<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 9th January 2026

હનુમંત ક્રિએશન દ્વારા કાલે સંગીતમય કાર્યક્રમ ‘સુરસાધના'

એન્‍જીનીયરીંગ એસો.હોલ ખાતે આયોજન : ડો. પુલકિત બક્ષીના નેતૃત્‍વમાં નવોદિત કલાકારો કર્ણપ્રિય ગીતોની ધૂમ મચાવશે

રાજકોટ તા. ૯ : હનુમંત ક્રિએશન દ્વારા કાલે તા. ૧૦ ના શનિવારે રાજકોટ એન્‍જિનીયરીંગ હોલ ખાતે સાંજે ૭.૩૦ થી ૧૧.૩૦ સુધી સુર સાધના શીર્ષકથી સંગીતમય સાંસ્‍કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયુ છે.

હનુમંત ક્રિએશનના ફાઉન્‍ડર ડો. પુલકિત બક્ષીએ જણાવ્‍યા મુજબ આ કાર્યક્રમમાં નવોદિત કલાકારો, બાળકો, વૃધ્‍ધો તેમજ દિવ્‍યાંગ કલાકારો મનોરંજન પુરૂ પાડશે.

મહેમાન કલાકારો તરીકે હીનાબેન કોટડીયા, ડો. કિશોર રાઠોડ, સુનિલ પારેખ, ચૈતાલી સંઘવી, અલ્‍કા સંઘવી, ડો. મલય પલાણ ઉપસ્‍થિત રહી કર્ણપ્રિય ગીતો રજુ કરશે.

સમગ્ર આયોજનમાં ડો. મેઘાબહેન મહેતા, રવિ ભટ્ટ, પ્રબોધ બક્ષી, સાધના બક્ષી, એકતા બક્ષી વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

કાર્યક્રમ માટે સહયોગી બનનાર સત્‍સંગી ટ્રાવેલ્‍સ, લક્ષ્મી જવેલર્સ, રાજકોટ નાગરિક સહકારી બેંક, વીએમડીવી ઋત્‍વીક સોનીનો હનુમંત ક્રિએશન દ્વારા આભાર વ્‍યકત કરાયો છે. સાઉન્‍ડ સેવા એ.આર.ની છે.

કલા પ્રેમી- સંગીતપ્રેમીએ કાર્યક્રમમાં ઉપસ્‍થિત રહી કલાકારોને પ્રોત્‍સાહન પુરૂ પાડવા અનુરોધ કરાયો છે. વધુ માહિતી માટે એન્‍કર સીંગર ડો. પુલકિત બક્ષી (મો.૯૪૨૮૧ ૮૮૬૦૪ અને ૯૩૧૬૧ ૧૩૭૭૦) ઉપર સંપર્ક કરવા જણાવાયુ છે. (તસ્‍વીર : અભિજીત બગથરીયા)

(3:27 PM IST)