઉપસ્‍થિત રહેશે. સ્‍પર્ધા પૂજય રણછોડદાસજી બાપુ કોમ્‍યુનિટી હલ આનંદ નગર મેઇન રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

કાર્યક્રમને સફળ બનાવવા માટે પતંજલિ યોગ સમિતિના નીતિનભાઇ કેસરીયા, નિશાબેન ઠુંમર, ધીરૂભાઇ ઠુંમર, શ્રદ્ધાબેન ગોસ્‍વામી, અલ્‍પાબેન પારેખ, ગીતબેન સોજીત્રા, પૂનમબેન કટારીયા, પદમાબેન રાછ, નીતાબેન શાહ, અજયભાઇ મકવાણા અને ભારત વિકાસ પરિષદ આનંદ નગર શાખાના હોદ્દેદારો સર્વ શ્રી જેઠસુરભાઇ ગુજરીયા, કરશનભાઇ મેતા, બકુલભાઇ દુધાત્રા, દિપકગિરિ ગોસાઇ, સુખદેવભાઇ અગ્રાવત, પ્રવિણપૂરી ગોસ્‍વામી, નયનભાઇ ગંધા, રમેશભાઇ દત્તા, જેન્‍તીભાઇ કોરાટ, અશ્વિનગિરિ ગોસ્‍વામી, રમેશભાઇ ઇલાણી, શાંતિગિરિ ગોસાઇ, પ્રવિણભાઇ ગલચર વિગેરે જહેમત ઉઠાવી રહ્યા છે. તેમ સંસ્‍થાના પ્રમુખ વિજયભાઇ કુંભારવાડીઆ અને મંત્રી ચિરાગભાઇ ગોસ્‍વામીની યાદિ જણાવે છે.

તસ્‍વીરમાં પ્રફુલગિરિ ગોસ્‍વામી, જેઠસુરભાઇ ગુજરીયા, શાંતિગિરિ ગોસાઇ, રમેશભાઇ દત્તા, રમેશભાઇ ઇલાણી, નિતિનભાઇ કેસરીયા, મોહનભાઇ ભાલારા,  જેન્‍તીભાઇ કોરાટ, ધીરૂભાઇ ઠુંમર, અજયભાઇ જોશી, નિતિનભાઇ ભટ્ટ, નિશાબેન ઠુંમર અને કિરણબેન ભટ્ટ નજરે પડે છે. (તસ્‍વીર : અશોક બગથરીયા)

(4:09 PM IST)