<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 9th January 2026

બનાવટી એગ્રોકેમિકલ્‍સ ભારતીય કૃષિક્ષેત્રે ચુપચાપ નાશ કરી રહ્યા છે : કુલદીપસિંહ સોલંકી

એન્‍ફોર્સમેન્‍ટ એજન્‍સીઓના અંદાજ મુજબ ગેરકાયદેસર વેપારનો આંકડો એક હજાર કરોડથી વધુ છે

રાજકોટ : એન્‍ફોર્સમેન્‍ટ એજન્‍સીઓએ સમગ્ર ગુજરાતમાં બનાવટી અને ભેળસેળયુક્‍ત એગ્રોકેમિકલ્‍સના ઉત્‍પાદન અને વિતરણ સાથે સંડોવાયેલા વિશાળ અને સંગઠિત નેટવર્કનો ભાંડો ફોડ્‍યો છે. આ નેટવર્ક ખેડૂતોની આજીવિકા, ગ્રાહક સુરક્ષા તથા ભારતના કળષિ અર્થતંત્ર સામે ગંભીર ખતરો ઊભો કરે છે.

એન્‍ફોર્સમેન્‍ટ એજન્‍સીઓની તાજેતરની કામગીરી રાજકોટમાં ૩૦ ડિસેમ્‍બરે હાથ ધરવામાં આવી હતી. ૨૦૨૫માં અમદાવાદમાં ૨૦ નવેમ્‍બરે, રાજકોટમાં ૧૨ ઓક્‍ટોબરે અને વધુ એક પગલામાં રાજકોટમાં ૧ સપ્‍ટેમ્‍બર સહિતની કરાયેલી વિવિધ એફઆઈઆર અને દરોડા પછી આ કામગીરી હાથ ધરાઈ હતી. આ પગલે પ્રતિષ્ઠિત બ્રાન્‍ડ્‍સ હોવાનું બતાવતી બનાવટી એગ્રોકેમિકલ કામગીરીઓના વધી રહેલું કદ અને તેનો પ્રસાર ધ્‍યાનમાં આવ્‍યા છે.

અનેક જપ્તીઓ અને ચાલી રહેલી તપાસ છતાં, એન્‍ફોર્સમેન્‍ટ એજન્‍સીઓનો અંદાજ છે કે ગેરકાયદેસર એગ્રોકેમિકલના વેપારનું પ્રમાણ રૂ. ૧,૦૦૦ કરોડથી વધુ હોઈ શકે છે. અધિકારીઓ માને છે કે આ બાબતે ઘણા ઓપરેટરો સક્રિય છે, સમગ્ર ભારતમાં એજન્‍ટો, વિતરકો અને રિટેલર્સના નેટવર્ક દ્વારા કાર્યરત છે અને આ નિયમનકારી દેખરેખથી બચવા માટે વ્‍યવહારોનો નોંધપાત્ર હિસ્‍સો રોકડમાં કરવામાં આવે છે.

ગુજપ્રો એગ્રીબિઝનેસ કન્‍સોર્ટિયમ પ્રોડ્‍યુસર કંપની લિમિટેડના સીઈઓ ‘‘કુલદીપસિંહ સોલંકીએ જણાવ્‍યું હતું કે, બનાવટી એગ્રોકેમિકલ્‍સ ભારતીય કળષિ ક્ષેત્રને ચૂપચાપ નાશ કરી રહ્યા છે.'' નકલી પ્રોડક્‍ટ્‍સને અસલી તરીકે વેચવામાં આવતા ખેડૂતો પોતાનો બધો પાક અને આવકની સંભાવના ગુમાવે છે, જેના કારણે પરિવારો દેવામાં ડૂબી જાય છે. નુકસાન ખેતર સુધી જ મર્યાદિત નથી. અનિયંત્રિત રસાયણો ખોરાક, માટી અને પાણીને દૂષિત કરે છે, જેનાથી જાહેર આરોગ્‍ય ગંભીર જોખમમાં મુકાય છે. આ કળષિ ઇકોસિસ્‍ટમનું સંગઠિત આર્થિક નુકસાન છે અને ખેડૂતોને ફક્‍ત અસલી, નિયમન કરાયેલી પ્રોડક્‍ટ્‍સ જ મળે અને આવા શોષણથી સુરક્ષિત રહે તે સુનિヘતિ કરવા માટે અધિકારીઓ પાસેથી તાત્‍કાલિક, સંકલિત પગલાં લેવાની માંગ ઊઠી છે.

નકલી એગ્રોકેમિકલ્‍સની અસર કોઈ એક પ્રદેશ કે રાજ્‍ય પૂરતી મર્યાદિત નથી, પરંતુ રાષ્‍ટ્રીય ચિંતાનો વિષય છે. તેની અસર કળષિ ક્ષેત્રની બહાર પણ ફેલાયેલી છે, જેના કારણે ખાદ્ય પુરવઠામાં વિક્ષેપ, ભાવમાં અસ્‍થિરતા અને માટી તથા પાણીના દૂષણને કારણે ખાદ્ય સલામતી અને જાહેર આરોગ્‍ય માટે જોખમો વધી રહ્યા હોવાનું જણાવાયું છે

(3:34 PM IST)