<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 8th January 2026

શાસકો ઝુકયા! નામંજુર કરેલ PMU દરખાસ્‍ત મંજુર

મનપાની જમ્‍બો સ્‍ટેન્‍ડિંગમાં રૂા.૨૧૦ કરોડના વિકાસકામોને બહાલીઃ ૩ દરખાસ્‍ત પેન્‍ડિંગ શહેરમાં કરોડોના પ્રોજેકટના મોનીટરીંગ ટ્રેકિંગ માટે વિભાગ બનાવાશેઃ સિકયુરિટી એજન્‍સીની નિમણુંક, ૩ વોર્ડમાં ડી.આઇ. પાઇપલાઇન તથા જુદી-જુદી જગ્‍યાઓના પગાર ધોરણમાં સુધારો કરવા સહિતની ૩ દરખાસ્‍તમાં નિર્ણય ન કરાયોઃ અરવિંદભાઇ મણિયાર ઓડિટોરીયમ અને સંતોષ પાર્ક કોમ્‍યુનીટી હોલનું તોતિંગ ભાડા મંજુર કરતી સ્‍ટેન્‍ડિંગ કમિટી ૪ થી પ વખત પેન્‍ડિંગ રહેલ સામાકાંઠે શાળાના મકાનની દરખાસ્‍ત ૧૦ ગણા ભાવ વધારા સાથે મંજુર

મ્‍યુનિ. કોર્પોરેશનની સ્‍ટેન્‍ડિંગ કમિટી બેઠક આજે બપોરે સ્‍ટેન્‍ડિગ કમિટી ચેરમેન જયમીન ઠાકરની અધ્‍યક્ષતામાં યોજાઇ હતી. આ બેઠકમાં વિવિધ વિકાસકામોની ૬૬ દરખાસ્‍તો અંગે નિર્ણય લેવામાં આવ્‍યો હતો. ઉપરોકત તસ્‍વીરમાં સ્‍ટેન્‍ડિંગ કમિટી સભ્‍યો, અધિકારીઓ નજરે પડે છે. (તસ્‍વીરઃ અભિજીત બગથરીયા)

રાજકોટ, તા., ૮: મહાપાલિકા દ્વારા જુદા જુદા પ્રોજેકટના સોફટવેર બેઇઝ દૈનિક મોનીટરીંગ, ખાતમુહૂર્તથી લઇને લોકાર્પણ સુધીની કામગીરીનું દૈનિક રીપોર્ટીંગ કરવા આઠ સીનીયર અધિકારીઓની ટીમથી સજજ પ્રોજેકટ મેનેજમેન્‍ટ યુનિટ બનાવવા ૭ કરોડથી વધુનો ખર્ચ મંજૂર કરવા ભાજપ શાસકોએ ગત સ્‍ટે.કમીટીમાં નામંજૂર કરેલી દરખાસ્‍ત ફરી  સ્‍થાયી સમિતિમાં કમિશ્રરે મોકલી હતી. આજે મળેલી મીટીંગમાં આ ફરી આવેલી દરખાસ્‍ત કરવામાં આવતા અનેક તર્ક વિતર્કો થઇ રહયા છે. આજે મળેલ સ્‍ટેન્‍ડીંગમાં રૂા. ર૧૦ કરોડના વિવિધ વિકાસકામો મંજુર કરવામાં આવ્‍યા છે. જયારે ૩ દરખાસ્‍ત અભ્‍યાસ અર્થે પેન્‍ડીંગ રાખવામાં આવી હોવાનું સ્‍ટે. ચેરમેને જણાવ્‍યું હતું.

પ્રોજેકટ મેનેજમેન્‍ટ યુનીટ

મહાનગરપાલિકાના તમામ કામોનું સોફ્‌ટવેરના માધ્‍યમથી દૈનિક મોનીટરીંગ કરવા તેમજ ખાતમુર્હુતથી લઈને લોકાર્પણ સુધીની કામગીરીનું દૈનિક રીપોટીંગ કરવાના આશય સાથે આ યુનિટ બનાવવાની જાહેરાત દિવાળી પર કમિશ્રર અને શાસકોએ કરી હતી. શહેરની મોબિલિટીમાં વધારો કરતાં ૨૭૦૦ કિમી કરતાં જાહેર રસ્‍તાઓના હયાત નેટવર્કમાં ૧૦૦ ટકા સેચ્‍યુરેશન પ્રાપ્ત કરવા માટે ૩૪૪ કિમીના નવા રોડનું આયોજન, જેમાં રૂ. ૩૩૭ કરોડના ખર્ચે ૧૭૬ કિમીના નવા રોડનું નિર્માણ વર્ષ ૨૦૨૫-૨૬માં કરવામાં આવશે. આ ઉપરાંત ૨૮૬ કિમીના રોડનું રિસર્ફેસિંગ કરવામાં આવશે.

આ કામગીરી સુવ્‍યવસ્‍થિત અને ગુણવત્તાયુક્‍ત થાય તે માટે ફીલ્‍ડ એન્‍જિનિયર દ્વારા સતત મોનીટરીંગ કરાશે અને કામગીરી ગુણવત્તાયુક્‍ત તેમજ ઝડપી કામગીરી કરવાનું રિપોટશ્નગ કરવામાં આવશે તેવો હેતુ જાહેર કરાયો હતો.

નવા જુના બ્રીજના મોનીટરીંગ, ક્રવેન્‍શન સેન્‍ટરના આયોજન, આરોગ્‍ય કેન્‍દ્રો, ફાયર, આંગણવાડી, જુદા જુદા ફરવાના સ્‍થળની જાળવણી અંગેના દૈનિક રીપોટશ્નગ મહાપાલિકા સોફટવેરની મદદથી મેળવી શકશે. કામની ગુણવતા  ઉપર પણ વધુ ધ્‍યાન આપી શકાશે.

આ તમામ હેતુ સાથે પીએમયુ બનાવવા નકકી કરાયું હતું. પરંતુ સ્‍ટે.કમીટીએ ગત મીટીંગમાં આ દરખાસ્‍ત નામંજૂર કરી હતી. કામના ટ્રેકીંગ સહિતના રીવ્‍યુ સ્‍ક્રીન પર જ થઇ જાય તેવી વ્‍યવસ્‍થા છે. પરંતુ ખર્ચનો પ્રશ્ન ચર્ચામાં આવ્‍યો હતો.

હવે ગત મીટીંગમાં નામંજૂર થયેલી આ દરખાસ્‍ત ફરી કમિશ્રરે મોકલતા આજની મીટીંગમાં શાસકો મંજુર કરવામાં આવતા કોર્પોરેશન લોબીમાં ગણગણાટ ફેલાઇ રહયો છે.

પેન્‍ડીંગ દરખાસ્‍ત

આજની સ્‍ટેન્‍ડીંગમાં ૬૬ દરખાસ્‍ત પૈકી ૩ દરખાસ્‍ત અભ્‍યાસ અર્થે પેન્‍ડીંગ રાખવામાં આવી છે. જેમાં મ્‍યુનિ. કોર્પોરેશનની મિલ્‍કતના રક્ષણ માટે સિકયુરીટી ગાર્ડસ પુરા પાડવા, મનપાના જુદી જુદી જગ્‍યાઓના પગાર ધોરણમાં સુધારો કરવા તથા વોર્ડ નં. ટ,૧૪,૧૮ માં ડી.આઇ.પાઇપ લાઇન ૪૪.૯પ કરોડના ખર્ચ સહિતની દરખાસ્‍તો અંગે આજના સ્‍ટેન્‍ડીંગમાં નિર્ણય લેવામાં આવ્‍યો નથી. આ અંગે સ્‍ટેન્‍ડીંગ કમીટી ચેરમેન જયમીન ઠાકરના જણાવ્‍યા પ્રમાણે આ દરખાસ્‍તોમાં વધુ અભ્‍યાસ હોવાની અને ડી.આઇ. પાઇપ લાઇનમાં ખર્ચ વધુ હોવાથી નિર્ણય લેવામાં આવ્‍યો નથી.

તોતિંગ ભાડા મંજુર

અરવિંદભાઇ મણીયાર હોલના નવા ભાડા અને તાજેતરમાં મુખ્‍યમંત્રીના હસ્‍તે જ લોકાર્પણ કરાયેલા વોર્ડ નં. ૧ ના સંતોષ પાર્કના નવા કોમ્‍યુનિટી હોલના ભાડા પણ મંજુર કરવામાં આવ્‍યા છે. જયાં ગુજરાત રાજયની સ્‍થાપના વખતે વિધાનસભા બેસતી તે અંગે્રજો વખતના કોનોટ હોલને બાદમાં અરવિંદભાઇ મણિયાર હોલ નામ આપવામાં આવ્‍યું હતું. છેલ્લા દાયકામાં બે વખત આ હોલ જર્જરીત બનવાના કારણે બંધ થયો છે. હવે ત્રણેક કરોડના ખર્ચે હોલનું રીનોવેશન કરીને બેઠક કેપેસીટી પણ વધારીને પ૧૯ કરવામાં આવી છે.

હોલને હવે ઓડિટોરીયમનું રૂપ અપાયું હોય, આધુનિક સુવિધા સહિત ભાડુ વધારવામાં આવ્‍યાનું તંત્ર કહે છે. આ હોલમાં દર સોમથી શનિ સવારની શીફટમાં છ હજાર, બપોરથી સાંજે આઠ હજાર અને રાતની શિફટનું ભાડુ ૧૦ હજાર છે. રવિવારે આ ભાડુ અનુક્રમ ૮, ૧૦ અને ૧૨ હજાર થશે. ૨૦ હજાર ડિપોઝીટ સાથે પ્રતિ શિફટ રૂા. ૩ હજાર મેન્‍ટેનન્‍સના પણ લેવામાં આવશે જે ભાડુ અગાઉના ભાડા કરતા ઘણુ વધુ હોવાનો મત છે.

આ ઉપરાંત વોર્ડ નં.૧માં આવેલા સંતોષ પાર્ક મેઇન રોડ પરના નવનિર્મિત કોમ્‍યુનિટી હોલના ભાડા પણ મંજૂર કરવા દરખાસ્‍ત આવી છે. કોર્પો.ના જુદા જુદા કોમ્‍યુનિટી હોલની ડિપોઝીટ અને ભાડાની રકમ બે કેટેગરીમાં ૪ હજાર અને  ભાડુ ર થી ૪ હજાર છે. પરંતુ આ હોલ અભય ભારદ્વાજ કોમ્‍યુનિટી હોલ જેવો મોટો હોય તે ઙ્કકારે ભાડા નકકી કરાયા છે.

શાળાનું ૧૦ ગણુ ભાડુ

શહેરના સામાકાંઠા વિસ્‍તારમાં મનપાની શાળાનું શ્રી સૌરાષ્‍ટ્ર શિક્ષણ અને સેવા સમાજ ટ્રસ્‍ટને આપવાની દરખાસ્‍ત ૪ થી પ વધુ સ્‍ટેન્‍ડિંગમાં પેન્‍ડિંગમાં રહયા બાદ આજે આ દરખાસ્‍ત ભાવ વધારા સાથે મંજુર કરવામાં આવી છે.

આ મકાનનું રપ૧ માંથી રૂા. રપ૦૦ ભાડુ અને આ સાથે ૩૦ વર્ષના લીઝમાં આપવામાં આપી હોવાનો નિર્ણય કરવામાં આવ્‍યો છે.

કોર્પોરેશન લોબીમાં ગણગણાટ મુજબ જો માધ્‍યમિક શાળાનું મકાન આજ ટ્રસ્‍ટને આપવાનું હતુ તો કેમ આટલી વખત દરખાસ્‍ત પેન્‍ડિંગ રાખવામાં આવી ? અને આ ટ્રસ્‍ટ દ્વારા ખાનગી શાળા ચલાવાઇ છે તો મામુલી ભાડુ ફી રૂા. રપ૦૦ કેમ નકિક કરવા સહિતના સવાલો થઇ રહયા છે.

વિવિધ વિકાસકામો મંજુર

ઉપરાંત આજની સ્‍ટેન્‍ડિંગ કમીટી બેઠકમાં વોર્ડ નં. ૧૧ માં કણકોટ રોડ અને ન્‍યારી ડેમને જોડતો ર૪ મી. રોડ ર.૦૬ કરોડ ના ખર્ચે ડેવલપ કરવા, મોટામવા તથા વસંત વાટીકા રોડ પર સ્‍ટ્રોન વોટર પાઇપ લાઇન ૧.પ૧ કરોડના ખર્ચે, વોર્ડ ન઼ઉ ૩ માં માધાપર ઇન્‍ડ. વિસ્‍તારમાં ૧.૭૩ કરોડના ખર્ચે જુદી જુદી શેરોઓ, રોડનું મેટલીંગ કરવા, વોર્ડ નં. ૧૪ માં નટેશ્વર મંદિરથી લક્ષ્મીવાડી પુલ સુધી વોકળામાં ર.૯૪ કરોડના ખર્ચે સી.સી. કામ, વોર્ડ નં. ૯ માં સંજય વાટીકા તથા તેના વિવિધ વિસ્‍તારોમાં ૩૩.૯૪ લાખના ખર્ચે પેવીંગ બ્‍લોક નાંખવા, વોર્ડ નં. ૧૧ માં અર્જુન પાર્ક, ગોવિંદ પાર્ક, સાગર ચોક અને સાનિધ્‍ય બંગ્‍લોઝ વગેરે જગ્‍યાએ ૪.૧૩ કરોડના ખર્ચે પેવિંગ બ્‍લોક નાંખવા, વોર્ડ નં. ૧૧ માં ૧પ મી. રોડને ર.૮પ કરોડના ખર્ચે સિમેન્‍ટ કોક્રીંટ રોડ ડેવલપ કરવા તથા વોર્ડ નં. ૮ માં કાલાવડ રોડ પર મહિલા કોલેજ અન્‍ડર બ્રીજથી જનકલ્‍યાણ નાલા સુધી અને ચિત્રકુટધામ શેરી નં. ૧ માં વરસાદી પાણીના નિકાલ માટે ૪૮ લાખના ખર્ચે પાઇપ ગટરનું કામ સહિતના વિકાસકામોની દરખાસ્‍તોને ઝંડી આપવામાં આવી છે

(4:30 PM IST)