તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 8th January 2026
વોર્ડ નં.૯ના વિવિધ માર્ગો ઉપર સાઇડ સોલ્ડરમાં પેવીંગ નખાશે : ૬૫.૯૪ લાખ મંજુર

રાજકોટઃ મહાનગરપાલિકાના વોર્ડ નં.૦૯માં ‘જનભાગીદારી યોજના' હેઠળ સરકારી કર્મચારી સોસાયટી તથા જુદા-જુદા વિસ્તારોમાં રૂા.૩૧.૯૯ લાખના ખર્ચે રસ્તાની સાઇડ સોલ્ડરમાં પેવીંગ બ્લોક નાંખવાનું કામ, તથા સંજય વાટીકા તથા તેની પાસેનાં ઓરમ એન્ક્લેવ, રવિ રીજન્સી, ફોરેન્સિક લેબ, ૬૬ કે.વી. પાછળ વિગેરે વિસ્તારોમા રૂા.૩૩.૯૪ લાખના ખર્ચે રસ્તાના સાઇડ સોલ્ડરમાં પેવીંગ બ્લોક નાંખવાનું કામ, આમ વોર્ડ નં.૦૯માં કુલ મળી રૂા. ૬૫.૯૪ લાખના વિવિધ વિકાસ કામો આજરોજ સ્ટેન્ડિંગ કમિટીમાં મંજુર કરવામાં આવેલ છે. ઉક્ત કામ મંજુર કરવા બદલ વોર્ડ નં.૦૯ના કોર્પોરેટરશ્રીઓ પુષ્કરભાઈ પટેલ, જીતુભાઈ કાટોળીયા, દક્ષાબેન વસાણી તથા આશાબેન ઉપાધ્યાય દ્વારા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર તથા સ્ટેન્ડિંગ કમિટીના તમામ સભ્યોનો આભાર વ્યક્ત કરેલ છે.
(4:22 PM IST)










