તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Friday, 9th January 2026
રાજકોટના કોમી એકતાના પ્રતિક હઝરત ગૈબનશાહ પીર દરગાહ શરીફનો ઉર્ષ
લાખો લોકો ઉમટી પડ્યાઃરાષ્ટ્રીય કોમી એકતાનો સમારોહ યોજાયોઃહિંદુ મુસ્લિમ લોકોને (પ્રસાદી) વિતરણ

રાજકોટઃ કોમી એકતાના પ્રતિક જંકશન પ્લોટ વિસ્તારમાં આરામ ફરમાવતા હઝરત ગેબનશાહ પીરનો ઉર્ષ રવી - સોમ યોજાયો હતો. જેમાં સમગ્ર સૌરાષ્ટ્ર- કચ્છ, ગુજરાતરાજ્યોમાંથી ે ઉર્ષમાં હાજરી આપવા માટે લોકો ઉમટી પડયા હતાં. ઉર્ષના પ્રથમ દિવસે વહેલી સવારે સૈયદ સાદાતના હાથે સંદલ શરીફની રસ્મ અદા કરવામાં આવી હતી. ઉર્ષના બંન્ને દિવસ રાજકોટના અલગ અલગ વિસ્તારમાંથી અકીદતમંદો ચાદર મુબારક ઝુલુસ દ્વારા લઇ આવી દરગાહ શરીફ પોહચ્યા હતા. ઉર્ષ મુબારકના પ્રથમ દિવસે રાત્રે રાષ્ટ્રીય કોમી એકતા સમારોહ યોજાયો હતો જેમાં ઇન્દ્રનીલભાઈ રાજ્યગુરુ, ઇરફાન પીરઝાદા , રાજદીપસીંહ ઝાલા, નયનાબા જાડેજા, મુરલીભાઇ દવે, દિલીપભાઈ આસવાણી, ગૌરવભાઇ પુજારા, નરેન્દ્રભાઈ ડવ, સજ્જાદભાઇ હીરા (પૂર્વ ચેરમેન, વક્ બોર્ડ ગુજરાત), જીમ્મીભાઇ અડવાણી (શિવસેના પ્રમુખ રાજકોટ), હેમુભાઇ પરમાર, રમીઝ સીંધી સાહેબ (એ.પી.પી.), હનીફભાઈ બાબુભાઇ દલ,સાકીરભાઈ સાદીકોટ, ડો. મુસતાકબાપુ કાદરી, મુન્નાબાપુ સદર, રજાકભાઈ જુણેજા, સૈયદ એજાઝબાપુ બુખારી, અશોકસીંહ વાઘેલા, સલીમભાઇ કારીયાણીયા, હબીબભાઈ કટારીયા, ફારુકભાઈ બાવાણી, રાજુભાઇ દલવાણી, હારુનભાઇ શાહમદાર, બાબભાઇ ઠેબા, અસીમભાઈ અઘામ (પત્રકાર) ઉપસ્થિત રહ્યા હતા.
ઉર્ષ જેમાં દરગાહ શરીફ ટ્રસ્ટમાં છેલ્લા ૪૦ વર્ષથી સેવા આપનાર મુસ્લિમ સમાજના પીઢ અગ્રણી તેમજ ટ્રસ્ટના સહમંત્રી સૈયદ બસીર બાપુ બુખારીનું તેમજ આઇ.સી.ડી.સી. યોજના પર પી.એચ.ડી. કરનારડો. શહેનાઝબેન ઠેબાનું સન્માન કરવામાં આવ્યું હતું. દરગાહ શરીફ ટ્રસ્ટના મહામંત્રી રહીમભાઈ સોરાએ ટ્રસ્ટનો વાર્ષિક અહેવાલ જાહેર જનતા સમક્ષ રજુ કર્યો હતો.
ઉર્ષ મુબારકના પ્રથમ દિવસે રાષ્ટ્રીય કોમી એકતા સમારોહ બાદ હઝરત કાતીબ અહેમદ (રાજસ્થાન) તેમજ બીજા દિવસે રામપુર યુ.પી. થી સૈયદ ફૈઝાનમીંયા ની પધરામણી થઇ હતી અને તેઓ અ તકરીર ફરમાવી હતી. આ ઉર્ષ મુબારકમાં સાથ સહકાર આપવા બદલ હઝરત ગેબનશાહ પીર દરગાહ શરીફ ટ્રસ્ટ રાજકોટના પ્રમુખ યુસુફભાઈ ઈસ્માઈલભાઈ દલ તથા સમગ્ર ટ્રસ્ટી મંડળ દ્વારા સમગ્ર, રાજકોટ પોલીસ, રાજકોટ મહાનગર પાલીકા, રાજકોટ પીજીવીસીએલ, દરગાહ શરીફ ઉર્ષમાં સેવા આપનાર બાઉન્સર ટીમ વગેરેનો આભાર વ્યક્ત કરવામાં આવેલ.
આ સમગ્ર ઉર્ષ મુબારકના આયોજનમાં દરગાહ શરીફ ટ્રસ્ટના પ્રમુખ યુસુફભાઈ ઈસ્માઈલભાઈ દલ, ઉપપ્રમુખ તૈયબભાઇ ભાણુ, મહામંત્રી રહીમભાઈ સોરા, સહમંત્રી સૈયદ બસીરબાપુ બુખારી, ટ્રસ્ટી, સૈયદ અજરુદ્દીન બાપુ કાદરી, વકાર બ્લોચ સકલૈની, અનવરભાઇ ચાનીયા, અહેસાનભાઈ ચૌહાણ, ફીરોજખાન પઠાણ, સજરુદીનભાઇ બાદી, ઇબ્રાહીમભાઇ કુરેશી, મુસ્તફાભાઈ કુરેશી, તેમજ અશરફખાન પઠાણ, હાજી આમીરઉલ્લા દલ, રીયાઝભાઇ સોરા, દિલાવરભાઈ જુણાચ, સલમાનભાઇ દલ, તથા સમગ્ર ગેબી ગ્રુપ રાજકોટ (જાકીર એન કુરેશી), ઈમરાનભાઈ ચૌહાણ (આઇ.જી) કાસમભાઇ શાહમદાર, ગોપાલભાઈ ત્રિવેદી, મુજાવર કમાલબાપુ વગેરે ખડેપગે રહ્યા હતા.
(3:28 PM IST)










