<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 9th January 2026

રાજકોટ કાશ્‍મીર જેવી ઠંડીથી ઠુઠવાયું : ૯.૪ ડીગ્રી

રાજકોટ શહેરમાં ફરી એક વખત ઠંડીનો પારો સિંગલ ડીજીટમાં : કડકડતી ઠંડીનો દોર જારી રહેશે : નગરજનો ઠંડીમાં ઠુઠવાયા : ગરમ વષાોમાં જ જોવા મળતા લોકો : રાત્રીના સમયે માર્ગો ઉપર ચહલ-પહલ ઓછો, તાપણાની મોસમ ચાલુ

રાજકોટ : હવામાન શાષાીઓની આગાહી મુજબ જ ઠંડીએ ગતિ પકડી છે. રાજ્‍યના કેટલાક હશેરોમાં તાપમાનનો પારો સિંગલ ડિજીટમાં પહોંચી ગયો છે. હાડથી જીવતી ઠંડી પડી રહી છે. હજુ આગામી ત્રણ-ચાર દિવસ લઘુતમ તાપમાન ગગડશે.

તો રાજકોટ શહેરમાં આજે સિઝનમાં ત્રીજી વખત પારો સિંગલ ડિજીટમાં પહોંચી ગયો છે. આજે લઘુતમ તાપમાન ૯.૪ ડીગ્રી નોંધાયું છે. ઠંડા પવન ફૂંકાઇ રહ્યા હોય ઠંડીની અસર વધુ વર્તાઇ રહી છે. છેલ્લા કેટલાક દિવસોથી પારો ૧૦-૧૧ ડીગ્રી આસપાસ જ ઘુમી રહ્યો છે.

દિવસ દરમ્‍યાન પણ ઠંડીનો અહેસાસ થઇ રહ્યો છે. રંગીલા રાજકોટીયનો  ગરમ વષાોમાં જ જોવા મળી રહ્યા છે. ઘર, ઓફિસ, દુકાનોમાં એ.સી., પંખા બંધ થઇ ગયા છે. હિટર ચાલુ થઇ ગયા છે. તો કોઇ-કોઇ જગ્‍યાએ તાપણાની મોસમ શરૂ થઇ ગઇ છે. રાત્રીના સમયે જાહેર માર્ગો ઉપર ચહલ-પહલ ઓછી જોવા મળી રહી છે. ઠંડીના કહેરથી બચવા લોકો ઘરમાં રહેવા મજબૂર બન્‍યા છે.

રાજકોટ શહેરમાં આજે સવારે લઘુતમ તાપમાન ૯.૪ ડીગ્રી નોંધાયું છે. ભેજ ૭૬ ટકા અને પવનની ઝડપ ૬ કિ.મી.ની છે. હઅવામાન શાષાીઓ જણાવે છે કે હજુ આગામી ત્રણ-ચાર દિવસ રાજ્‍યમાં ઠંડીનો દોર જારી રહેશે.

 

(3:40 PM IST)