તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 9th January 2026
ખંડણી અને શરીર સંબંધી ગુનામાં સામેલ ધર્મેશ અને ભાવેશ પાસામાં
પત્રકાર તરીકે ઓળખ આપી માથાકુટ કરવાના ગુના નોંધાયા હતાં : અમદાવાદ-બરોડા જેલહવાલેઃ ડીસીપી રાકેશ દેસાઇ, એસીપી રાધિકા ભારાઇની રાહબરીમાંયુનિવર્સિટી પોલીસ સ્ટેશનના પીઆઇ એચ. એન. પટેલ, પીએસઆઇ વી. ડી. ડોડીયા, એએસઆઇ જે. એન. ખટાણા અને ટીમે વોરન્ટ બજવણી કરી

રાજકોટ તા. ૯: અલગ અલગ ગુનાઓમાં સામેલ શખ્સો સામે પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા સમયાંતરે પાસાનું શષા ઉગામી અલગ અલગ જેલમાં ધકેલી દે છે. વધુ આવા બે શખ્સ સામે પાસા થયા છે. પત્રકાર તરીકેની ઓળખ આપી આ શખ્સોએ ખંડણી, શરીર સંબંધી ગુના આચર્યા હોઇ તેની વિરૂધ્ધ યુનિવર્સિટી પોલીસ, ડીસીબી, ગાંધીગ્રામમાં ગુનાઓ દાખલ થયા હતાં.
જાણવા મળ્યા મુજબ ખંડણી અને શરીર સંબંધી ગુનામાં સંડોવાયેલા ધર્મેશ ઉર્ફ ધર્મેન્દ્ર ભરતકુમાર દોશી (ઉ.વ.૩૬-રહે. નાણાવટી ચોક, નાઇન્થ એવન્યુ ફલેટ બી-૭૦૨, ગાંધીગ્રામ) તથા શરીર સંબંધી ગુનામાં સામેલ ભાવેશ ડાયાભાઇ વાણવી (ઉ.વ.૩૧-રહે. નાણાવટી ચોક, મણીનગર-૧, સાઇ દર્શન એપાર્ટમેન્ટ રૂમ નં. ૪૦૧)ને પાસામાં ધકેલવાની દરખાસ્ત જેસીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી રાકેશ દેસાઇ, એસીપી રાધીકા ભારાઇની સુચના અંતર્ગત યુનિવર્સિટી પોલીસે તૈયાર કરી હતી.
આ દરખાસ્તને પોલીસ કમિશનરે મંજુર કરતાં ધર્મેશ ઉર્ફ ધર્મેન્દ્રને બરોડા જેલમાં અને ભાવેશને અમદાવાદ જેલમાં પાસા તળે જેલમાં મોકલી દેવામાં આવ્યા છે. ધર્મેશ વિરૂધ્ધ તાજેતરમાં યુનિવર્સિટી પોલીસ, ગાંધીગ્રામ અને ડીસીબીમાં ૪ અલગ અલગ ગુના દાખલ થયા હતાં. જ્યારે ભાવેશ વિરૂધ્ધ યુનિવર્સિટી અને ગાંધીગ્રામ પોલીસમાં બબ્બે મળી ચાર ગુના દાખલ થયા હતાં. પાસા વોરન્ટ બજવણી સહિતની આ કામગીરી પીઆઇ એચ. એન. પટેલ, પીએસઆઇ વી. ડી. ડોડીયા, એએસઆઇ જે. એન. ખટાણા, એએસઆઇ સિધ્ધરાજસિંહ ચુડાસમા, હેડકોન્સ. વિજુભા જાડેજા, મહિપાલસિંહ જાડેજા, વિરદેવસિંહ જાડેજા, હરેશભાઇ સારદીયા, ગોપાલસિંહ જાડેજા, કોન્સ. વનરાજભાઇ લાવડીયા, દિવ્યરાજસિંહ જાડેજા, પ્રવિણભાઇ જતાપરા, દિવ્યરાજસિંહ જાડેજા, પ્રાદિત્યસિંહ ઝાલા, અક્ષય ભાખર, બ્રીજરાજસિંહ જાડેજા અને પીસીબીના રાજુભાઇ દહેકવાલે કરી હતી.
(2:32 PM IST)










