તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 8th January 2026
વોર્ડ નં.૧૧માં રૂ.૧૭.૨૫ કરોડના વિકાસ કામો મંજુર

રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નં.૧૧માં મવડી સ્મશાનથી હેમાદ્રી નાલા સુધી વોંકળા સુધીના વિસ્તારમાં રૂ.૭.૩૪ કરોડના ખર્ચે રીટેઇનીંગ વોલ બનાવવાનું કામ, અંબિકા ટાઉનશીપ, સાંનિધ્ય ૨૫૬ પાસે, સ્પીડવેલ થી ઠાકર હોટલ વચ્ચેના વિસ્તારમાં રૂ.૧૮.૨૬ લાખના ખર્ચે પેટા વોર્ડ ઓફિસ બનાવવાનું કામ, રૂ.૨.૦૬ કરોડના ખર્ચે ઈં ઈં કણકોટ રોડ અને ન્યારી ડેમને જોડતો ર૪મી. આશ્રમ રોડને ડેવલપ કરવાનું કામ, રૂ.૧.૫૨ કરોડના ખર્ચે મોટામવા તથા વસંતવાટીકા રોડ પર સ્ટ્રોર્મ વોટર પાઇપ લાઇન નાંખવાનું કામ, મવડી ગામ સવન ચોકમાં ટી.પી.સ્કીમ નં.-ર૭, એફ.પી.નં.-૩૫(એ)માં રૂ. ૧.૦૩ કરોડના ખર્ચે ગાર્ડન બનાવવાનું કામ, ટી.પી. સ્કીમ નં.૧૦ (મોટા મવા ), એફ.પી. નં.૭૩/બી, કટારીયા ચોકડી, તાલુકા પોલીસ સ્ટેશનની સામેના વિસ્તારમાં રૂ.૨૦.૬૮ લાખના ખર્ચે નવા બનતા પાર્ટી પ્લોટમાં ગાર્ડનીંગ કરવાનું કામ, અર્જુન પાર્ક, ગોવિંદ પાર્ક, સાગર ચોક તથા સાનિધ્ય બંગ્લોઝ વગેરે વિસ્તારમાં રૂ.૪.૧૩ કરોડના ખર્ચે પેવિંગ બ્લોક નાખવાનું કામ તથા રૂ.૨.૮૫ કરોડના ખર્ચે બાલાજી હોલથી ધોળકીયા સ્કુલ ૧૫મી. રોડને સિમેન્ટ કોંક્રીટ રોડ ડેવલપ કરવાનું કામ, આમ વોર્ડ નં.૧૧માં કુલ મળી ઈં ૧૭.૨૫ કરોડના વિવિધ વિકાસ કામો આજરોજ સ્ટેન્ડિંગ કમિટીમાં મંજુર કરવામાં આવેલ છે. ઉક્ત કામ મંજુર કરવા બદલ શાસકપક્ષ નેતા તથા વોર્ડ નં.૧૧ના કોર્પોરેટર લીલુબેન જાદવ, કોર્પોરેટર ભારતીબેન પાડલીયા, રાણાભાઇ સાગઠીયા તેમજ વિનોદભાઈ સોરઠીયા દ્વારા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, વોટર વર્ક્સ સમિતિ ચેરમેનશ્રી અશ્વિનભાઇ પાંભર તથા સ્ટેન્ડિંગ કમિટીના તમામ સભ્યોનો આભાર વ્યક્ત કરેલ છે.
(4:24 PM IST)










