<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 8th January 2026

વોર્ડ નં.૮માં વરસાદી પાણીના નિકાલ માટે પાઇપ ગટર બનાવાશે

 

રાજકોટઃ રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નં.૦૮માં કાલાવડ રોડ પર મહિલા કોલેજ અન્‍ડર બ્રીજ થી જનકલ્‍યાણના નાલા સુધી અને ચિત્રકુટધામ શેરી નં.૧/એમાં ઈં ૪૮.૦૨ લાખના ખર્ચે વરસાદી પાણીના નિકાલ માટે પાઇપ ગટર કરવાનું કામ આજરોજ સ્‍ટેન્‍ડિંગ કમિટીમાં મંજુર કરવામાં આવેલ છે. ઉક્‍ત કામ મંજુર કરવા બદલ વોર્ડ નં.૦૮ ના કોર્પોરેટરશ્રીઓ અશ્વિનભાઈ પાંભર, બિપિનભાઈ બેરા, ડો.દર્શનાબેન પંડ્‍યા તથા પ્રીતિબેન દોશી દ્વારા સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર તથા સ્‍ટેન્‍ડિંગ કમિટીના તમામ સભ્‍યોનો આભાર વ્‍યક્‍ત કરેલ છે.

(4:23 PM IST)