<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 8th January 2026

શિવમંત્રોચ્‍ચાર સાથે રાજકોટથી સોમનાથ ભાવિકોને લઇ જતી ટ્રેનને પ્રસ્‍થાન કરાવાયુ

 

રાજકોટ : વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના નેતળત્‍વમાં તા. ૭ થી ૧૧ જાન્‍યુઆરી દરમ્‍યાન સોમનાથ સ્‍વાભિમાન પર્વ-૨૦૨૬ અંતર્ગત રાજકોટ શહેર પ્રમુખ ડૉ.માધવ દવે, મહામંત્રી અશ્વિન મોલીયા, વિરેન્‍દ્રસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ અને રાજકોટ મહાનગરના મુખ્‍ય ઈન્‍ચાર્જ તરીકે શહેર ઉપપ્રમુખ પરીમલભાઈ પરડવા અને સહઈન્‍ચાર્જ તરીકે પૂર્વ કોર્પોરેટર અશ્વિનભાઈ ભોરણીયા, વોર્ડ નં.૧૪ના પ્રભારી જીજ્ઞેશભાઈ જોષીની આગેવાનીમાં રાજકોટ રેલ્‍વે સ્‍ટેશન ખાતેથી વોર્ડ નં.૩ના અને બોલબાલા ર્ટ્‍સ્‍ટના ભાજપના ભાવિક કાર્યકર્તાઓને લઇ જતી ૧૮ કમ્‍પાર્ટમેન્‍ટની ટ્રેઈનના ઈન્‍ચાર્જ વોર્ડ નં.૩ ના પૂર્વ પ્રમુખ હેમુભાઈ પરમાર અને સહઈન્‍ચાર્જ બોલબાલા ટ્રસ્‍ટના જયેશભાઈ ઉપાધ્‍યાયની આગેવાનીમાં લઈ જતી ટ્રેઈનને કર્મકાંડી બ્રાહ્મણો દ્વારા શુભ મુર્હતમાં શાષાોકત મંત્રોચ્‍ચાર સાથે પ્રસ્‍થાન કરવામાં આવેલ. કચ્‍છ પ્રભારી કશ્‍યપભાઈ શુકલ દ્વારા શ્રીફળ વધેરવામાં આવેલ હતું. સોમનાથ જતાં ભાવિક ભકતોએ રાસ ગરબાંની રમઝટ સાથે ઢોલ નગારા, કીર્તન, ડમરૂ સાથે નાચ ગાન અને શીવ મંત્રોચ્‍ચારના જયઘોષ બોલાવ્‍યા હતા. યાત્રીકો વેરાવળ સ્‍ટેશન પહોંચી તેઓને બસ દ્વારા કપીશ્વર પાર્ટી પ્‍લોટ વેરાવળ ખાતે પહોંચાડવામાં આવશે, ઉતારાના સ્‍થળે બગદાણા આશ્રમની ટીમ દ્વારા ચા-નાસ્‍તા અને જમણવાર સહિતની વ્‍યવસ્‍થા કરવામાં આવેલ છે. સાંજના સમયે સોમનાથ મંદિરના સ્‍વાભિમાન અને  સોમનાથ મંદિરના રક્ષણ કાજે શહીદ થનાર શીવભકતોની શહાદત અન્‍વયે સોમનાથ મંદિરમાં શીવ ધુન, મંત્રોચ્‍ચાર અને પૂજન કરવામાં આવશે. ટ્રેઈનના પ્રસ્‍થાન સમયે ડો.માધવ દવે, મહામંત્રીઅશ્વિન મોલીયા, મેયર  નયનાબેન પેઢડીયા, પૂર્વ ધારાસભ્‍ય ગોવિંદભાઇ પટેલ, કચ્‍છ પ્રભારી કશ્‍યપભાઇ શુકલ, શિક્ષણ સમિતિ ચેરમેન વિક્રમભાઇ પુજારા, સ્‍ટેન્‍ડીંગ કમીટી ચેરમેન જયમીનભાઇ ઠાકર, સોમનાથ સ્‍વાભિમાન પર્વના ઇન્‍ચાર્જ શહેર ઉપપ્રમુખ પરીમલ પરડવા અને ઇન્‍ચાર્જ તરીકે પૂર્વ કોર્પોરેટ અશ્વિનભાઇ ભોરાણીયા, વોર્ડ નં.૧૪ના પ્રભારી  જીજ્ઞેશભાઇ જોષી તેમજ શહેર ઉપપ્રમુખ રાજદીપસીંહ જાડેજા, મહેશ રાઠોડ, પરીમલભાઈ પરડવા, રમેશભાઈ પરમાર, મંત્રી ભરતભાઈ શીંગાળા, વિજયભાઈ પાડલીયા, ઈલાબેન પડીયા, ભગવતીબેન ધરોડીયા, નયનાબેન સોલંકી, વોર્ડ નં.૩ પ્રભારી પૂર્વેશ ભટ્ટ સહિતના ઉપસ્‍થિત રહ્યા હતા

(4:18 PM IST)