<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 9th January 2026

૧૮મીથી રાજકોટના આંગણે અત્‍યાધુનિક સુવિધાઓ સભર ‘ભાગ્‍યલક્ષ્મી હોસ્‍પિટલ'નો ભવ્‍ય શુભારંભ

રવિવારે વજુભાઈ વાળા, પરષોત્તમભાઈ રૂપાલા અને સંતો-મહંતોની ઉપસ્‍થિતિમાં મંગલ ઉદ્ધાટન : જનરલ મેડિસિન, સર્જરી, ઓર્થોપેડિક અને સ્‍પોર્ટ્‍સ ઇન્‍જરી સહિતની સેવાઓ એક જ છત નીચે ઉપલબ્‍ધ : નિષ્‍ણાંત તબીબોની ટીમ દ્વારા સેવા અપાશે

રાજકોટ : રાજકોટ શહેરમાં તબીબી ક્ષેત્રે એક નવા સોપાન સમાન ‘ભાગ્‍યલક્ષ્મી હોસ્‍પિટલ'નો શુભારંભ થવા જઈ રહ્યો છે. ‘શ્વાસ તમારો વિશ્વાસ અમારો' ના ધ્‍યેય સાથે શરૂ થઈ રહેલી આ હોસ્‍પિટલનું ઉદ્ધાટન આગામી તા. ૧૮-૧-૨૦૨૫ને રવિવારના રોજ સવારે ૯:૩૦ કલાકથી રાખવામાં આવ્‍યું છે. આ હોસ્‍પિટલ પ્રિઝમ સ્‍કવેર, ત્રીજો માળ, ૩/૪, કોલેજવાડી ખૂણો, કાઠિયાવાડી જીમખાનાની બાજુમાં, રાજકુમાર કોલેજના મેઈન ગેટ સામે, રાજકોટ ખાતે કાર્યરત થશે.

નિષ્‍ણાંત તબીબો અને તેમનો બહોળો અનુભવ : ભાગ્‍યલક્ષ્મી હોસ્‍પિટલમાં ઉચ્‍ચ લાયકાત ધરાવતા પાંચ નિષ્‍ણાત તબીબો પોતાની સેવાઓ આપશે.

૧. ડો. ગૌરાંગ પટેલ (એમ.ડી. મેડીસીન) : તેઓ કન્‍સલ્‍ટીંગ ફિઝિશિયન અને ક્રિટિકલ કેર સ્‍પેશ્‍યાલિસ્‍ટ છે. તેઓ ૭ વર્ષનો બહોળો અનુભવ ધરાવે છે. જેમાં સાડા પાંચ વર્ષ સતત પંચનાથ હોસ્‍પિટલ અને દોઢ વર્ષ દશાશ્રીમાળી હોસ્‍પિટલમાં પ્રેક્‍ટિસ કરેલ છે. તેમણે ૪ લાખથી વધુ ઓપીડી દર્દીઓ અને ૭૦૦૦ થી પણ વધુ દાખલ દર્દીઓની સારવાર કરેલ છે. (સમય : સોમ થી શુક્ર સવારે ૯:૩૦ થી ૧:૩૦, સાંજે ૪:૩૦ થી ૮:૩૦ અને શનિવારે સવારે ૯:૩૦ થી ૧:૩૦).

૨. ડો. જીજ્ઞેશ એ. ભીમાણી (એમ.એસ., એફ઼આઈ.એ.જી.ઈ.એસ.) : તેઓ લેપ્રોસ્‍કોપીક અને જનરલ સર્જન છે. ૧૧ વર્ષના અનુભવ સાથે તેઓએ ૩ વર્ષ સિવિલ હોસ્‍પિટલ રાજકોટ અને ૪ વર્ષ દશાશ્રીમાળી હોસ્‍પિટલમાં સેવા આપી છે. ૨૦૧૯ થી તેઓ પોતાની સર્જીકલ હોસ્‍પિટલમાં સેવા આપી રહ્યા છે જે આજની પણ કાર્યરત રહેશે. (સમય : સોમ થી શનિ સાંજે ૪:૩૦ થી ૫:૩૦).

૩. ડો. કેલ્‍વિન વૈષ્‍નાણી (ડી.એન.બી. ઓર્થોપેડિક): તેઓ ટ્રોમા, જોઈન્‍ટ રિપ્‍લેસમેન્‍ટ અને ડીફોર્મીટી કરેક્‍શન સર્જન છે. ૯ વર્ષના અનુભવમાં તેમણે ૧ વર્ષ જી.ટી. શેઠ હોસ્‍પિટલ, ૭ વર્ષ જલારામ હોસ્‍પિટલ (વિઝીટીંગ) અને ૫ વર્ષ પંચનાથ હોસ્‍પિટલ (વિઝીટીંગ)માં સેવા આપી છે. ૧ લાખથી વધુ ઓપીડી અને ૩૦૦૦ થી વધુ સફળ ઓપરેશનનો અનુભવ ધરાવે છે. (સમય : સોમ થી શુક્ર સવારે ૯ થી ૧૧, સાંજે ૪ થી ૬ અને શનિવારે સવારે ૯ થી ૧૧).

૪. ડો. રાહુલ પટેલ : તેઓ શોલ્‍ડર અને ની (ઘૂંટણ) સર્જન તથા આર્થ્રોસ્‍કોપી અને સ્‍પોર્ટ્‍સ ઇન્‍જરી સ્‍પેશ્‍યાલિસ્‍ટ છે. તેમણે હૈદરાબાદની ગ્‍લોબલ હોસ્‍પિટલ અને જર્મનીની મેરીયન હોસ્‍પિટલ ખાતે આર્થ્રોસ્‍કોપીની એડવાન્‍સ તાલીમ લીધેલ છે. આ ઉપરાંત ન્‍યુયોર્કની હોસ્‍પિટલ ફોર જોઈન્‍ટ ડિસીઝ ખાતે ફેલોશીપ મેળવેલ છે. (સમયઃ સોમ થી શુક્ર સવારે ૧૧ થી ૧, સાંજે ૬ થી ૮ અને શનિવારે સવારે ૧૧ થી ૧).

૫. ડો. મીરા કાનગડ (ડી.સી.પી. પેથોલોજીસ્‍ટ) : તેઓ લાઈફ બ્‍લડ સેન્‍ટરમાં ૩ વર્ષથી વધુનો અનુભવ ધરાવે છે.

હોસ્‍પિટલના વિભાગો અને ઉપલબ્‍ધ સુવિધાઓ : હોસ્‍પિટલમાં દર્દીઓ માટે અત્‍યાધુનિક સારવાર અને સુવિધાઓ ૨૪ કલાક અને ૭ દિવસ (૨૪હૃ૭) ઉપલબ્‍ધ રહેશે.

મેડીસીન અને ક્રિટિકલ કેર વિભાગ : બીપી, ડાયાબિટીસ, થાઈરોઈડ, દમ, અસ્‍થમા, મગજના રોગો (વાઈફીટ, લકવો, મગજનો તાવ), હૃદયના રોગો (હૃદયનો હુમલો, હૃદયની ફરતે પાણી ભરાવું), ૨ડી-ઈકો, ઈસીજી, ઝેરી દવા અને સર્પદંશની સારવાર.

સર્જીકલ વિભાગ : લેપ્રોસ્‍કોપી, એપેન્‍ડીક્‍સ, પિતાશયની પથરી, સારણગાંઠ, આંતરડાનું કાપું, હરસ, મસા, ભગંદર, ડાયાબિટીક ફૂટ, હાઈ રિસ્‍ક પેશન્‍ટની સર્જરી વગેરે.

ઓર્થોપેડિક વિભાગ : ન જોડાયેલ અને રસી (ઈન્‍ફેકશન) વાળા હાડકાની સર્જરી, સરળ અને જાટિલ ફેકચર, સાંધા બચાવવા અને બદલવાની સર્જરી, કોસ્‍મેટિક સર્જરી (ઊંચાઈ વધારવી), કારખાનામાં થતી ઈજાની સર્જરી.

આર્થ્રોસ્‍કોપી અને સ્‍પોર્ટ્‍સ ઇન્‍જરી વિભાગ : ખંભા અને ઘૂંટણના તૂટેલા સ્‍નાયુ તથા ફાટેલી ગાદીની દૂરબીનથી સારવાર, અડધો ઘૂંટણ બદલવાની સર્જરી (યુકેએસ), ગોઠણના એલાઈમેન્‍ટની સર્જરી, શોલ્‍ડર રિપ્‍લેસમેન્‍ટ.

લેબોરેટરી : થાઈરોઈડ, કોલેસ્‍ટરોલ, કિડની, ડાયાબિટીસ, બી૧૨, ડી૩ વગેરે રીપોર્ટ.

અન્‍ય સુવિધાઓ : ઓપીડી વેઈટીંગ એરીયા, ફાર્મસી સ્‍ટોર, આઈસીયુ, ઓપરેશન થિયેટર, સેમી સ્‍પેશિયલ તથા સ્‍પેશિયલ રૂમ અને જનરલ વોર્ડ.

આ શુભ અવસરે અનેક રાજકીય અને સામાજિક અગ્રણીઓ ઉપસ્‍થિત રહેશે.

અતિથિ વિશેષ : શ્રી વજુભાઈ વાળા,  પૂજ્‍ય શ્રી અપુર્વ મુનિ મહારાજ સાહેબ, પૂજ્‍ય શ્રી પારસ મુનિ મહારાજ સાહેબ, શ્રી પરષોત્તમભાઈ રૂપાલા, શ્રી પૂનમબેન માડમ, શ્રી રામભાઈ મોકરીયા, શ્રીમતી નયનાબેન પેઢડીયા, શ્રી ઉદયભાઈ કાનગડ, શ્રી રમેશભાઈ ટીલાળા, શ્રીમતી ડો. દર્શિતાબેન શાહ, શ્રીમતી ભાનુબેન બાબરીયા.

શુભેચ્‍છક : ડો. દિશા જીજ્ઞેશ ભીમાણી, ડો. ઈશીતા કેલ્‍વિન વૈષ્‍નાણી, ડો. માનસી રાહુલ પટેલ તથા દીવા, આધ્‍યા, સાર્થ, શ્‍લોક અને આધ્‍યા.

નિમંત્રક : શ્રી ગોવિદભાઈ કાનગડ (ફુલવાળા), શ્રી બળદેવભાઈ પટેલ, શ્રી અશોકભાઈ પટેલ, શ્રી મગનલાલ વૈષ્‍નાણી, શ્રી અરૂણભાઈ ભીમાણી, શ્રી વિનુભાઈ પટેલ, શ્રીમતી સરોજબેન કાનગડ, શ્રીમતી ચેતનાબેન પટેલ, શ્રીમતી રક્ષાબેન પટેલ, શ્રીમતી અનસુયાબેન વૈષ્‍નાણી, શ્રીમતી અનસુયાબેન ભીમાણી, શ્રીમતી સવીતાબેન પટેલ.

સંપર્ક : વધુ માહિતી માટે મોબાઈલ નંબર : ૯૭ ૭૬ ૭૬ ૭૬ ૪૬ અને ૯૭ ૭૬ ૭૬ ૭૬ ૬૫ પર સંપર્ક કરી શકાશે. (૩૭.૫)

૨૪×૭ ઈમરજન્‍સી સેવા

ભાગ્‍યલક્ષ્મી હોસ્‍પિટલમાં તમામ પ્રકારની ઈમરજન્‍સી સારવાર દિવસ-રાત ઉપલબ્‍ધ રહેશે. અદ્યતન સાધનોથી સજ્જ લેબની સુવિધા પણ ઉપલબ્‍ધ છે.

શ્વાસ તમારો વિશ્વાસ અમારો

દર્દીઓના અતુટ વિશ્વાસ અને ભરોસાના સંગાથે આ હોસ્‍પિટલનું શુભારંભ થઈ રહ્યું છે, જ્‍યાં એક જ છત નીચે મેડીસીન, સર્જરી અને ઓર્થોપેડિક વિભાગની શ્રેષ્‍ઠ સારવાર મળશે.

(11:53 AM IST)